________________
૧૧૨ : ભેદ્યા પાષાણ, ખેાલ્યાં દ્વાર
દોડમાં હાડ લગાવવાની મળેલી આ સાનેરી તક કેાઈ જતી કરવા ઇચ્છતા નહાતા. વર્ષોની તપશ્ર્ચર્યો અને સાધનાનાં બળે આત્મસાત થએલી આ કલાને બતાવવાને આ તે જાણે તેમને મન કાઈ પ્રારબ્ધના સ ંકેત કે નિયતિના પ્રચ્છન્ન ઇશારા હતા. પેાતાની લાકીય વરિષ્ઠતા ઉપર રાજાને મુદ્રાલેખ લગાડવાની પણુ અંનેની અંતનિ વિષ્ટ આકાંક્ષા અને અભીપ્સા હતી.
બાદશાહના નિણ્ય અને કલાકારોને કશી જ આનાકાની વગર માન્ય કરવાના હતા. આ તેા પ્રતિષ્ઠાની એક ભારે લડાઈ હતી. બાદશાહ તેને ચરમ અને પરમ નિર્ણાયક હતા. અંતે સ્પર્ધાના પ્રારંભના એક શુભ દિવસ નકકી કરવામાં આવ્યા. બંને કલાકારોને પોતાની હસ્ત કારીગરીના ચાતુર્ય ને ખતાવવાનો અવસર પ્રાપ્ત થયા. છ માસના તે માટે સમય નિર્ધારિત
કરવામાં આવ્યેા.
કલાના પરમ શિખરને સ્પર્શેલા અને કલાકારોએ પેાતાના હસ્તલાઘવને બતાવવા મન, બુદ્ધિ અને હાથને કામે લગાડયા. બાદશાહના કલાકારે તે પોતાના દસ વીસ સહુયેગીઓને લઇ દરબારી હાલની દીવાલા ચિત્ર વિચિત્ર ચિત્રાથી ભરવી શરૂ કરી દીધી.
પરદેશી કલાકારે તા કહ્યું:
મારે કશા જ ઉપકરણની જરૂર નથી. મારે ન કોઇ રંગ જોઇએ, ન કોઈ પીંછી કે ન ખીજા કોઈ સાથીઓ. મારી તા એક જ વિનતિ છે કે, જ્યાં સુધી આ ચિત્રકામની સમય મર્યાદા પૂરી ન થાય, ત્યાં સુધી અમારા બંને વચ્ચે જે પડદો નાખવામાં આન્યા છે, તે ઉપાડવામાં ન આવે.
દરબારી ચિત્રકારનાં ચિત્રા જોવા દૂર દૂરથી માનવ મહેરામણ ઊમટવા લાગ્યા. તેનાં સુંદર ચિત્રા જોઈ લોકો આનંદવિભોર થઇ જતા હતા. પરદેશી ચિત્રકાર શુ કરે છે તેની કોઈને કશી જ ખબર પડતી નહેાતી. બાદશાહના ચિત્રકાર રાજ સાંજે થાકીને લેાથપોથ થઈ પાછા ફરતા ત્યારે સામાન્ય જન-માનસમાં તેના તરફ ભારે શ્રદ્ધા અને સદ્ભાવનાં દર્શન થતા.
પરદેશી ચિત્રકારના હાથમાં કદી કોઇએ રંગ કે પીંછી જોયાં નહેાતાં. તેના હાથ પણ કદી રંગવાળા થતા નહાતા. આમ છતાં સાંજે જ્યારે તે કામ પરથી પાછા ફરતા ત્યારે પરસેવાથી તે રેખઝેબ થઇ જતા. તે થાકી જતા. લોકો આશ્ચય પામતા હતા કે, સાધનેા વિના પણ તે ચિત્રા કેવી રીતે ચિતરતા હશે ? અને આમ છતાં થાકીને તે લેાથપોથ કેમ થઇ જતા હશે ?
પરદેશી ચિત્રકાર વિષે સહુના મનમાં શંકા કુશંકાએ થવા લાગી. ખુદ બાદશાહ પણુ સ ંદેહગ્રસ્ત થયા. તે પણ વિચારવા લાગ્યા કે, આ તે કેવા માણસ છે ? તેનાં કપડાં ઉપર રંગના કાઇ જ ડાઘ નથી. તેના હાથ પણ સારૂં છે. રખે એ ગાંડા તે નહિ હાય ને ? આ તે કેવી પ્રતિચાગિતા ? છતાં છ માસ સુધી પ્રતીક્ષા કર્યે જ છૂટકો છે.
બાદશાહના કલાકારની કલાની ખ્યાતિ દૂર દૂર દેશામાં પહેાંચી. જનસમુદાય તેનાં કલા કૌશલ્ય અજાયખ પામતા હતા. સાથે સાથે જે કશા જ રંગ પીંછી કે સહયોગીના સાથ વગર