________________
સામાયિક સાધના
આજે સામાયિક વિષે કિંચિત્ માત્ર પ્રકાશ નાખીશ.
આરાધનથી
તમે બધા રાજ સામાયિકની આરાધના કરે છે. સામાયિકની આ સાધના જો સમભાવની વૃદ્ધિમાં સહાયક બને, અહુ'ના વિસર્જન અને મમતાના ત્યાગમાં સમર્થન કરનારી બને, તે ભગવાને બતાવેલી સામાયિકની સાચી દિશામાં તમે પ્રગતિશીલ છે એમ નિઃશંકપણે માની શકાય. પ્રતિદિન તમે નિયત પ્રમાણે સામાયિક વ્રતની આરાધના તે કરા છે, પરંતુ તે વ્રતના જીવનમાં આવવાં જોઇતાં પરિવર્તને ન આવતાં હાય, સદ્ગુણ્ણાના સંવર્ધનની ધારી પુષ્ટિ જોવા ન મળતી હોય, દૈનિક ચર્ચા તેમજ વ્યવહાર અને વ્યાપાર સંબંધી કાર્યામાં ડગલે ને પગલે સમતા અદૃશ્ય થઈ જતી હાય, અને વિષમતાનું તાંડવ નૃત્ય સ્પષ્ટ દેખાઇ આવતુ હે!ય તે સમજવું કે જે વ્રતની તમે આરાધના કરી રહ્યા છે તે ભગવાને ખતાયેલ સામાયિક વ્રત નથી. એવા તારાધનથી તમારા મનની સંતુષ્ટિ ભલે થઇ જતી હેાય, પરંતુ આત્મિક ગુણ્ણાની સ`પુષ્ટિ તેનાથી સિદ્ધ થતી નથી.
આપણા મનમાં જે એ ભાવ ઊંડાણથી પ્રવેશી જાય અને પ્રાણાને સ્પર્શી જાય કે, આ જગત એક રંગમ'ચ છે, અભિનય ખતાવવાનુ એક અજોડ સ્થાન છે, આપણે તે માત્ર અભિનેતા છીએ, અભિનયને ભજવનારા છીએ, કર્યાં નથી પણ માત્ર અભિનય કરનારા છીએ, તે। અને સઘન કે પ્રગાઢ થવાને અવકાશ રહેશે નહિં અને અહુ'ના અભાવમાં કતૃત્વના ભાવા ઉત્પન્ન થશે નહિ. કર્તૃત્વના ભાવથી શૂન્ય ક્રિયાએ અંધક થતી નથી. અંધ હુ ંમેશાં અહમૂલક હાય છે બ્રહ્મને બદલે જ્યારે કેન્દ્રમાં અહ` આવીને બેસી જાય છે, ત્યારે અહુના વિસ્તાર વધતા જાય છે અને જેમજેમ અહુના વિસ્તાર વધતા જાય છે, તેમતેમ માણસ વસ્તુએ સાથે તદાકાર થતા જાય છે. તે પેાતાને વસ્તુઓના કર્તા અને નિર્માતા માનતા થઈ જાય છે. પ્રકૃતિથી ઘટતી ઘટનાઓ, નિયતિથી યથાવાસ્થિત ચાલતી સૂર્ય, ચંદ્રાદિ પદાર્થોની નિયત ગતિએ અને પ્રારબ્ધથી સમુપલબ્ધ થતી અનુકૂળતા પ્રતિકુળતાનુ કર્તૃત્વ પોતાને માથે એઢી લે છે. પિરણામે તે સમતાને ખાઈ બેસે છે અને વિષમતાના ગતમાં ધકેલાઈ જાય છે. વિષમતા એ જ દુઃખ છે એટલું જ નહિ, દુઃખની પરંપરાનું દુઃખદાયી મૂળ છે.
તમે રામલીલા અનેકવાર જોઇ હશે. આજે રામ અને સીતાને થયાં હજારો વર્ષો થઇ ગયાં છે. તેમનાં જીવન ઇતિહાસની આછી રૂપરેખા રામલીલામાં બતાવવામાં આવે છે. અસલી રામ તે આજે મેાક્ષમાં છે. સીતાજી દેવલાકમાં મિરાજિત છે. અને રાવણ આજે નરકમાં રગદોળાઇ રહ્યો છે. છતાં રામલીલા તે ચાલ્યા જ કરે છે.
જો કે રામલીલા તે માત્ર અભિનયજ છે, પરતુ સાચા રામને પણ જે શેાધી કાઢવામાં આવે તે તે પણ રામલીલાનાં એક અભિનયના પાત્રથી વધારે નથી જ. અસલી રામની પણ