________________
૭૮ : ભેદ્યા પાષાણ, ખેલ્યાં દ્વાર હોય તે તેમાં તમને ક્યાંય વધે આવતું નથી. તમારે ગળે તે વાત તરત જ ઊતરી જાય છે. પરંતુ જ્યારે શાસ્ત્રના સ્વાધ્યાયની વાત આવે છે ત્યારે તમારે ગળે તે ઊતરતી નથી. ઊલટાનું તેના બચાવના તકે ઊભા કરવામાં જોઈતી પ્રતિભા તમારામાં આપોઆપ આવી જાય છે, આ તે કેવું આશ્ચર્ય ? પિતાના દેવ, ધર્મ કે ગુરુને યાદ કરવા, તેમની માહિતી મેળવવી, તેમના વિશેનું જ્ઞાન ધરાવવું, વગેરે જે તમારી સ્વાભાવિક ફરજ છે, તેમાંથી છટકી જવાની પણ અજબની કલા તમારી પાસે છે !
આજે શ્રી કલ્પસૂત્રનાં આધારે આપણે ભગવાન મહાવીર વિષે કંઈક જાણવા પ્રયત્ન કરીએ.
આ પૃથ્વી પર તીર્થકરનું અવતરણ એટલે ધર્મ, અધ્યાત્મ અને જ્ઞાનના દિવ્ય અને લોકોત્તર પ્રકાશનું જીવંત સ્વરૂપમાં સાક્ષાત્ અવતરણ. તેમનો જન્મ, માત્ર ક્ષત્રિયકુંડ ગ્રામ ઉપર જ પોતાને અલૌકિક પ્રભાવ પાડે છે એમ નહિ, સમસ્ત વસુંધરા તેમના જન્મના લકત્તર પ્રકાશથી પ્રકાશિત અને અનિર્વચનીય દિવ્ય આનંદથી ભરાઈ જાય છે. તે દષ્ટિથી તીર્થકરના જન્મ, દીક્ષા અને કેવળ કલ્યાણકમાં અભૂતપૂર્વ ઉોત થયાની વાત આગમમાં એકથી અનેકવાર અનેક ઠેકાણે આવે છે.
ત્રિશલા રાણીએ જ્યારે પુત્રને જન્મ આપે, ત્યારે પ્રિયંવદા નામની દાસીએ, રાજા સિદ્ધાર્થ પાસે આવી, સર્વ પ્રથમ તેની વધામણી આપી. આ મંગળ વધામણી સાંભળી, રાજાના હૃદયમાં ઉલ્લાસની ઊર્મિઓ હિલોળા લેવા લાગી. તેમણે પિતાના મુગટ સિવાયના બધાં જ આભૂષણે ઊતારીને દાસીને પુરસ્કારમાં આપી દીધાં. દાસીનાં કાર્યમાંથી તેને મુક્ત કરી અને સન્માનભર્યું સ્થાન આપ્યું.
___समणे भगव' महावीरे कासवगोत्ते ण, तस्स णतओ नाम धिज्जा, अवमाहिजंति, तंजहाअम्मापिउमंतिवद्धमाणे, सहसम्मुइयाते समणे र अयले भयभेखाण परीसहोवसग्गाण खंतिखमे पडिमाण पालो धीरे अरतिरतिसहे दविसे वीरियसंपन्ने देवेहिं सेणाम कय समणे भगवं महावीरे। - શ્રમણ ભગવાન મહાવીર કાશ્યપ ગોત્રના હતા. વર્ધમાન, શ્રમણ, મહાવીર એ નામથી આપણે તેમને ઓળખીએ છીએ. માતાના ગર્ભમાં આવતાંની સાથે જ તેમના રાજ્યમાં હિરણ્ય, સનું, ધન, ધાન્ય, પ્રીતિ, સત્કાર, ખૂબ જ વૃદ્ધિ પામ્યાં, તેથી માતાપિતાએ તેમનું “વર્ધમાન એવું નામ રાખ્યું. તેમની સહજ સહિષ્ણુતા અને સદ્ભાવસભર સન્મતિને કારણે તેમનું “શ્રમણ એવું નામ વિકૃતિમાં આવ્યું. તેઓ ભયમાં અવિચળ રહેનારા, પિતાના સંકલ્પથી જરાપણ વિચલિત ન થનારા, પરીષહ અને ઉપસર્ગોને સમભાવપૂર્વક સહન કરનારા, ભિક્ષુઓની પ્રતિમાઓનું પાલન કરનારા, અખૂટ ધૈર્ય ધરનારા, હર્ષ અને શોકમાં સમભાવ રાખનારા, સદ્ગણોને ધારણ કરનારા અને અતુલ બળ ધરાવનારા હેવાને કારણે દેવતાઓએ તેમનું મહાવીર એવું નામ રાખ્યું.