________________
पताइ भयमाणस्स बिबित्त सयणासण | अप्पाहारस्स द तस्स देवा दंसति ताइणेो ॥
સમાધિ સ્થાને ઃ ૧૨૭
દેવ દર્શનરૂપ આ ચતુર્થ સમાધિ સ્થાન છે. જે સાધુ અંત-પ્રાન્ત (સાધારણ અને નિરસ) આહાર કરનાર છે, જેની આહાર માત્રા-શરીર નિર્બાના હેતુથી અત્યલ્પ છે, જે પાંચ ઇન્દ્રિયા અને મનના નિરોધ કરનાર છે, જે સ્ત્રી, પશુ, પંડક (નપુંસક) રાહત શય્યા–આસનનું સેવન કરનાર છે, જે ષડ્ જીનિકાયના રક્ષક છે, તે દેવ દર્શનના અધિકારી છે. શાંતચિત્ત, મેધાવી, ગાંભીર્યાદિાયુક્ત મુનિએને દેવતા સાક્ષાત્ દર્શન દે છે. દેવ દનથી શાસ્ત્રીય દેવ ભન પ્રત્યક્ષ થઈ જાય છે. તેથી ધર્મ, શાસ્ત્ર અને વીતરાગ દેવ તરફ અસાધારણુ શ્રદ્ધાના આર્ભાિવ થાય છે. પરિણામે આત્મા સ્વસ્થ અને સમાધિસ્થ બને છે.
सव्वकामविरत्तस्स
खमणेा મમેલ । तो से ओही भबइ स जबस्स तबसिणो ॥ ५ ॥
રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને શબ્દ સબંધી પાંચ કામ ભેગાની જેણે અભિલાષા ત્યાગી છે, જે ભયકર કષ્ટો અને ઉપસર્ગોને સહન કરનાર છે, જે ૧૭ ભેદ સહિત સંચમ પાલનાર છે અને જે બાર જાતના તપમાં સંલગ્ન છે તેને અવધિજ્ઞાનના આવિર્ભાવ થાય છે. અવધિજ્ઞાનથી લૌકિક ભૂત પદાર્થોને તે જાણે અને જુએ છે. તેથી તેના ચિત્તમાં શાંતરસમયી સમાધિના જન્મ થાય છે.
तवसा अवहटुलैस्सस्स दंसणं परिसुज्झइ । उड्ढ अहेतिरियं च સભ્યમનુસ્પતિ || ૬ ||
આ અધિદન રૂપ છઠ્ઠું સમાધિ સ્થાન છે. જે વ્યક્તિએ કૃષ્ણાદિ અશુભ લેશ્યાઓને આત્મ-પ્રદેશેાથી વિલગ કરેલ છે અને તપ આદિથી આત્માને શાંત, નિમાઁળ અને વિશુદ્ધ લેશ્યાવાળા બનાવેલ છે તેને અવધિદર્શન ઉપલબ્ધ થાય છે. તે દનની સહાયતાથી તે ઊર્ધ્વ, અધા અને તિય ગ્લેાકમાં રહેનારા જીવવિદ્ય પદાર્થોના સ્વરૂપને યથા જોવા લાગે છે કારણ જેના અવધિજ્ઞાનાવરણને ક્ષયેાપશમ થયે હાય તેનું દન સ્વભાવતઃ નિર્મળ થઈ જાય છે.
सुसमाहि लेस्सस्स अतिक्कस्स भिक्खुणा | सव्वतेा विमुक आया जाणाइ पज्जवे ||
આ મન:પર્યવ જ્ઞાનના પ્રાકટયરૂપ સાતમું સમાધિ સ્થાન છે જે તેજ, પદ્મ અને શુકલ લેશ્યાના ધણી છે, જેનું ચિત્ત નિશ્ચલ અને શ્રદ્ધાશીલ છે, તર્ક–મીમાંસા (વિચારણા-સંશય)ને જેણે દૂર હડસેલ્યા છે અને એનાથી જેના હૃદયમાં દઢ વિશ્વાસ જન્મ્યા છે. જે વિશુદ્ધસયમી છે, અપ્રમત્ત સયત છે તેને મન:પવ જ્ઞાન ઉત્પન્ન થાય છે. તેથી તેને સમ્યજ્ઞાન, દર્શન ચારિત્ર તથા તપ સંબધી સવિશેષ સમાધિ ઉત્પન્ન થાય છે.