________________
શ્રદ્ધાનો પિ : ૧૨૧ ભેંઠે પડીને અંબડ ધે બળ યુકિતને પ્રકાર,
બ્રહ્માનું રૂપ ધરીને બેઠો જગને સરજનહાર...રે પ્રવાસી. અંબડે વિચાર્યું કે જૈન સાધુનાં રૂપમાં ભલે હું ન ફાવ્યું, છતાં એની શ્રદ્ધાની ચકાસણી તે મારે પૂરેપૂરી કરવી જ છે. એટલે એણે જગતના સરજનહાર બ્રહ્માનું રૂપ ધારણ કર્યું. બ્રહ્માનું રૂપ કેવું હોય તેની તે તમને ખબર છે ને ? બ્રહ્મા ચતુર્મુખ ગણાય છે. વૈક્રિય લબ્ધિના બળે ચારમુખવાળા બ્રહ્માનું સ્વરૂપ ધારણ કરી, તે ગામની વચ્ચેવચ બેસી ગયે. તેના આ સ્વરૂપને સાક્ષાત્ બ્રહ્મા માની લો કે તેને પૂજવા આવ્યા. માનવમહેરામણ ઊભરા. લેકે બ્રહ્માના દર્શનથી ધન્યતા અનુભવવા લાગ્યા. આમ સારીયે રાજગૃહીની પ્રજા તેના દર્શનાર્થે આવી. પણ એક સુલસા ન આવી. પિતાના દર્શનાર્થે સુલસાને ન આવેલી જે તે નિરાશાના વમળમાં સપડાઈ ગયે.
દર્શન કાજે લેકે ગયા સહ, સુલસા નહિ દેખાય,
કૃષ્ણની લીલા માંડી ફરીથી એમાંય નિષ્ફળ જાય..રે પ્રવાસી. અંબડ સંન્યાસીએ પિતાના બ્રહ્માના રૂપથી પણ ન આકર્ષાએલી સુલસાને આકર્ષવા હવે વિષ્ણુનું રૂપ ધારણ કર્યું. શંખ, ચક્ર, ગદા વગેરે વિષ્ણુનાં બધાં ચિહ્નો ધારણ કરી તે ઊભો. જાણે સાક્ષાત્ ભગવાન વિષ્ણુ જ જોઈ લો ! તેનાં કૃત્રિમ રૂપને સાચું રૂપ માની તેના દર્શનાર્થે લેકેનાં ટેળે ટેળાં ઊભરાવા લાગ્યાં. પરંતુ સુલસા આજે પણ ન આવી. તેથી કૃત્રિમ વિષ્ણુ
સ્વરૂપ ધારી અંબડની અશાંતિ વધી ગઈ. હજારો માણસ તેના દર્શને આવ્યા હતા પણ તેને તેના મનમાં જરાયે આનંદ ન હતું. સુલસાની અનુપસ્થિતિ તેને સાલતી હતી. સુલસાની તે પૂરેપૂરી કસોટી કરવા માંગતે હતું તેથી તેણે ફરીને નવી યુક્તિ કરી.
પચ્ચીસમો તીર્થંકર હું છું, ઢઢરે એમ પીટાય,
ભદ્રિક ભેળાં ટેળાં રે ઊમટયાં, ઘેલા થઈ હરખાયરે પ્રવાસી. તેણે ૨૫ મા તીર્થંકર અવતર્યાનું રૂપ ધારણ કર્યું. રાજગૃહીમાં નવા તીર્થકરના પદાપણથી આનંદ છવાઈ ગયે. માણસે તેમને સાંભળવા ઊમટયા. પરંતુ સુલસા તે આ વંચનામાં પણ ન છેતરાણી. તે સમજતી હતી કે અવતારે, પયગંબરો, તીર્થકરે ૨૪ જ હોય, ૨૪ થી વધારે ન જ હોય. પરમાત્મા શબ્દ પણ આ ૨૪ની સંખ્યાની સાક્ષી પૂરે છે. પ=પાંચ, ૨=૨, મા=જા, =૮, મા=જા=પ+૨+૪+૪+૪=૨૪
અંબડે ૨૫ મા તીર્થંકર આવ્યાની ભારે જાહેરાત કરી પરંતુ સુલસા તો પોતાના નિર્ણયમાં અડગ હતી. અંબડ આ અંતિમ ચાલાકીમાં પણ જ્યારે ન ફાવ્યો ત્યારે એક બાજુ જરા નિરાશ થયો, પરંતુ બીજી બાજુ સુલસાની આવી અખંડ અને અવિચળ શ્રદ્ધા અને ધર્મને લકત્તર રંગ જોઈ તે હરખાઈ ગયે. તે વિચારવા લાગ્યઃ