________________
૧૨૦ : ભેદ્યા પાષાણુ, છેલ્યાં દ્વારા શ્રદ્ધાશીલ હતું. આ અંખડ સંન્યાસી સાથે ભગવાને રાજગૃહીના રાજા શ્રેણિકના સારથિની ધર્મપત્ની મુલસાને ધર્મ લાભને સંદેશ મોકલ્ય.
અંબડ મનમાં વિચારે, કયાં મહાવીર જ્યાં આ નાર,
રાજા રાણીને નહિ, શેઠ શ્રીમંતને નહિ, સારથિના શા માન.મેરે પ્રવાસી. અંબડ આ સંદેશ મેળવી સંદેહગ્રસ્ત બની ગયે. મનુષ્ય સ્વભાવની એક નબળાઈ છે કે તે માણસનું માન તેના બાહ્ય વૈભવ, ઠાઠમાઠ, અને જે જોઈને કરે છે. તેની આંતરિક સમૃદ્ધિ તરફ તેનું ભાગ્યે જ લક્ષ્ય જતું હોય છે. અંબડ સંન્યાસીનું માનસ પણ એ જ રીતે ટેવાએલું હતું એટલે તે વિચારવા લાગે ક્યાં ભગવાન મહાવીર અને કયાં આ રાજાના નેકર સારથિની પત્ની ! ભગવાન રાજા કે રાણીને કેઈ સંદેશ મોકલતા નથી, રાજગૃહીમાં વસતા શ્રીમંત અને શાહુકાને કેઈ સંદેશે એકલતા નથી અને એક સામાન્ય સારથિનાં ધર્મપત્નીને ધર્મલાભનો સંદેશ મોકલે છે, તે તેનું કારણ શું હશે? મારી કલ્પનાથી બહારની આ વાત છે, પરંતુ તેમાં અવશ્ય કઈ જાણવા જેવું આંતરિક રહસ્ય હોવું જોઈએ. આમ સંદેશયુક્ત અંબડ વિચારવા લાગ્યા : ભગવાનના હૃદયમાં સુલસા માટેના આવા બહુમાનનું કઈ પણ ગૂઢ કારણ હોવું જોઈએ. તે કારણને જાણવા માટે મારે સુલસાની કસોટી કરવી જોઈએ.
- તે સંન્યાસીની પાસે લબ્ધિ તે હતી જ લબ્ધિના બળે વિવિધ રૂપ ધારણ કરી શકવાની કળામાં તે કુશળ હતું એટલે સુલસાની કસોટી કરવા તેણે જૈન સાધુનું રૂપ ધારણ કર્યું અને સુલસાના આંગણામાં જઈ ઊભે.
કરવી કસોટી પહેલાં સુલસાની, પછી જ ધર્મલાભની વાત, જૈન મુનિના વેષમાં જઈને, ઊભે આંગણ માંયરે પ્રવાસી.
અને–
સાધુ ન માંગે એવું એણે રે, માંગ્યું, સુલસાને શંકા થાય, સાધુ નથી પણ ઠગ છે પાકે, એમ સમજીને ચાલી જાય..રે પ્રવાસી.
સલસા પિતાનાં આંગણમાં જૈન સાધુને જોઈ હરખાઈ ગઈ. પરંતુ એટલામાં તે આ સાધુએ જે વસ્તુની માંગણી કરી તે જૈન સાધુના આચાર સાથે તેને સુસંગત ન લાગી. તે વિમાસણમાં પડી ગઈ. તે વિચારવા લાગી, વેશથી આ અવશ્ય જૈન સાધુ જેવું જણાય છે. પરંતુ તેની માંગણી તેને જૈન સાધુ હોય એમ પુરવાર કરતી નથી. આ જરૂર કેઈ છેતરનાર વેશધારી ઠગ છે અને એને આદર આપ મારા માટે યોગ્ય નથી. એમ સમજીને તે ત્યાંથી ચાલી ગઈ. સલસાના ચાલ્યા જવાથી અંબડ ભેઠે પડી ગયે. તે કઈ નવી તરકીબ શોધવા લાગે.