________________
જીવનનાં ધ્રુવ સત્યે : ૧૫૧ “તે ધર્મસ્તતો જયના સિદ્ધાંત મુજબ વિજય પાંડવોને, ધર્મના પક્ષને નિશ્ચિત હતા. એ વાત કૃષ્ણથી અજાણી નહતી. | કુરુક્ષેત્રનાં યુદ્ધના મેદાનમાં ઊભેલા અર્જુનનું માનસ જેમ શંકાઓથી ગ્રસ્તિ બન્યું અને શંકાથી હાલકડોલક સ્થિતિમાં “શું કરવું અને શું ન કરવું તેને કશો જ નિર્ણય તે ન કરી શકે, તેમ શ્રાવસ્તી નગરીના ધર્મક્ષેત્રમાં, પાર્શ્વ પ્રભુની પરંપરાને અને ભગવાન મહાવીરની પરંપરાને શિષ્ય સમુદાય, કૃષ્ણસમાં ભગવાન શ્રી કેશીકુમાર શ્રમણ અને ભગવાન ગૌતમસ્વામીની છત્રછાયામાં, એકત્રિત થયો. તે બંને પક્ષને શિષ્ય સમુદાય પરસ્પર એકબીજાની સામે જોઈ રહ્યો. એક જ લક્ષ્ય છતાં, પ્રત્યક્ષ દેખાતી અને અનુભવાતી પાયાની આ બધી વિચિત્રતાઓ અને વિસંગતીઓને હૃદયસ્પર્શી ઉકેલ તેમને મન એક જટિલ કેયડો હતો. તેને ઉકેલ્યા વિના તેમને શાંતિ થાય એમ નહતું. શંકાનાં કારણે બેઉ પક્ષ માનસમાં અસ્થિરતા અને અસમાધિ ભાવ અનુભવી રહ્યો હતે. આવા વખતે શાસ્ત્રકાર આગળ શું કહેવા માંગે છે તે શાસ્ત્રના જ શબ્દોમાં અવેલેકવા પ્રયત્ન કરીએ. તદનુસાર
चाउन्जामो य जो धम्मो जो इमो पंचसिक्खिओ।
देसिओ बद्धमाणेण पासेण य महामुणी ॥ આ ચતુર્યામ ધર્મ છે. આનું પ્રતિપાદન ભગવાન પાર્શ્વનાથે કર્યું છે. આ પંચશિક્ષાત્મક ધર્મ છે. આનું પ્રતિપાદન ભગવાન વર્ધમાને કર્યું છે.
ભગવાન પાર્શ્વનાથ ૨૩મા તીર્થંકર થયા છે. બીજા તીર્થંકરથી માંડી ત્રેવીસ તીર્થકર સુધીના બધા તીર્થકરેના સાધુ સાધ્વીઓ સ્વભાવતઃ સરળ અને પ્રજ્ઞાશીલ હોય છે. તેમની સરળતા અને પ્રજ્ઞાશીલતાને અનુરૂપ જ ધર્મ પ્રરૂપણ થાય છે. ધર્મની દેશના વ્યકિત અને સભાને અનુલક્ષીને જ કરાય છે. અન્યથા ધર્મદેશનાનું જે પ્રભાવી પરિણામ આવવું જોઈએ તે આવે નહિ. ભગવાન મહાવીર સુધીના કાળમાં માણસેની સરળતા વકતામાં ફેરવાઈ ગઈ છે. પ્રજ્ઞાન સ્થાન જડતાએ લીધું છે. પરિણામે તેમના વખતના માણસના સ્વભાવ અને સમજણને અનુસરી ભગવાન મહાવીરે ધર્મદેશના ફરમાવેલ છે. સમય સ્થિતિ, સંગે અને માણસના સ્વભાવ ભેદોને અનુલક્ષી મૂલતઃ એક છતાં ચતુર્યામ અને પંચશિક્ષાત્મક ધર્મને રૂપે જુદા જણાતા ધર્મોનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે.
બંનના શિષ્ય સમુદાયને સાંગિક સ્થિતિ અને માનવ પ્રકૃતિનાં પરિવર્તનની પાયાની વાત ધ્યાનમાં નથી એટલે તેઓ ધર્મની પ્રરૂપણાની ભિન્નતાથી શંકાશીલ બન્યા છે. તેઓ વિચારે છે કે, તીર્થકરની આ એક જ સળંગ અને અખંડ પરંપરા છે. એક જ પરંપરા અને એક જ આદર્શ છતાં ધર્મ પ્રરૂપણાની આ ભિન્નતા શાથી? પાર્શ્વનાથ પ્રભુ પણ પૂર્ણ પરમાત્મા છે.