________________
શ્રદ્ધાને દીપ : ૧૧૯
" શ્રદ્ધાશીલ વ્યકિતની શ્રદ્ધા, દેવ, ગુરુ અને ધર્મ તરફ અડગ હોય છે. તે અડગ શ્રદ્ધાથી કહે છેઃ રાગદ્વેષાદિ અઢાર દેથી રહિત વીતરાગ પ્રભુ એ મારા દેવ, પંચ મહાવ્રતનું યથાર્થ પાલન કરનારા કંચન-કામિનીના ત્યાગી અને આત્મ સંન્નિષ્ઠ સત્પરુષે તે જ મારા ગુરુ, અને કેવલી પ્રરૂપિત ધર્મ જે ભવ્યાત્માઓને મેક્ષેન્મુખ બનાવે છે તે જ મારે ધર્મ.
આજે તે જૈનકુળમાં જન્મ લેવા માત્રથી જ તમે તમારી જાતને સમ્યક્ત્વી અને શ્રાવક તરીકે માની બેઠા છે. પરંતુ આ માન્યતા સત્યમૂલક નથી. શાસ્ત્રમાં સમ્યક્ત્વનાં પાંચ લક્ષણે બતાવ્યાં છે. અને તે સમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા, અને આસ્થા છે. સમ્યક્ત્વીના આ પાંચ લક્ષણોને જે આપણામાં અભાવ હોય તે આપણી ગણતરી મિથ્યાત્વીમાં જ થવાની છે. અને મિથ્યાત્વીની બધી ક્રિયાઓ સાર વિનાની હોય છે. તેનું કંઈ પણ સમ્યફ પરિણામસમ્યફ ફળ આવતું નથી.
શ્રદ્ધાની કટીમાં સો ટચ સેનાની માફક પાર ઉતરતાં જેને આવડે તેજ સમ્યગ્દષ્ટિ પાવન આત્મા ગણાય. શ્રદ્ધાની સઘનતા અને પ્રગાઢતાને સમજવા માટે સુલસા સતીને દાખલો ભારે રસપ્રદ થઈ પડશે. ભગવાન મહાવીર જ્યારે આ ભારતભૂમિ ઉપર વિચરી રહ્યા હતા ત્યારે બનેલી આ એક સત્ય ઘટના છે.
ભગવાન મહાવીર એક વખત ચંપાપુરીમાં બિરાજમાન હતા. અંબડ નામને સંન્યાસી જે શ્રાવકેના વ્રતનું પાલન કરતો હતો. તે ભગવાન મહાવીરનાં ચરણોમાં ઉપસ્થિત થયો. તે રાજગૃહી જવા માગતું હતું. રાજગૃહીમાં ધર્મના રંગે રંગાએલી પરમ શ્રદ્ધાના ગુણથી ભરેલી એક સુલસા નામની શ્રાવિકા હતી. ધર્મ તરફને તેને લકત્તર અનુરાગ જાણીતું હતું. ભગવાન તે શ્રાવિકાને યાદ કરી ધર્મલાભને સંદેશ શ્રી અંબડ સંન્યાસી સાથે રાજગૃહી મોકલી રહ્યા હતા. એક ગુજરાતી કવિએ આ પ્રસંગને કાવ્યમાં ગુંથી લીધેલ છે.
ચંપાપુરીમાં પ્રભુ મહાવીર આવ્યા ને રેલાયા તેજના અંબાર, અંબડ નામે એક મેગી મળ્યા, રાજગૃહીમાં જનાર
રે પ્રવાસી લઈ જજે રે સંદેશ. રાજગૃહી રાજાના, સારથિની નારી શ્રાવિકા સુલસા નામ,
ચંપાપુરીથી કહેજે, મહાવીર સ્વામીએ મેકલ્યા ધર્મલાભરે પ્રવાસી ચંપાનગરી ભગવાન મહાવીરના પદાર્પણથી ધન્ય બની હતી. ચારેકેર આનંદનું સામ્રાજ્ય છવાઈ ગયું હતું. જેમનાં નામ શ્રવણને આટલો પુણ્ય લાભ તે તેના સાક્ષાત્ દર્શન અને પ્રવચન શ્રવણને તે કેટલો અપૂર્વ લાભ અને મહિમા ! ત્યાં અંબડ નામના એક સંન્યાસીનું પણ આગમન થયું હતું. તે સંન્યાસ ધર્મ પાળતે હતો, છતાં ભગવાન મહાવીર પ્રત્યે ભારે