________________
૧૨૪: ભેદ્યા પાષાણ, છેલ્યાં દ્વાર
કુરુ શ્રેષ્ઠ અર્જુન ! યોના પરિણામરૂપ જ્ઞાનામૃતને ભેગવનારા ગીજને સનાતન પરબ્રહ્મ પરમાત્માને ઉપલબ્ધ થઈ જાય છે. અને યજ્ઞરહિત પુરુષ માટે આ મનુષ્ય લોક પણ સુખદાયક નથી તે પછી પરલેક કેમ સુખદાયક થશે ?
જેનું જીવન યજ્ઞરૂપ છે એમ જે અહીં કહ્યું છે તેનું તાત્પર્ય એ છે કે જેનું મન વાસના રહિત, અહંકાર શૂન્ય અને કામનાઓથી રિક્ત છે તેવા પુરુષે પરાત્પર પરબ્રહ્મને ઉપલબ્ધ થાય છે, અમૃતત્વ અને આનંદને સંપ્રાપ્ત થાય છે. પરંતુ જેનું જીવન યજ્ઞરૂપ નથી એટલે કે જે વાસનાઓ અને અહંકારની આસપાસ જ ફર્યા કરે છે, તેઓ તેની સુવર્ણ જાળમાંથી મુક્ત થઈ શકતા નથી. તેમને આ લેકમાં પણ આનંદની ઉપલબ્ધિ થતી નથી, તે પછી પલકની તે વાતજ ક્યાં રહી? જેની આકાંક્ષાઓ અને અહેમલક મમતાઓ ક્ષીણ થઈ જાય છે તે પિતાની આજુબાજુ ફરતું નથી. તે તે પરમાત્માની આજુબાજુ પરિભ્રમણ કરતે થઈ જાય છે.
તમે આમ તે સ્થાનકવાસી છે છતાં તમે મંદિરમાં નહિ જતા છે એમ તે કેમ માની શકાય? જો તમે મંદિરમાં ગયા હશો તે મંદિરની વેદીની ચારે બાજુ બનાવેલી પરિક્રમાને પણ અવશ્ય જોઈ હશે. પરંતુ તેના મર્મ વિષેને તમે ભાગ્યે જ વિચાર કર્યો હશે. મંદિરમાં પરમાત્માની વેદીની આસપાસ જે પરિક્રમા છે તે તે તેવા પુરુષનું પ્રતીક છે કે જેઓ અહંકારથી મુક્ત થઈ ગયા છે, જેમને કઈ જ અહંકાર ન હોય અને જે પરમાત્માની આજુબાજુ જ જીવનમાં પરિભ્રમણ કરી રહ્યા હોય. અહંકારના અસ્તિત્વમાં જ માણસ પોતાની જાતને કેન્દ્ર બનાવી પિતાના અસ્તિત્વમાં પરમ અસ્તિત્વના અસ્તિત્વને વિસરી જાય છે. અહંના વિસર્જન સાથે પિતે શૂન્ય થઈ ગયું હોય છે. હવે તેને પિતાનું કેન્દ્ર રહ્યું નહિ કે જેની આસપાસ તે ફરી શકે. હવે તે સમષ્ટિમય થઈ ગયું હોય છે. પરમાત્માને ઉપગ્રહ થઈ ગયે હોય છે. હવે પરમાત્મા જ કેન્દ્રમાં થઈ જાય છે. હવે પરમાત્મ ભાવ સિવાય કશું જ અવશેષ રહેતું નથી. એટલે જ્યારે વ્યક્તિ વાસના અને અહંકારથી શૂન્ય થઈ જાય છે ત્યારે જ તેનું જીવન યજ્ઞ થઈ જાય છે.
જેનું જીવન યજ્ઞમય થઈ જાય તે જ્ઞાન રૂપી અમૃતને ઉપલબ્ધ થઈ જાય છે. આ જગતમાં અજ્ઞાન સિવાય બીજું મૃત્યુ નથી. અજ્ઞાન જ મૃત્યુ છે. અજ્ઞાન જ મૃત્યુ છે એને અર્થ એ થયે કે મૃત્યુ જેવી કઈ ચીજ જ નથી. આપણે જાણતા નથી એટલે મૃત્યુ દેખાય છે. મૃત્યુ અશક્ય છે. મૃત્યુ આ પૃથ્વીની સર્વાધિક અસંભવ ઘટના છે જે છે નહિ, હતું નહિ, અને હશે નહિ, છતાં પ્રતિપળ તેને ભય આપણને પરેશાન કર્યું જાય છે. તે મૃત્યુ આપણને દેખાય છે કારણ આપણે જાણતા નથી. આપણે અજ્ઞાનમાં, અંધારામાં ઊભાં છીએ. જે શાશ્વત છે, સનાતન છે, અમર છે, મરતે નથી છતાં મરતે દેખાય છે તે જ અજ્ઞાન છે અને એ અર્થમાં