________________
સતી શિરોમણિ શ્રી માનકુંવરબાઈ
વિશ્વવંદનીય જગત પિતા ભગવાન મહાવીરના શાસનમાં આજ સુધી જ્ઞાન, તપ, ત્યાગ, અને વૈરાગ્યની સમૃદ્ધિથી સમૃદ્ધ અનેક રત્ન થઈ ગયાં છે. તેમની આંતરિક દિવ્યતા અને પ્રભુતાના દિવ્યકણે આજે પણ પૃથ્વી ઉપર પથરાયેલા છે જે સત્યનાં સંશોધનની દિશા તરફ ગતિ કરવાનો આપણને ઈશારે કરી રહ્યાં છે.
આ વિશ્વ ઉપર સામાન્યતઃ પ્રતિભાશાળી વ્યક્તિઓનું જ સામ્રાજ્ય હોય છે. પરંતુ જેનું સામ્રાજ્ય હેય છે તે બધાં જ પ્રતિભાશાળી હેય છે, એમ પણ હેતું નથી. પશુબળથી, ભય અને ત્રાસથી વિશ્વને વશમાં કરનારાઓની સંખ્યાનું પરિબળ કંઈ ઓછું નથી. આવી વ્યક્તિઓ પિતાની સત્તાનું સામ્રાજ્ય માનવદેહ સુધી જ પહોંચાડી શકે છે. માણસે તેમનાં બળ સામે નમી પડે છે, તેમની સર્વોપરિતાને સ્વીકાર અવશ્ય કરે છે, પરંતુ તે સ્વીકાર ભયમાંથી જન્મેલ હોય છે. એટલે આવા સત્તાધારીઓ પ્રત્યે લોકોના દિલમાં હાર્દિક સન્માન, શ્રદ્ધા, કે હૃદયની લાગણીઓ લેશમાત્ર હોતી નથી. પ્રેમ, સહાનુભૂતિ, સદાચાર અને સદુવિચારાદિ સગુણથી ભરેલી સાચી પ્રતિભાશાળી વ્યક્તિઓનું સામ્રાજ્ય તે જન જનના હૃદયમાં સ્થાપિત થઈ ગયું હોય છે.
- પ્રતિભાશાળી શબ્દમાં પ્રતિભા શબ્દથી આંતર પ્રકાશ જ અભિપ્રેત છે. સત્યની જેણે ઉપલબ્ધિ કરી છે તેનું હૃદય સર્વજીવ પરત્વે પ્રેમથી ભરેલું હોય છે. આંતર તિની સંપ્રાપ્તિના અભાવે મેળવેલ જ્ઞાન પણ પ્રકાશની ગરજ સારતું નથી. એટલે જ હમેશાં ત્યાગી એના જય વિજયને ઉદ્ઘેષ સંભળાય છે, સમ્રાટને નહિ. સંતે, મુનિઓ, મહર્ષિઓ, જ્ઞાનીઓ, જનતાનાં હૃદયને સ્પર્શી ગયા હોય છે. તેથી જ તે પ્રજાના હૃદય સિંહાસનના અધિકારી બને છે. સત્તાધારી વ્યક્તિને પ્રવેશ માત્ર દેહ સુધી જ સંભવિત છે. પરંતુ પ્રતિભાશાળી વ્યક્તિ તે દેહથી પર એવા પરમ સૂકમ મન અને હૃદય સુધી પ્રવેશ કરી, તેના પર પિતાને કબજે જમાવે છે.
જે આ સ્પષ્ટ સત્ય ન હતા તે રાજા શ્રેણિક અને કેણિક પ્રભુ મહાવીરના ચરણમાં પિતાનાં મસ્તકને નમાવત નહિ. પ્રભુ મહાવીર તે નગ્ન હતા. સંપત્તિના નામે ગણી શકાય એવું કંઈ જ તેમની પાસે ન હતું. તેઓ કરપાત્રી હતા, પદયાત્રી હતા, નિઃસંગ અને નિસહાય હતા. છતાં તેઓ બેતાજ બાદશાહ હતા. ભગવાન મહાવીરની વાતને જવા દઈએ, અને પ્રદેશ રાજાને લઈએ. રાયપાસેણીમાં આવેલા પ્રસંગ મુજબ તેણે શ્રી કેશીકુમાર શ્રમણનાં ચરણનું શરણ સ્વીકાર્યું હતું. જેની પાસે પૂરાં વસ્ત્રો પણ હતાં નહિ, ખાવા માટે પૂરી ભેજન સામગ્રી પણ નહોતી, એવા બિલકુલ અકિંચન શ્રી કેશીકુમાર