________________
સમાધિ સ્થાને ૧૨૩
સમાધિ સ્થાનો
જ્યારે ચિત્ત ઉપર વાસનાની કશી જ લહરે ઊઠતી નથી, કામના અને આકાંક્ષાના ઝંઝાવાતની અસરથી જ્યારે મન શૂન્ય હોય છે ત્યારે ચિત્ત પિતામાં રમતી શકિતથી આંદોલિત થતું નથી, ત્યારે મન સરોવરની માફક શાંત અને મૌન બની જાય છે, સ્થિર થઈ જાય છે. આ સ્થિરતા જ તેને દર્પણની યેગ્યતા આપી દે છે. પછી તે તે સરોવરમાં આકાશને ચાંદ અને તારા પણ ઝબકવા માંડે છે. આકાશને સૂર્ય પણ પૂરા સ્વરૂપમાં તેમાં પ્રતિફલિત થાય છે. આ નાનકડા સરેવરમાં આખું આકાશ પકડાઈ જાય છે. અનંત આકાશ-વિરાટ આકાશ કે જેની કોઈ સીમા નથી તે આમ એક નાનકડા સરોવરની સપાટી ઉપર પ્રતિબિંબિત થઈ જાય છે. સરેવર જેવા વિશુદ્ધ દર્પણ જેવા ચિત્તમાં પરમાત્મા છવાઈ જાય છે. એટલે તે કહેવાય છે કે, ભક્તના હૃદયમાં પણ વિરાટ પરમાત્મા સમાઈ જાય છે.
નાનકડા દર્પણમાં સૂર્ય પ્રતિબિંબિત થઈ જાય છે. નાનકડી આંખ સર્વોત્કૃષ્ટ શિખરને પણ પિતાની દષ્ટિમાં પકડી લે છે. આંખ ભલે નાની રહી, આકાશ, સૂર્ય કે વિરાટ ભલે મેટાં અને અસીમ રહ્યાં, છતાં પ્રતિફલનની ક્ષમતા અનંત છે. નાનકડી આંખમાં પ્રતિફલનની ક્ષમતા અનંત છે. આ રીતે આંખ નાની નથી, અવરેસ્ટ શિખર એક રીતે નાનું થઈ જાય છે. એ જ રીતે ભક્તના નાનકડા હૃદય સામે અસીમ અને વિરાટ પરમાત્મા પણ વામન થઈ જાય છે.
પરંતુ આવા વિરાટ પરમાત્માને હૃદયમાં સમાવવા માટે હૃદય સંપૂર્ણ શાંત, મન, વાસના અને સંકલ્પ-વિકલ્પથી રિક્ત, શૂન્ય હોવું જોઈએ. જ્યાં સુધી કઈ માણસ કઈ પણ યેય પર પહોંચવાની ઈચ્છા રાખે છે, પછી ભલે તે ધ્યેય ધનપ્રાપ્તિનું હોય કે યશપ્રાતિનું, પણ તે ધ્યેયને સિદ્ધ કરવા પરેશાન થતો જ રહે છે. તેનામાં તેની પ્રાપ્તિ માટેની એવી તે તાલાવેલી લાગે છે કે પછી તેનું મન શાંત રહી શકતું નથી. સાધુઓ પણ આમ કામનાઓના નામથી સંત્રસ્ત અને પીડિત છે, પછી ભલે તે કામનાઓ આત્મા, પરમાત્મા કે મોક્ષની પ્રાપ્તિની હાય ! જો પરમાત્માને મેળવવાની પણ કામને હશે, તો ત્યાં પણ સૂક્ષ્મરૂપમાં વાસના જ કામ કરતી હશે. માત્ર કામનાએ રૂપ બદલ્યું એટલું જ. કામના તે કામનારૂપે ઊભી રહી. વિષય બદલાયો પરંતુ કામના બદલાયું નહિ. ધનની કામનાની જગ્યા ધમેં લીધી, સુખનું સ્થાન સ્વર્ગે સ્વીકાર્યું, પદાર્થની જગ્યાએ પરમાત્મા આવી ઉભું રહ્યો, મકાનની કામના મંદિરમાં પરિવર્તિત થઈ, પરંતુ કામના એક યા બીજા રૂપમાં જીતી ને જીવતી જ રહી. પિતાને જીવિત રાખવાના મનના આ બધા ઉપાય છે, મનની તરકીબે છે. ગીતામાં કહ્યું છે
વફાદામૃતમ વારિત ત્રણ સનાતનમ્ | नाय लोकोऽस्त्वयज्ञस्य कुतोऽन्यः कुरसत्तम ॥