________________
સમાાધ સ્થાનો : ૧૨૫ અજ્ઞાન જ મૃત્યુ છે. જે દિવસે આ પરમ સત્યના દન થઇ જાય છે ત્યારે અજ્ઞાન તિરહિત થઈ જાય છે. મૃત્યુ કયાંય કયારેય હતું નહિ એટલે અમૃત જ શેષ રહી જાય છે.
જ્ઞાન તેા બસ એકજ છે અને તે સ્વયંનું જ્ઞાન. પેાતાથી ભિન્ન જે કાંઇ હું જાણું છું તે તે વાસ્તવિક છતાં ઔપચારિક છે. સ્વયંનું જ્ઞાન જ સ્વયંમાં પરિપૂર્ણ છે. જેને જાણી લેવા માત્રથી બધુ જણાઈ જાય છે અને જેને ન જાણવાથી, ખીજું બધું જાણેલુ હાય છતાં કશાજ ખપતુ` કે ઉપયાગનું ઢાતું નથી.
जे बेग जाणइ से सब्ब जागइ जे सब्ध जाणइ से अग जाणइ
શાસ્ત્રની આ જે પરમ સૂક્તિઓ છે તેનું રહસ્ય પણ એ જ છે કે જાણવા જેવા એકજ આત્મા છે કે જેને જાણવાથી બધું જણાઇ જાય છે. જેના અભાવમાં આખા જગતનું વિજ્ઞાનપદા જ્ઞાનનું પણ કશુંજ મહત્ત્વ નથી.
સ્વરૂપની પ્રાપ્તિ માટે ભગવાને દશાશ્રુતસ્કન્ધની પાંચમી દશામાં દશ સમાધિ સ્થાનેા બતાવ્યા છે. અકુશળ ચિત્તને નિરોધ કરવાથી અને કુશળ ચિત્તના પ્રકટ થવા પર જ સમાધિના આવિર્ભાવ થાય છે. જેના વડે ચિત્ત મેાક્ષ માર્ગ અથવા ધર્માંધ્યાનાદિ શુભ અથવા શુદ્ધ પ્રક્રિયામાં સ્થિર રહે તે ચિત્ત સમાધિના નામે આળખાય છે. તે સમાધિ એ પ્રકારની સંભવે છે. એક દિગ્ન્ય ચિત્ત સમાધિ અને બીજી ભાવ ચિત્ત સમાધિ. દ્રવ્ય ચિત્ત સમાધિના તે તમે ડગલે અને પગલે અનુભાકતા છે તે સમજાવવાની તમને ભાગ્યે જ જરૂર હેાય. કોઈ પણ વ્યક્તિની ઇચ્છા સાંસારિક ઉપભાગ્ય પદાર્થોના ઉપભાગ કરવાની હાય, અને પુણ્ય મળે તે તેને ઉપલબ્ધ થઈ જાય, તા તેનાથી તેને જે ચિત્ત સમાધ પ્રાપ્ત થાય છે તે દ્રવ્ય . સમાધિ ગણાય છે અને જ્ઞાન દન ચારિત્રમાં ચિત્તના ઉપયોગ સ્થિર કરી, સ્વરૂપના અનુભવથી જે સ ંતોષ અને સમાધિ પ્રાપ્ત થાય તે ભાવ ચિત્ત સમાધિ છે.
જે ક્ષેત્રની ઉપલબ્ધિથી ચિત્ત સમાધિશીલ અને તે ક્ષેત્ર સમાધિ, અને જે કાળમાં ચિત્તને સમાધિ ઉત્પન્ન થાય છે તે કાળ સમાધિ કહેવાય છે. ભાવ સમાધિ તેા જ્ઞાન, દર્શીન, ચારિત્ર અને તપ રૂપ હોય છે. જે વખતે . આ આત્મમૂલક ગુણામાં ચિત્ત એકાગ્રવૃત્તિથી લાગી જાય ત્યારે ભાવ સમાધિની ઉત્પત્તિ થાય છે. આ બધામાં પરસ્પર નૈમિત્તિક સંબંધ પણ છે, કારણુ ક્ષેત્ર આઢિ શુદ્ધ હશે તેા મન અનાયાસ જ સમાધિની દિશામાં વળી જશે. સમાધિ માટેની આ પૂર્વ ભૂમિકા જાણ્યા પછી શાસ્ત્રની ગાથાઓના આધારથી જ દેશ સમાધિ સ્થાનો વિચારી જોઇએ.
ओयं चितं समादाय झाणं समुप्पज्जइ । धम्मेठिओ अवि मणेो निब्वाणमभिगच्छइ ॥ १ ॥