________________
૧૫૪ : લેઘા પાષાણ, ખેલ્યાં દ્વાર ગુણની સત્તા હોતી નથી અને આત્મદ્રવ્યને તે તે સહજ સ્વભાવ છે. આ રીતે આત્મદ્રવ્ય બધા દ્રવ્યોમાં પિતાની પ્રધાનતા અને શ્રેષ્ઠતા ટકાવી રાખે છે.
ચૈતન્ય એ આત્માનું લક્ષણ છે. કેધાદિ ભાવે તે આત્માના આત્યંતિક સ્વરૂપ નથી, તેથી તે સ્વાભાવિક પણ દેતા નથી. ક્રોધાદિ કષાયે પણ જો આત્માના ઉપગ ગુણની માફક સ્વરૂપ હોત, તે આ વિભાવે પણ જ્ઞાનગુણની જેમ અનાદિ અને અનંત હોત. કષાય ભાવ અને ઉપયોગ પરસ્પર વિરોધી અને ભિન્ન વસ્તુઓ છે. જ્યારે ક્રોધાદિ કષાયે આપણું સ્વરૂપ નથી ત્યારે કે ધાદિમાં ગમે તે નિમિત્ત બને, છતાં તેને આપણામાં અવકાશ શા માટે આપ જોઈએ?
એક વખતને પ્રસંગ છે. ભગવાન બુદ્ધ કરુણા અને ધર્મને પ્રચાર કરી રહ્યા હતા. ભગવત્ સ્વરૂપ એવા આ પાવન આત્માઓ સાથે પણ વેરવૃત્તિ અને અસહિષ્ણુતાના વિષમભાવ રાખનારા જઘન્ય કેટિન છે પણ આ જગતમાં રહેતા જ આવ્યા છે. પ્રકૃતિ સદા સંતુલનને ટકાવી રાખે છે. એક ગામથી વિહાર કરી જ્યારે તેઓ બીજા ગામે જઈ રહ્યા હતા, ત્યારે એક એક માણસ તે રસ્તે આવતા ગામમાંથી રાજમાર્ગ ઉપર આવ્યા અને ન બોલવાના શબ્દો બુદ્ધ પ્રભુને કહેવા લાગે. બુદ્ધ તે પ્રબુદ્ધ આત્મા હતા. તે બધા શબ્દોને પચાવી ગયા, પી ગયા, પરંતુ તેમના શિષ્યથી તે માણસનું આવું અસભ્ય, વિવેકહીને વર્તન સહન ન થયું. ભગવાન બુદ્ધે જ્યારે તેને કશો જ જવાબ ન વાળે અને શાંતિપૂર્વક તેના શબ્દો સાંભળી લીધા, ત્યારે આનંદ નામના તેમના એક શિષ્યથી આ વાત સહન ન થઈ. તે ભગવાનને કહેવા લાગ્યાઃ પ્રભો ! આની આવી કરતાને પણ કશે જ જવાબ કેમ નહિ?” બુદ્ધ બોલ્યા: “આનંદ ! એ બિચારે ખૂબ દૂરથી આટલી મહેનત ઊઠાવીને આવા ભાવે સાથે અહીં આવ્યું છે. તેના મનમાં જે છે તે કાઢી રહ્યો છે. તેને એ અધિકાર છે. એના એ સ્વાતંત્ર્ય અને અધિકારમાં દખલગીરી કરનાર હું કોણ? વળી તેની વાણી જે મારા હૃદયમાં સ્પંદન અને કંપન જન્માવી શકે, મારા અંતરાત્મામાં ડહોળાપણું ઉત્પન્ન કરી શકે, તે એને અર્થ જ એ થયો કે, મારે પિતાને પણ મારી પિતાની જાત ઉપર કશો જે અધિકાર નથી. મારા સંચાલનની દેરી હું તેને સેંપવા તૈયાર નથી. તે તેને મનનો માલિક છે. હું મારા મનને માલિક છું. તેને યોગ્ય લાગે તેમ તે વર્તે, મને ગ્ય લાગે તેમ હું હતું. તેનાથી હું દોરવાઈ જાઉં એ તું મને નબળે ધારે છે?
ભગવાન બુદ્ધની આ વાણી આનંદના હૃદયને સ્પર્શી ગઈ. તેના મનનું દુખ દૂર થઈ ગયું. ભગવાન બુદ્ધમાં તેણે અજબ પ્રભુતાના દર્શન કર્યા.
તમને બધાને પણ અવારનવાર અનુકૂળ, પ્રતિકૂળ સંગે તો સાંપડતા જ હશે. પરંતુ તમારી દેરી તમે તમારા હાથમાં રાખી હતી નથી. અને તેથી જ કઈ પણ વ્યકિત તમારા માટે બે ચાર સારા શબ્દો ઉચ્ચારીને તમારા અને ફેસલાવી શકે છે. તમારા મોઢા ઉપર હાસ્યની રેખાઓ પ્રસરાવી શકે છે. વળી ક્યારેક ન કહેવાના શબ્દ કહીને તમારા અહંને આઘાત પણ પહોંચાડી શકે છે, તમારા અને સંકેચાવી શકે છે, તમારા આત્મપ્રદેશમાં સ્પંદન અને