________________
૧૧૬: ભેઘા પાષાણ, ખેલ્યાં દ્વાર
જ્યારે વાદવિવાદથી એકનાથજીનાં મનનું સમાધાન હનુમાનજી ન કરી શક્યા ત્યારે તેઓ સાક્ષાત્ પ્રગટ થઈ કહેવા લાગ્યા: “એકનાથ ! પ્રભે ! હું જાતે જ હનુમાન છું. આપ મારી વાત માનવા તૈયાર ન થયા એટલે હું સાક્ષાત્ પ્રગટ થઈ આપને બનેલી હકીકત કહેવા તમારી સામે ઊભું છું. અશક વનમાં જનાર અને સીતાજીની શોધ કરનારે હું પોતે જ હનુમાન છું. મેં ત્યાં લાલ ફૂલે જોયાં હતાં. આ સ્પષ્ટ અને પ્રત્યક્ષ પ્રમાણથી પુષ્ટ હકીકત છે. છતાં આપ ફૂલેને ધોળાં કહે છે તે છે ટું છે. આટલે સુધારે કરી લેવા મારી આપને વિનંતિ છે.
એકનાથજીએ તે સાક્ષાત હનુમાનની આ વાતને પણ અસ્વીકાર કર્યો. પોતાની પારદશી દૃષ્ટિથી કે તૃતીય નેત્રથી જગતને અવલોકન કરવાનું તેમનું સામર્થ્ય હતું, એટલે તેઓએ સુધારો કરવાની સ્પષ્ટ ના ભણું અને કહ્યું: “ભલે તમે હનુમાન રહ્યા, અશેકવનમાં ફૂલઝાડનાં ફૂલેના ભલે તમે સાક્ષાત્ દષ્ટા રહ્યા, મારી આ વાતમાં કશે જ ફેર થવા સંભવ નથી. ફૂલઝાડનાં ફૂલે ધળાં હતાં અને ધેળાં જ હતાં. સાક્ષાત્ રામ પ્રભુ આવીને પણ તે ફૂલને લાલ કહે તે પણ હું તે સ્વીકારવા તૈયાર નથી.”
હનુમાનજીની મુંઝવણને પાર ન રહ્યો. ફરી ફરી ભૂલ સુધારી લેવા જણાવ્યું. પરંતુ એકનાથ પિતાના અડગ નિર્ણયમાંથી જરા પણ ચલિત ન થયા. તેઓ તે કહેતા જ રહ્યા હું મારા સીતા રામને રીઝવીને જ આ વાત કહું છું. મને જેવું દેખાય છે તેવું વર્ણન કરું છું. આ વર્ણનમાં ફેરફારને કિંચિત્માત્ર અવકાશ નથી.”
છેવટે ઝગડો રામચંદ્રજી પાસે ગયે. પ્રભુ રામે ન્યાય આપે તમે બંને સાચા છે. ફલે હકીકતે ધળાં જ હતાં. પરંતુ હનુમાનની આંખે તે વખતે ક્રોધથી લાલ થએલી એટલે એમની દ્રષ્ટિમાં કોઇની લાલાશ હતી. એમને ઘળાં ફૂલ પણ લાલ દેખાણાં. પરંતુ ફૂલ હતાં ધળાં જ.
જેવી મનુષ્યની દષ્ટિ હશે તેવી તેને સૃષ્ટિ દેખાશે. દુર્યોધનને જગતમાં કઈ સંત ન દેખાય. બધા દુર્જન જ માલૂમ પડયા. અને યુધિષ્ઠિરને જગતમાં કઈ દુર્જન ન દેખાય, તેમને બધા સજજન જ લાગ્યા.
શ્રાવસ્તી નગરીમાં પણ અંતર્યાત્રાના બે મહાન યાત્રીઓ પિતપોતાના શિષ્ય સમુદાય સાથે એકાગ્રત થયા છે. સંત થયા વગર સાચા સંતે મળતા નથી. સંત શેધવા તમે કયાં જશે ? તમે જ સંત થાઓ એટલે સંત તમને મળી રહેશે. સંતનાં લક્ષણે જીવનમાં ઉતારે તે સહેજે સંત થઈ જવાશે.
બંનેના આદર્શ શિખરને સ્પર્શેલા છે. પરમ અને ચરમ યાત્રા માટેની બંનેની તૈયારી છે. તેમના શિષ્ય સમુદાય પણ આત્માવગાહનમાં જે ભૂમિકા જોઈએ તેવી ભૂમિકા લઈને ઊભે છે. એટલે સાધના માટેની કે અંતર્યાત્રાની પરિપૂર્ણ તૈયારી છે. બંને મહા પુરુષોનું મિલન