________________
૧૧૪: ભેવા પાષાણ, ખેલ્યાં દ્વાર
બાદશાહે કહ્યું : “તમે મને પહેલેથી જ કેમ ન કહ્યું કે હું માત્ર દર્પણ બનાવવાની જ કલામાં કુશળ છું?”
વિદેશી કલાકારે જવાબ આપ્યો. “રાજન્ ! હું કલાકાર નથી. હું તો એક ફકીર છું.”
બાદશાહે કહ્યું: “આ તે વળી એનાથી યે રસપ્રદ વાત તમે કરી. પહેલાં તમે એમ ન બતાવ્યું કે, હું દર્પણ બનાવનાર છું. હવે તમે ફકીર છે એમ બતાવે છે, તે ફકીરને વળી દર્પણ બનાવવાની કલામાં કુશળતા કેળવવાનું પ્રજન શું છે?
વિદેશી ચિત્રકારે ઉત્તર આપેઃ “જ્યારથી મેં મારી જાતને અરીસા જેવી બનાવી આ જગતનું ચિત્ર નિહાળ્યું છે, ત્યારથી હું દર્પણ બનાવવાનાં કામમાંજ ગુંથાઈ ગયે છું. જેમ આ દીવાલને ઘસી ઘસી મેં તેને અરીસા જેવી બનાવી, તેમ મારી જાતને પણ ઘસી ઘસી મેં તેને દર્પણ જેવી બનાવેલ છે. આ આત્મ દર્પણમાં જગતની સૌંદર્યભરી અનુપમ પ્રતિમા હું નિહાળું છું. એવી પ્રતિમા બાહ્ય જગતમાં મને કયાંય દષ્ટિગોચર થતી નથી. જ્યારથી હું જાતે જ દર્પણ થઈ ગયો છું ત્યારથી આખું જગત મારામાં સમાએલું, પ્રતિફલિત થયેલું હું જોઉં છું.
આ તે વાર્તાના માધ્યમથી સમજવાનું અને અધ્યાત્મમાં અવગાહન કરવાનું એક રૂપક માત્ર છે. જે દિવસે આપણું હૃદય દર્પણ બની જાય છે તે દિવસે આપણે પ્રભુ અને પ્રભુતા નિહાળતા થઈએ છીએ. આખું જગત આપણામાં ઝલકતું દેખાય છે. જ્યારથી આપણું હૃદય દર્પણ થાય છે, ત્યારથી આપણે માટે આખું જગત પણ દર્પણ થઈ જાય છે. પછી આપણે આપણી જાતને પણ દરેક ક્ષણે દરેક ઠેકાણે પ્રતિફલિત થતી જોઈ શકીએ છીએ. આમ છતાં જગતને આપણે દર્પણ બનાવી શકીએ નહિ. દર્પણ તે પિતાની જાતને જ બનાવી શકાય. એટલે અંતર્યાત્રાને ઉત્સુક સાધક પિતાને જ દર્પણ બનાવવાને મંગળ પ્રારંભ કરે છે.
દર્પણ બનાવવાની વાત પણ પારમાર્થિક રીતે સાચી નથી. કારણ દર્પણ તે આપણે બધા સ્વભાવથી છીએ, માત્ર ધૂળથી આવૃત્ત છીએ. આ રજકણોને માત્ર ઝાટકવા લુછવા અને સાફ કરવાના છે. અરીસે જ્યારે ધૂળથી ભરાઈ જાય ત્યારે અરીસ, અરીસો હેતું નથી. તે પિતાના સ્વભાવને, પ્રતિફલન કરવાની શક્તિને ગુમાવી બેસે છે. ધૂળની સાથે એક રસ થઈ ગએલા અરીસામાં કોઈ વસ્તુનું પ્રતિબિંબ પડતું નથી. તેની પ્રતિફલન શકિત કચરાઈ જાય છે, મરી જાય છે. આપણે પણ ધૂળથી ભરેલાં દર્પણ છીએ. આ ધૂળ પણ આપણે જ પુરુષાર્થની નબળાઈને કારણે અજિત થએલી છે. માર્ગમાં ચાલતાં કે મુસાફરી કરતાં જેમ ધૂળથી ભરાઈ જઈએ, તેમ અનંતાનંત જીવનમાં યાત્રા કરતાં કરતાં ન જાણે કેટકેટલા માર્ગો પર, ન જાણે કેટકેટલા કર્મો અને કર્તા થવાની વાસનાની કેટકેટલી ધૂળ ભેગી થઈ જાય છે ! કર્મની ધૂળ છે, કર્તૃત્વની ધૂળ છે, અહંતાની ધૂળ છે, વિચારે, વાસનાઓ અને વૃત્તિઓની ધૂળ છે. આ ધૂળને હટાવી દેવાની જ વાત છે. તે હટી જાય એટલે આપણે દર્પણ જ છીએ. જે સ્વયં દર્પણ હેય તેના માટે આખું