________________
૧૨૮: ભેઘા પાષાણુ, બોલ્યાં દ્વાર
जयासे जाणाबरणं सव्व होइ खय गय । तओ से लोगमलोग च जिणो जाणति केवली ॥ ८ ॥ जयासे दसणाबरण सव्व होड खय गय' तो लोगमलोग च जिणो पासति केवली ॥ ९ ॥
આ બે ગાથામાં ક્રમશઃ કેવળ જ્ઞાન અને કેવળ દર્શન રૂપ આઠમું અને નવમું સમાધિ સ્થાન બતાવેલ છે. જેના જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મેહનીય અને અંતરાય રૂ૫ ચાર ઘનઘાતક કર્મ ક્ષયંગત થઈ જાય છે તે જિન ભગવાન થઈ જાય છે. કેવળજ્ઞાન અને કેવળદર્શનને ધારણ કરનારે હેઈ તે કેવળીના નામથી ઓળખાય છે. સર્વ કર્મોનો ક્ષય થવાના કારણે તે સર્વજ્ઞ–સર્વદશી થઈ સંપૂર્ણ મર્ત—અમૂર્ત પદાર્થોને જાણનાર અને જેનાર થઈ જાય છે. આ સમાધિ અગ્રુત હોય છે. આ સમાધિમાં પડવાનું કે તરતમતા આવવાનું ભયસ્થાન નથી.
તાડ વૃક્ષને પિષણ આપનારી ઘણી નસ હોય છે પરંતુ એક પ્રમુખ નસને જો તીણ સેય જેવા શસથી છેદન કરવામાં આવે તે તે તાડ વૃક્ષ આખું સુકાઈ જાય છે. બરાબર એ જ રીતે મેહનીય કર્મના ક્ષય થવા પર જ્ઞાનાવરણીયાદિ ઘાતી કર્મો સ્વયં નાશ પામી જાય છે. મસ્તક કપાઈ જવાથી જેમ શેષ અંગ અને આત્મા પણ પ્રાણવાયુથી શૂન્ય થઈ જાય છે, સેનાપતિના મૃત્યુથી જેમ સેના ભાગી જાય છે, ધૂમાડા રહિત અગ્નિ જેમ લાકડા આદિ ઉત્પાદક કારણેના અભાવથી સ્વયં શાંત થઈ જાય છે, તેમ મેહનીય કર્મને નાશ થવાથી, શેષ બધા કર્મો સ્વયં નષ્ટ થઈ જાય છે. જેમ સુકાએલા વૃક્ષે જળ સિંચનથી પુનઃ જીવિત નથી થતા, જેમ બળી ગયેલા બીજો પુનઃ અંકુરિત થતા નથી, તેમ કર્મ બીજના દિગ્ધ થવા પર જન્મ મરણ રૂપ અંકુર અંકુરિત થતા નથી.
चिच्या ओरालिय बादि नामगोयच केवली । आउय वेयणिज्ज च छित्ता मवति निरमे ।।
આ ચરમ અને દશમ સમાધિ સ્થાન છે. જ્યારે અંત સમય આવે છે ત્યારે કેવલી ભગવાન દારિક, સેન્સ અને કાર્માણ શરીરને તથા નામ, આયુ, ગોત્ર અને વેદનીય કર્મોને પિતાના આત્મ પ્રદેશોથી પૃથફ કરી, કર્મપ્રદેશ રહિત થઈ, મોક્ષ મેળવી લે છે. તેવા જીવને સાદિ અનંત પદની પ્રાપ્તિ થઈ જાય છે. તે પવિત્ર આત્મા સિદ્ધ, બુદ્ધ, મુકત, અજર, અમર, નિત્ય, શાશ્વત આદિ અનેક નામથી ઓળખાવા લાગે છે.
આ દશે પ્રકારની સમાધિ મા ધર્મ ચિંતન ઉપર આધારિત છે. એટલે સમાધિ મેળવવા ઈચ્છતી વ્યક્તિએ ધર્મ ચિંતન અથવા અનુપ્રેક્ષામાં રત રહેવું જોઈએ. આજ મોક્ષનું પરમ દ્વાર છે.