________________
૧૩૦ : ભેઘા પાષાણ, ખેલ્યાં દ્વાર આ જ એક વિશેષતા છે. સીતાને શોધવા તેઓ પિતાની આખી જિંદગીને હોડમાં મૂકે છે અને એક ઘેબીના નાસમજ શબ્દ સાંભળી તે જ સીતાને પાછા જંગલમાં તજી પણ દે છે. રાવણ સાથે જીવ સટોસટની લડાઈ કરીને અથાગ પરિશ્રમ પૂર્વક તેઓ લંકાનું રાજ્ય મેળવે છે અને એકક્ષણમાં, કાંઈ જ વિચાર કર્યા વગર, પાછું તેને દાનમાં પણ આપી દે છે. આ બધું જ રામને માટે વાસ્તવિક હેત, લીલા કે ક્રીડા ન દેત તે ભારે મુશ્કેલી થાત. પરંતુ રામને માટે ખરેખર આ બધું વાસ્તવિક ન હતું, માત્ર અભિનયને જ એક ભાગ હતે. રામ અતિશય ગંભીર છે. અન્યથા એક નજીવી, નાનકડી, નગણ્ય વાત માટે, એક બેબીની વાત સાંભળીને સીતાને ત્યાગ કરે ખરા? પરંતુ આ એક તેમના અભિનયની જ પૂર્તિ હતી.
શ્રી રામને આ પણ એક બીજો અભિનય છે. સી ખવાઈ ગયાં છે. રામ ભારે આકંદ અને વિલાપ કરી રહ્યા છે. ગાંડાની માફક જંગલમાં આમ તેમ ભટકી રહ્યા છે. અને સીતાજીને શોધી રહ્યા છે. જંગલનાં વૃક્ષોને પૂછી રહ્યા છે કે મારી સીતા ક્યાં છે ? આશ્ચર્યની વાત તે એ છે કે, રામ સીતાની ઈચ્છાથી જ સેનાના મૃગને મેળવવા તેની પાછળ ભાગ્યા છે. આપણે પણ જાણીએ છીએ કે, સેનાને મૃગ હેતું નથી. છતાં રામ સેનાના મૃગની પાછળ દેટ મૂકે છે. આ બધા શ્રીરામના અભિનયને જ એક કિમતી અને હૃદયસ્પર્શ ભાગ છે..
સેનાના મૃગની પાછળ અમ દેડે છે અને લક્ષમણને ઉદ્દેશીને મોટા અવાજે બૂમ પણ મારે છે- લક્ષ્મણ ! આવ, મને બચાવ!” લમણજી શ્રીરામના આ ઉદ્ગારે બરાબર સાંભળે છે પણ સીતાને એકલા મૂકી, લક્ષ્મણજી જવા તૈયાર થતા નથી. તેથી સીતાજી ભારે મુંઝવણમાં પડી જાય છે. લક્રમણને જવા માટે તેઓ દબાણ કરે છે, પરંતુ લમણ એકના બે થતા નથી. તેઓ કહે છે, મોટાભાઈ મને તમારા રક્ષણની જવાબદારી સોંપીને ગયા છે એટલે હું જઈશ જ નહિ. સીતા માટે તે અસહ્ય બની જાય છે. તેઓ લમણજીને ન કહેવાના શબ્દો પણ કહે છે. સીતાજી લક્ષ્મણને આવા કડવા શબ્દો ક્યારે કહી શકે કે જ્યારે તેણીની દષ્ટિએ આ એક અભિનયને જ હિસ્સો હોય.રામ અને સીતાની દષ્ટિમાં તે આ બધે અભિનયને જ એક ભાગ હતું. પરંતુ લમણજીની દષ્ટિમાં આ એક હકીકત હતી. એટલે સીતાના તીખા તમતમતા અને બંગભર્યા શબ્દોની તેમના મન પર ભારે માડી અસર થઈ. તેઓ રામને ભૂલી ગયા, સીતા પણ ભૂલાઈ ગયાં, અને તે બન્નેને સ્થાને કેધે સુદ્ર સ્વરૂપ ધારણ કર્યું. કંધના આવેશમાં રામના આદેશનું પ્રાણાતે પણ પાલન કરવાની વાત વિસરાઈ ગઈ, અને કાંઈજ વિચાર્યા વગર તેઓ સીતાને છેડી ચાલી નીકળ્યા.
સીતા જેવી દેવીના મઢેથી આવા કઠોર અને અજુગતા શબ્દ ઘણાને ભારે કષ્ટપૂર્ણ લાગશે. સીતાના આ જાતના અભદ્ર અને કઠેર વ્યવહારની ભારે કિલષ્ટ ટીકા પણ થશે. પરંતુ આ બધું તેમને જ લાગશે અથવા તેઓ જ કરશે, જેઓ આ આખી લીલાની પૂરેપૂરી વ્યવસ્થા સમજતા નથી. સીતા અને રામના આ બધા વ્યવહારે, તેમની જે પાત્રતા, એગ્યતા, ક્ષમતા