________________
મિથ્યાત્વમૂલક અહં : ૧૫૩ આત્મા અમૂર્તઅરૂપી હોવાને લીધે ઈન્દ્રિયોને વિષય થઈ શકે નહિ. અમૂર્ત દ્રવ્ય સ્વભાવથી જ નિત્ય હોય છે. આત્મા પણ અમૂર્ત હેવાને કારણે નિત્ય દ્રવ્ય છે. છતાં મિથ્યાત્વ અવત, કષાય અને ગજન્ય વિભાવ પરિણતિને લઈ વ્યવહાર દૃષ્ટિએ તે બંધાય છે એમ મનાય છે. વાસ્તવમાં (નિશ્ચય નયની દષ્ટિએ) તે આત્મા બંધાતે પણ નથી અને મુક્ત પણ થતું નથી. વ્યવહાર–અપારમાર્થિક દષ્ટિએ આ બંધ અવસ્થા જ સંસારની જનની છે.
સંસાર જે રૂપે છે તે રૂપે ભલે રહે. તેમાં પરિવર્તન કે સંસ્કરણ કેઈથી શક્ય નથી. બધા પદાર્થો પારમાર્થિક દૃષ્ટિએ સાર્વભૌમ સ્વાતંત્ર્ય ધરાવે છે. કોઈ પદાર્થ કેઈને આશ્રિત નથી. એક પરમાણુથી લઈ પરમ–આત્મા સુધીના બધા દ્રવ્યોને, પરિપૂર્ણ સ્વાતંત્ર્ય એ સહજ ગુણ છે. અગુરુ એટલે લઘુ નામને ગુણ કદી એક દ્રવ્યને બીજા દ્રવ્યમાં, કે એક દ્રવ્યના ગુણોને બીજા દ્રવ્યના ગુણેમાં ભળવા દેતું નથી. આ બધા દ્રવ્યની આત્યંતિક, સહજ અને પારમાર્થિક સ્થિતિ છે. વળી આત્મ દ્રવ્ય તે બધા દ્રવ્યો કરતાં અલૌકિક અને અસાધારણ માહાન્ય ધરાવતું દ્રવ્ય છે. જાગતિક અનંત પદાર્થોમાં આત્મ દ્રવ્યને મહિમા અને ગરિમા અચિંત્ય અને અકથ્ય છે. આમ તે બધા દ્રવ્યનું તિપિતાના સ્થાને તેટલું જ મહત્વ હોય છે. પિતપોતાની રીતે દરેકને મહિમા છે. ખીલી અને તલવાર, પિતપોતાના સ્થાને, પિતાપિતાનું મહત્ત્વ બરાબર ધરાવતાં જ હોય છે. ખીલી જે કામ કરે છે તે તલવાર કદી કરી શકતી નથી. તલવાર ભલે મોટું દ્રવ્ય રહ્યું પણ તે ખીલીની ગરજ સારી શકે નહિ અને ખીલી પણ તે જ રીતે તલવારનું કામ કરી શકે નહિ. માટે નાના કે મોટા હોવાના કારણે કઈ વધારે મહિમા ધરાવતાં કે કઈ એ છ મહિમા ધરાવતાં બની જતાં નથી. નાના કે મોટા હોવાને કારણે જ કેઈ ઊંચ કે કોઈ નીચ પણ બની જતાં નથી. નાના કે મોટા હેવામાં તે પ્રકૃતિ, પ્રારબ્ધ કે નિયતિ કદાચ ભાગ પણ ભજવે, પરંતુ ઊંચ કે નીચના ભાવે તે માણસની ઈર્ષ્યા અને સ્પર્ધામાંથી જ પ્રાયઃ જન્મેલા હોય છે. જન્મથી કોઈ ઉચ્ચ કે કોઈ નીચ હેતે નથી. અહં મૂલક ભાવથી પીડાએલી વ્યક્તિ જ આવા ઊંચા નીચાના વર્ગો ઊભા કરે છે. પશુઓ કે પક્ષીઓમાં અહંકાર કે સ્પર્ધા પૂરેપૂરા વિકસિત થવા પામ્યા નથી તેથી તેમનામાં ઉચ્ચ અને નીચના ભાવો જમવા પામતા નથી. પાંચ પોપટ સાથે ચણતા હોય, બેસતા હોય, આકાશમાં ઉડ્ડયન કરતા હોય, પણ કોઈ કોઈને કોઈ ઊતારી પાડવા પ્રયત્ન કરતા નથી. અહંકારના દોષથી પીડાતા મનુષ્યમાં જ આ બધા દે-સંભવે છે.
આત્મ દ્રવ્યને જે વિશિષ્ટ મહિમા શાસ્ત્રોમાં વર્ણિત છે તે તેના જ્ઞાન, દર્શનરૂપ અસાધારણ સ્વભાવને લઈને છે. આત્મ દ્રવ્યને લઈને જ બીજા દ્રવ્યના અસ્તિત્વ, નાસ્તિત્વના વિચારે સમુભવે છે. આત્મ દ્રવ્યના અભાવમાં તેમના દેવા ન હોવાને ઉપયોગ પણ છે?
સ્વ સ્વરૂપમાં પરિણમનરૂપ સ્વાભાવિક શકિત તો બધા દ્રવ્યને સહજ પ્રાપ્ત છે. પરંતુ ભકતૃત્વ શક્તિ આત્મ દ્રવ્ય સિવાય બીજા કોઈ દ્રવ્યમાં હતી નથી. કારણ બીજા દ્રવ્યમાં ઉપયોગ