________________
૧૩૪: ભેઘા પાષાણ, ખેલ્યાં દ્વાર બે દોકડાની જે માત્ર સંપત્તિવાળા પુણિયા શ્રાવકની નિષ્ઠા, અને લાખોની સંપત્તિ ધરાવતા એવા તમારા નિષ્ઠાના છેડા ક્યાંય મેળ ખાય છે ખરા? પછી ગમે તેટલી સામાયિકે બાંધે તેયે અંતરાત્મામાં શાંતિ અને સમાધિને જન્મ થાય જ કયાંથી? સામાયિકની વ્યાખ્યા કરતાં શાસકારે કહે છે.
जो समो सम्बमूमेसु तसेसु थावरेसु य ।
तस्स सामाइयं होइ इइ केवली भाखियं ॥ જગતમાં ત્રસ અને સ્થાવર રૂપે બે પ્રકારની જીવરાશિ છે. પરંતુ એકેન્દ્રિયથી લઈ પંચેન્દ્રિય સુધી બધામાં આત્મા તે સમ એટલે મારી માફક સમાન જ છે, એટલે કેઈપણ પ્રાણીને દ્રોહ કે કોઈની પણ સાથે રાગદ્વેષ એ આત્મ દ્રોહ જ છે, એમ જે “મૃથ્ય બરાબર સમજાઈ જાય, તે સામાયિકનું શુદ્ધ સ્વરૂપ આત્મામાં ઊભું થાય. ખરી રીતે તે સામાયિક એજ આત્મા છે અને આત્મા એજ સામાયિક છે. આત્મા અને સામાયિક બે નથી પરંતુ એકજ વસ્તુના બે નામે છે
ચતુર્ગતિના ભયસ્થાનો સંસારમાં સુખ અને દુઃખને દ્રઢ છે. ખરેખર સુખ જેવી કઈ વસ્તુજ નથી. દુઃખની માત્રાની અલ્પતને સુખ એવું નામ આપી દેવામાં આવ્યું છે. સુખની આવી મરીચિકામાં ફસાએલે માણસ સુખની શોધમાં રાત દિવસ ફાંફાં માર્યા કરે છે, પરંતુ સુખનાં બી વાવવા જતાં દુઃખનાં બી વવાઈ જાય છે. સુખની ઈચ્છામાંથી જ દુઃખને જન્મ થાય છે. દુઃખ અને સુખ જીવનનાં અનિવાર્ય પાસાં છે. આ બંનેમાંથી કેઈ એકને સ્વીકાર અને બીજાને અસ્વીકાર અશક્ય બની જાય છે. જે જીવનમાં નિતાંત દુઃખ જ હેત તે માનવ જાતને વારંવાર જાગૃત કરવાની ભગવાન મહાવીર કે ભગવાન બુદ્ધને જરૂર ન પડત. લેકે દુઃખથી ઘણા ગભરાય છે. સૌ દુઃખને છોડવા ઈચ્છે છે અને સુખને મેળવવા ચાહે છે, છતાં દુઃખથી ભાગીને સંન્યાસી થઈ જતા નથી. દુઃખથી પીડિત રહેવા છતાં તે દુઃખથી ભાગી જતા નથી માટે દુઃખથી ભિન્ન એવું કઈ અનેરું આકર્ષણ હેવું જ જોઈએ જે દુખના દરિયા વચ્ચે પણ તેમને અટકાવી અને રોકી રાખે છે.
જે દુખ સાથે ક્યારેય પણ સુખના કણની અનુભૂતિ ન થવા પામી હતી તે માણસ દુઃખથી કંટાળી અવશ્ય ભાગી જવા પ્રયત્ન કરત. પરંતુ સુખની આશા અને અભીપ્સામાં તે આ મેટા દુઃખના પહાડને પણ વહન કર્યું જાય છે. કણભર સુખને માટે મણભર દુઃખ સહન કરવા તે તૈયાર રહે છે એને અર્થ જ એ છે કે, તેને મન મેટા દુઃખ કરતાં ક્ષણભર સુખની કિંમત વધારે છે. એટલે સુખ પણ સત્ય છે. પરંતુ એકાંત ત્યાગને વરેલા દુઃખ પર ભાર મૂકે છે તે ગની પ્રમુખતાવાળા સુખને જ જોઈ શકે છે. ત્યાગીઓની દષ્ટિમાં સુખનું કયાંય દર્શન નથી