________________
૧૩૬ : ભેઘા પાષાણ, ખેલ્યાં દ્વાર
નિગેદના જીવના ભવને ક્ષુદ્રભવ કહેવાય છે. જૈન કાળગણના અનુસાર અસંખ્યાત સમયની આવલિકા હોય છે. સંખ્યાત આલિકાને એક ઉચશ્વાસ–નિશ્વાસ હોય છે. એક રોગરહિત નિશ્ચિત તરુણ પુરુષના એક વાર શ્વાસ લેવા અને છોડવાના કાળને એક શ્વાસે શ્વાસ કાળ કહેવાય છે. સાત શ્વાસોચ્છવાસ કાળને એક સ્તક થાય છે. સાત સ્તકને એક લવ થાય છે. સાડા આડત્રીસ લવની એક ઘડી થાય છે. બે ઘડીનું એક મુહૂર્ત થાય છે. એક મુહૂર્તમાં શ્વાસેચ્છવાસની સંખ્યા કાઢવા માટે ૧ મુ × ૨ ઘ. ૪ ૩૮ લવ x ૭ સ્તંક x ૭ ઉદ્ઘાસ-આ બધાનું ગુણન ફળ ૩૭૭૩ સંખ્યા આવે છે. એક મુહૂર્તમાં એક નિગેદિયાને જીવ ૬૫૫૩૬ વાર જન્મ લે છે. એટલે ૫૫૩૬ ને ૩૭૭૩થી ભાગવાથી ૧૭૩૯ લબ્ધ આવે છે. સારાંશ એ છે કે, એક શ્વાસે વાસ કાળમાં સત્તરથી પણ કાંઈક અધિક ક્ષુદ્રભવ પ્રમાણ જાણવું જોઈએ.
આધુનિક કાળગણના મુજબ એક મુહૂર્તના ૪૮ મિનિટ હોય છે. એક મુહૂર્તમાં ૩૭૭૩ શ્વાસોશ્વાસ હોય છે. ૩૭૭૩ને ૪૮થી ભાગવાથી એક મિનિટમાં લગભગ સાડા અઠ્ઠોતેર શ્વાસોચ્છવાસ આવે છે. એટલે એક વાસે રવાસ કાળ એક સેકંડથી પણ અલ્પ હોય છે. આટલા જ કાળમાં એક નિગેદિયે જીવ સત્તરથી પણ કાંઈક વધારે જન્મ ધારણ કરે છે.
પર્શેન્દ્રિય સિવાય નિગોદના ને બીજી કશી જ ઇન્દ્રિય કે સાધન હોતાં નથી. આખા જગતમાં નિગદના ભર્યા પડ્યા છે. સ્પર્શેન્દ્રિયબળ પ્રાણ, કાયબળ પ્રાણુ, આયુષ્ય બળ પ્રાણ અને શ્વાચ્છવાસબળ પ્રાણ એમ ચાર પ્રાણ તેમને હોય છે. આવી મુશકેલીભરી અને વિચિત્ર અસહાય અવસ્થામાં તેમને નાને એ કાળ વ્યતીત કરવાને નથી પરંતુ અનંતાનંત કાળ એની એ પરિસ્થિતિમાં તેમને વ્યતીત કરવાનું હોય છે. આજની કાળ ગણતરી મુજબને હિસાબ કરવામાં આવે તે, એક સેકંડ કરતાં પણ ઓછા કાળમાં નિગેદના જ સાડાસત્તર વખત એક નિમાંથી બીજી એનિમાં (પણ નિગોદમાં જ) આવ-જા કરે છે. તેમનો જન્મ અને મરણનાં દુખે અસામાન્ય હોય છે. આવાં દુઃખેની પરંપરામાં આ જ અનંતકાળ સુધી સબડતા રહે છે. આવી રીતે જન્મમરણ પામતાં તેમને જે દુઓ થાય છે તે તે તેઓ પોતે જ જાણી અનુભવી શકે છે. આવા અને જન્મ-મરણની સંતાપભરી અવસ્થામાંથી એક મિનિટ માટે પણ વિશ્રાંતિ મળતી નથી. અનંતકાલિન આ ચક્રની ભુલભુલામણીમાંથી અકામ નિર્જરાના બળે કંઈક પુણ્ય સામગ્રી ભેગી થતાં, નિગેદમાંથી તેઓ નીકળે છે ખરા, છતાં એકેન્દ્રિયપણું તે હજુ પણ તેમની સાથે જ રહે છે. તેઓ પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ એમ વિવિધ પર્યાયમાં અસંખ્યાત કાળ સુધી જન્મમરણ કર્યા જ કરે છે. વનસ્પતિના પર્યાયમાં તે ભૂલે ન પડે તે જ અસંખ્યાતે કાળ છે. અન્યથા વનસ્પતિના પર્યાયમાં તે અનંતકાળ નીકળી જાય છે. આ બધા ની સ્થિતિ કેટલી દયાભરી અને અસહાય હોય છે તે આપણે નજરે જોઈએ છીએ.