________________
જીવન કલા : ૧ ઉપયોગી થાય છે. અમારી કોઈ પણ વસ્તુ નિરુપયોગી નથી. આ સ્વાર્થી મનુષ્ય જ કોઈના ઉપગને નથી. માટે અમારી સાથે તેને સરખાવી અમને હલકા ન બનાવે.”
પશુઓના એકસામટા આવા વિરોધને સાંભળી, મેં મનુષ્યને વૃક્ષ જેવા કહ્યા. પરંતુ વૃક્ષોએ પણ આ સરખામણી માટેને વધે ઉઠાવ્યા. તે એકીસાથે બેલી ઊઠયાં. “અમે ગરમીથી સંતપ્ત થએલા, પરસેવાથી રેબઝેબ થએલા પથિકને મીઠી છાયા આપીએ છીએ, સુંદર ફૂલે અને ફળ આપીએ છીએ, રોગીઓ માટે ઔષધિ અને આહારની ગરજ સારીએ છીએ. અમારી સાથે ગુણશૂન્ય વ્યક્તિઓની સરખામણી કરે નહિ. તેથી અમને અન્યાય થાય છે.”
વૃક્ષના વાંધાને લક્ષમાં રાખી મેં મનુષ્યને કૂતરાની ઉપમા આપી. તે કૂતરાએ પણ પિતાને અસંતોષ અને અપ્રસન્નતા જાહેર કર્યા. તેણે કહ્યું-અમે એક રોટલાના ટુકડાના બદલામાં અમારા ધણીના જાનમાલ અને ઘરવખરીની રક્ષા કરીએ છીએ. અમે નિમકહલાલ સેવકે છીએ. મનુષ્ય જાતમાં આવી વફાદારી, આવી સંનિષ્ઠા જ કયાં છે? માટે મનુષ્યને અમારી સાથે સરખાવી અમને શરમમાં ન નાખે.”
ત્યારપછી મેં મનુષ્યને ઘાસની ઉપમા આપી. પરંતુ ઘાસે પણ મારી વાત મંજુર ન રાખી. તેણે પણ પિતાને સખત અણગમે વ્યક્ત કર્યો અને સ્પષ્ટ કહ્યું: “પશુઓના ખોરાક માટે પણ અમે ખપના છીએ. પશુ ઘાસ ખાઈ માણસને દૂધ આપે છે, અને માણસ તેને પીવાના ઉપયોગમાં લે છે. માણસ જેવા એકાંત સ્વાર્થી અને નિરુપયેગી અમે નથી. માટે મહેરબાની કરી અમારી સાથે મનષ્યને સરખાવવાની વાત ન કરશો.”
જ્યારે વિરોધનું યત્ર, તત્ર, સર્વત્ર આવું પરિબળ જોયું ત્યારે મેં ગુણવિહીન અને અસદાચારી વ્યક્તિને રાખની ઉપમા આપી. પરંતુ રાખે પણ તેને સ્વીકાર ન કર્યો. તેણે પણ પિતાની ઉપયોગિતાને એક લાંબે ઈતિહાસ રજુ કર્યો “વાસણે જે સેના ચાંદી જેવાં ચળકતાં દેખાય છે, તે મારી જાતને ઘસી નાખવાનું જ ફળ છે. વર્ષભર સુધી અનાજના સંરક્ષણની જવાબદારી પણ હું વફાદારીપૂર્વક ઉઠાવું છું. માણસે અનાજમાં મારી મેળવણી કરી, અનાજનું જીવાતથી રક્ષણ કરે છે અને નવા વર્ષ માટેના બીને સંગ્રહ કરે છે. મારે ઉપગ આ રીતે ઓછા મૂલ્યને નથી. માણસજાત તે નિષ્કારણ કજિયા-કંકાસ ઉત્પન્ન કરે છે, વેરઝેર ઊભાં કરે છે, પરસ્પર એકબીજાનાં ગળા કાપવામાં પણ શરમ અનુભવતા નથી. માટે મારી સાથે તેમને સરખાવવામાં મારી આબરૂને ધક્કો લાગે છે.’
શ્રી કાલિકાચાર્યે શાલિવાહન રાજાને કહ્યું “રાજન ! જ્યારે દરેકે, મનુષ્યને પોતાની સાથે સરખાવવાની ના પાડી, ત્યારે મેં મારા મનમાં નિર્ણય કર્યો કે મનુષ્યના મનમાં ભલે પિતાની સર્વોપરિતાની ગમે તેવી અકડની પકડ હોય, પણ જે તે સદાચારથી શૂન્ય હશે તે તે જીવને