________________
ચતુર્ગતિના ભયસ્થાને : ૧૩૯ જન્મ પછી પણ બાળકને ભૂખ, તરસની પીડા સતાવતી હોય છે. આ દિવસ બાળક રડ્યા કરે છે. જ્યારે ભૂખ લાગતી હોય ત્યારે મા તેને સુવડાવતી હેય, અને ઊંઘ આવતી હોય ત્યારે મા તેને ધવરાવતી હોય એમ પણ બને છે. મળમૂત્રથી ખરડાયેલી પથારીમાં ઘણું વખત સુધી તેને પડયા રહેવું પડે છે. પરાધીનતાપૂર્વક આ બધું તેને સહન કરવું પડે છે. ભૂલેચૂકે પણ જે સ્ત્રી પર્યાયમાં જન્મ થયે તે તે પછી કમનસીબીનું પૂછવું શું? કન્યાના જન્મ સાથે જ મા બાપનાં હૃદયમાં ચિંતા અને અસમાધિને જન્મ થઈ જાય છે. માબાપ તેને પિતાનું જીવતું જાગતું કરજ માને છે. ઘરને ઉકરડે કે સાપનો ભારો માની, ઘરથી બહાર કાઢવાની ચિંતામાં મગ્ન રહે છે. તેની સાથે પરણાવવી એ પણ માબાપ માટે કેયડે થઈ જાય છે. ગાય અને દીકરી જ્યાં દરે ત્યાં દેરાય–એ કહેવત અનુસાર તેને પિતાને પતિ ઈષ્ટ હોય કે અનિષ્ટ, ભણેલે હોય કે અભણ, સુંદર હોય કે કદરૂપ, સ્વસ્થ હોય કે અસ્વસ્થ-ઈચ્છાઓ કે અનિચ્છાએ પણ તેને તેની પાછળ જવું પડે છે. આ રીતે મનુષ્ય જન્મમાં અનેક વિડંબનાઓ પિતાની જાળ પાથરી ઊભી જ હોય છે.
વૃદ્ધાવસ્થાનાં દુખોને તો પાર જ રહેતો નથી. ઘરમાં તે બધાંને અપ્રિય થઈ પડે છે. સૌના કટાક્ષને તે પાત્ર બની જાય છે. તેને જીવન કરતાં મૃત્યુ સુખદાયી થઈ જાય છે. તેનાં ઈન્દ્રિય અને અવયવે શિથિલ બની જાય છે. કંપવા ઘર કરી જાય છે. પગ લથડિયાં ખાવા માંડે છે. મોટેથી લાળ અને નાકમાંથી લીંટ ટપકવા લાગે છે. ઈન્દ્રિયે બરાબર કામ કરતી નથી. તે જીવતો પણ બિચારે મરેલા જે સહુના ઉપહાસને પાત્ર બની જાય છે.
મંદ કષાયને લઈ તે દેવાયુષ્ય અને દેવગતિને બાંધે, તે ત્યાં પણ શાંતિ કે સમાધિ નથી. આપણે કલ્પનામાં દેવલોક સુખને ખજાને છે. મનુષ્ય કરતાં તેમની ચઢિયાતી પુણ્ય સામગ્રી હોય છે તેમાં શંકા નથી. પરંતુ ઈર્ષા, વેરઝેર વગેરે જે આંતરિક અશાંતિ છે, તેના મૂળ તે દેશમાં પણ સુરક્ષિત પડ્યાં હોય છે. તેઓ પણ એક બીજાની સમૃદ્ધિને જોઈ આંતરિક નબળાઈઓથી સળગતા હોય છે. કાષાયિક વૃત્તિના અભાવમાં અશાંતિમૂલક જગત જ્યાં ત્યાં બધે સમાન ભૂમિકાએ સમાન જ ભાગ ભજવતું હોય છે. દેવે પણ બીજા દેવેની વધુ સુંદર અપ્સરાઓ જોઈ, તેમજ તેમના ઐશ્વર્યાની વિપુલતા જોઈ પીડાતા હોય છે. બીજાની અસરાઓ અને વૈભવનાં અપહરણ કરવા મથતા હોય છે. આ રીતે સમ્યગ્દર્શનના અભાવમાં આકુળ વ્યાકુળતાનાં પરિણામમાં ઉદ્વિગ્નતા અને વ્યગ્રતા અનુભવતા હોય છે.
- ઉપર્યુક્ત સત્યને સમજવા માટે ભગવતી સૂત્રને એક જ દાખલે પર્યાપ્ત થઈ પડશે. તે મુજબ, પહેલા અને બીજા દેવલેકના જ દે માત્ર નહિ, દેવેન્દ્રો પણ એકબીજાની સમૃદ્ધિને જોઈ શકતા નથી. તેમની વચ્ચે પણ વખતેવખત ગજગ્રાહ ઊભા થતા હોય છે. સામાન્ય મનુષ્યની માફક માત્ર બોલચાલમાં જ તે ગજગ્રાહોનું પર્યવસાન થતું નથી, પરંતુ આગળ વધી તે બંને