________________
અંતર્યાત્રાનું સુપાત્ર: ૧૧૩ પણ સ્પર્ધામાં ઊભે હવે તે પરદેશી કલાકાર વિષે પણ તેમને ભારે આશ્ચર્ય થતું હતું. સૌ છ માસ પૂર્ણ થવાની આતુરતાપૂર્વક પ્રતીક્ષા કરતા હતા.
અંતે છ માસ પરિપૂર્ણ થયા. બંનેની દીવાલો વચ્ચે જે પડદો હતો કે જેના કારણે એકબીજા એકબીજાની કલાને જોઈ ન શકે અને નિઃસ કેચ પિતાની કલાને સોળે કળાએ ખીલવી શકે, તેને ઊપાડી લેવામાં આવ્યું. બાદશાહ ચિત્રો જેવા આવ્યું. પિતાના ચિત્રકારની ચિત્ર કુશળતાને જોઈ તે સ્તબ્ધ થઈ ગયે. આજ સુધી તેણે એનાં ઘણાં ચિત્રો જોયાં હતાં, પરંતુ આ શ્રમ અને આવી કલા- ચિત્રકારે કદી પણ બતાવી નહોતી. આજે જ સ્પર્ધાની આડમાં જાણે તેની કલા ખીલી હોય, તેમ તે નિર્જીવ ચિત્રોમાં તેણે પ્રાણ પૂર્યા હોય તેમ લાગતું હતું. જોનાર તેનાં સજીવ નિર્જીવના ભેદને જાણ પણ ન શકે એવું અલૌકિક એનું કલા ચાતુર્ય હતું.
બાદશાહનાં મનમાં પિતાના કલાકારના વિજય વિષે કઈ શંકા ન રહી. પોતાના કલાકારનું કૌશલ્ય જોઈ તેનાં હૃદયમાં ભારે શાંતિ અને સંતોષ થયાં. હવે તેણે વિદેશી ચિત્રકારને પરદે ઊચકવા આદેશ કર્યો. બાદશાહના આશ્ચર્યનો પાર ન રહ્યો. પિતાના કલાકારે જેવાં ચિત્રો બનાવ્યાં હતાં, વિદેશી ચિત્રકારે પણ આબેહુબ તેવાં જ ચિત્રો બનાવ્યાં હતાં. બન્નેનાં ચિત્રો એકજ સરખાં હતાં. પરંતુ આંખને સ્પર્શી જાય એવી પરદેશી કલાકારનાં ચિત્રમાં એક અદ્ભૂત વિશેષતા હતી. તેની આશ્ચર્ય પમાડનારી વિશેષતા એ હતી કે બાદશાહના ચિત્રકારનાં ચિત્રો માત્ર દીવાલ ઉપર જ પ્રતિબિંબિત થતાં હતાં, ત્યારે વિદેશી કલાકારનાં ચિત્રો વીસ ફીટ દીવાલની ગહરાઈમાં દષ્ટિગોચર થતાં હતાં. બાદશાહ આ વિશેષતાનું આંતરિક રહસ્ય કળી શકે નહિ. આશ્ચર્ય પામતાં તેણે પૂછયું: “કલાકાર ! તે આ શી કલા કરી ? તેનું રહસ્ય શું ? આમાં જાદુ શું છે ?
વિદેશી કલાકારે શાંત કલેજે જવાબ આપેઃ “જહાંપનાહ ! મેં એમાં કશું જ કર્યું નથી. હું દર્પણ બનાવવાની અદ્ભુત કલાને કુશળ કારીગર છું. મેં માત્ર દીવાલને અરીસામાં પલટી નાખી. છ માસની આ મારી એકધારી સાધના હતી. છ મહીના સુધી દીવાલને ઘસવાના કાર્યમાં મેં ખૂબ ચીવટ રાખી. એક ક્ષણને પ્રમાદ ન કર્યો. જે ચિત્ર આપ જોઈ રહ્યા છે તે તે આપ સાહેબને કલાકારનું જ, સામેની દીવાલ પરનું ચિત્ર છે. મેં તે દીવાલને ઘસી દર્પણ જેવી બનાવી એટલે તેમાં તે કલાકારનાં ચિત્રનું પ્રતિબિંબ પડે છે.
- વિદેશી કલાકાર પ્રતિગિતામાં વિજયી થયે કેમકે બાદશાહના ચિત્રકારનું તે ચિત્ર અરીસા જેવી દિવાલમાં પ્રતિબિંબિત થઈ એટલા ઊંડાણથી ઉપસી આવ્યું હતું કે જે સ્વયંમાં પણ ન હતું. અરીસામાં પ્રતિબિંબિત થઈ તે ચિત્ર ગહન થઈ ગયું હતું. બાદશાહના ચિત્રકારના ચિત્રમાં તે ગહરાઈ નહોતી.