________________
૧૨૬ : ભેદ્યા પાષાણ, ખેલ્યો દ્વાર
આ પ્રથમ સમાધિ સ્થાનની વાત છે. તદનુસાર, જેના ચિત્તમાં રાગદ્વેષ નથી, જેનું મન વાસના અને અહંકારથી શુન્ય બન્યું છે, કષાય-કાલુષ્યના પરિણામેના અભાવથી નિર્મળ અને સ્ફટિકની જેમ સ્વચ્છ થયું છે, તે જ આત્મા સ્થાનની પ્રાપ્તિ કરી શકે છે. એવી વ્યક્તિ સર્વવિરતિ રૂપ અને દેશવિરતિ રૂપમાં અસંદિગ્ધ ભાવથી સ્થિત થઈ નિર્વાણ પદને સમુપલબ્ધ થઈ જાય છે. એટલે સમાધિ માટેની પ્રથમ શરત એજઃ એટલે રાગ-દ્વેષ, વાસના અને અહંથી શૂન્ય હૃદય હોવું તે છે. આ જ સમાધિની આધારશિલા છે.
णइमं चित्तं समादाय भुज्जो लायंसि जायई।
acqજ ઉત્તમ કા ઉન્ન-નાળે કાળg | ૨ || જતિ સ્મરણ રૂપ ચિત્તને ઉત્પન્ન કરતે આત્મા ફરી ત્રસ અને સ્થાવર લેકમાં ઉત્પન્ન નથી થતો કારણ ઉત્તમ જ્ઞાનની સહાયતાથી એક તે તે પિતાના પૂર્વ જન્મને કે જે સંજ્ઞી રૂપે થયા છે તેને ભલી પ્રકારે જાણે છે અને બીજામાં તે પિતાને કર્તુત્વભાવ તથા લેતૃત્વભાવ પણ યથાર્થ રીતે જાણી લે છે.
આત્માનું ઉત્તમ સ્થાન સમાધિ છે જેના વડે તે શિવ ગતિને પામી શકે છે. સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્ર પણ આત્માના ઉત્તમ સ્થાને છે. એનાથી આત્મા નિર્વાણપદને પામે છે. જાતિ સ્મરણ જ્ઞાનથી આત્મા આ બધા ઉત્તમ સ્થાને જાણી શકે છે. સંયમના અસંખ્યાત સ્થાનમાંથી વિશુદ્ધ સ્થાન જ ઉત્તમ સ્થાન છે જેને જ્ઞાન વડે તે જાણી લે છે.
अहातच्च' तु सुमिण खिप्पंपासेतिसंबुडे ।।
सव्य बा ओह' तरति दुक्खदायं विमुच्चइ ॥ ४ ॥ આ સૂત્રમાં યથાર્થ સ્વપ્નને કેણ અધિકારી છે તેના વિષે એક સામાન્ય સંકેત છે. તે સ્વપ્નનું પરિણામ શું આવે છે તે સંબંધે પણ ઇશારે છે. ઈન્દ્રિયે અને મનને દુપ્રવૃત્તિઓમાંથી રેકનાર પરમ સંવત આત્મા જ યથાર્થ સ્વપ્નને દષ્ટા છે. તેનું ફળ પણ તેને યથાશીવ્ર મળી રહે છે. સ્વપ્ન દર્શનના નિમિત્તથી તે આત્મા બધી રીતે સંસારસમુદ્રથી પાર થઈ જાય છે અને આધિ-વ્યાધિ તથા ઉપાધિથી મુકત થઇ, કર્મબંધનથી મુક્ત થઈ જાય છે.
અત્રે શંકા થઈ શકે છે કે સ્વપ્નના ફળથી આત્માને મોક્ષની ઉપલબ્ધિ થઈ શકે ખરી? તેના ઉત્તરમાં આ સૂત્રનું કથન વ્યવહાર નયની પ્રધાનતાને અનુસરીને છે. જેણે વિશુદ્ધ જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપથી આત્માને નિર્મળ બનાવેલ છે તે જ આત્મા આવા પ્રકારના શુભત્વને જોઈ શકે છે જેનું અંતિમ ફળ, નિર્વાણ છે. યથાર્થ સ્વપ્ન શ્રેયસ્કર ભવિષ્ય માટેના સંકેતરૂપ હોય છે. શ્રમણ બગવાન મહાવીર સ્વામીએ દશ સપનાઓ જોયાં હતાં જેનું પારંપરિક ફળ સંસારસમુદ્રથી તરી જવાનું મળ્યું. આવું યથાર્થ સ્વપ્ન દર્શન સંવૃત–સંયત આત્માઓને જ થાય છે બીજાને નહિ.