________________
૧૪૪ : ભેદ્યા પાષાણ, ખાલ્યાં દ્વાર
ભગવાન રામનું માનસ આ વિષે સ ંદિગ્ધ બની ગયુ. તેમના મનમાં આ સત્યની પરીક્ષા માટેના ભારે વિકલ્પે ઊભા થયા. તેમણે મન સાથે નિય કર્યાં કે, મારે એકલાએ જ જઇ આ વાતની પરીક્ષા કરી લેવી. કથા ઘણી સરસ છે. એક દિવસ અંધારી રાતમાં, જ્યારે આખુ જગત નિદ્રાદેવીની સુખદાયી ગોદમાં નિશ્ચિતતાપૂર્વક વિશ્રાંતિ લઇ રહ્યું હતું, ત્યારે કોઇ ન જુએ તેમ, તે એકલા સમુદ્ર કિનારે આવ્યા. અંધારામાં કોઈ ન જુએ તેમ હાથમાં પાણાને લઇ, કઇ જોતું નથી એમ ચારે બાજુ નજર નાખી, તેઓ સમુદ્રમાં પથ્થર ફૂંકવા લાગ્યા.
પથ્થર ભારે દ્રવ્ય હાવાને કારણે, પેાતાના સ્વભાવ પ્રમાણે, સમુદ્રમાં ડૂબી જવા લાગ્યા. આથી રામને ખૂબ આશ્ચય થયુ. તેમણે ચારે બાજુ દૃષ્ટિ નાખી, કોઈ જોતું તે નથીને ? પણ જેવી તેમની દૃષ્ટિ પાછળ ગઈ, કે પોતાના પરમ ભક્ત હનુમાનને તેમણે જોયા. હનુમાનને જોઇ તે ખચકાઈ ગયા. તેઓ એમ માનતા હતા કે, મારી આ ક્રિયા કોઇએ જોઈ નથી. પરંતુ તેમની આ કલ્પના ખેાટી નીવડી. હનુમાનને જોઇ તેઓ આશ્ચયમાં પડી ગયા, અને કહેવા લાગ્યા: ‘હનુમાન ! તેં કઇ જોયુ. તે નથીને ?' હનુમાન કહે: ‘ભગવન્ ! એમાં જોવાની કે આશ્ચયની વાત જ શું છે? તમે જેને ફેકી દેવા ઇચ્છો તે તેા ડૂબી જ જાયને ? જેને તમે રાખવા માંગે તે જ રહી શકે. તમે પાણાને ફેંકી દેવા માંગતા હતા, એટલે તે ડૂબે જ ને ?’
હનુમાનના અંતરમાં ભગવાન રામ પ્રત્યે અનુપમ નિષ્ઠા હતી. હનુમાનની જગ્યાએ જો તમારા જેવા ભકત ક્રાત તા કહેત, લેાકેા ભલે રામનામથી પથરા તરી જવાની વાત કરે, પરંતુ મેં સાક્ષાત્ રામને પથરા નાખતા જોયા, અને તે ડૂબી ગયા.
હનુમાનની દૃષ્ટિમાં તા રામ ભગવાન હતા. હનુમાનને રૂંવાડે રૂંવાડે રામ બ્યાપેલા હતા. તેના શ્વાસોચ્છ્વાસ અને નસેનસમાં રામનું નામ જ રમી રહ્યું હતું. રામ વગર તેમનુ જીવન નિરક હતું. એટલે એમની દૃષ્ટિમાં રામ એક પરમ પરમાત્મા હતા.
હનુમાનની રામ વિષેની આ ભક્તિ કેવી હતી તે પણ જાણવા જેવી વાત છે. લંકાના વિજય પછી રામ અયેાધ્યામાં પધાર્યાં અને ગાદીનશીન થયા. દરેકને પુરસ્કારો વિતરિત કરવામાં આવ્યા. ત્યારે હનુમાનના અપૂર્વ કાર્ય કૌશલ્ય અને ભાગના બદલામાં સીતાજીએ તેમને કીમતી હીરાના હાર આપ્યા. હીરાના હાર હાથમાં આવતાં જ, સ્વભાવથી ચંચળ અને વાનર સ્વરૂપ હનુમાન, પથ્થર લઇને તે હારને તેડવા લાગ્યા. સીતા અને બીજા સભાસદોને હનુમાનજીની આ રીત ગમી નહિ. તેમણે એ કીમતી હારનાં લખાણ કરી, હનુમાનજીને તે સાચવવાની ભલામણુ કરી. પરંતુ હનુમાનને ગળે તેમની વાત ન ઊતરી. હનુમાનજીએ કહ્યું: હું જ વસ્તુને મારી પાસે રાખું છું, જેમાં મારા રામ હૈાય. આ હીરાના હારના ઉપરના ભાગમાં મને કયાંય મારા રામ દેખાતા નથી એટલે મે વિચાર્યું કે, કદાચ તેના અંદરના ભાગમાં હશે. તેથી તેના હીરા ભાંગી ભાંગીને હું તેમાંથી મારા રામને ગાતી રહ્યો છું. રામ વગરના હાર લાખને! હાય તે પણ
6