________________
૮૬ ક ભેદ્યા પાષાણ, ખોલ્યાં દ્વાર પ્રતિભાસને જ જ્ઞાનપર્યાય કહેવાય છે. જુદા જુદા પદાર્થોના નિમિત્તથી વિજ્ઞાનઘન એટલે પુરુષ નહિ, પરંતુ જ્ઞાન પર્યાયે ઉત્પન્ન થાય છે અને ક્ષણે ક્ષણે વિલીન પણ થઈ જાય છે.
ન પ્રત્ય સંજ્ઞાસ્તિ વાક્યને જે તમે પરલેક અર્થ સમજે છે, તે અર્થ બરાબર નથી. તેને તે માત્ર આ જ અર્થ થાય છે કે, જ્યારે આત્મામાં ઉત્તરકાલીન જ્ઞાન પર્યાય ઉત્પન્ન થાય છે ત્યારે પૂર્વકાલીન જ્ઞાનપર્યાય નષ્ટ થઈ જાય છે. કારણ કેઈપણ દ્રવ્ય કે ગુણના ઉત્તરકાલીન પર્યાયની સામે પૂર્વકાલીન પર્યાય ટકી શકતો નથી.”
ભગવાન મહાવીરના આવા યુકિત સંગત, બુદ્ધિ અને પ્રાણને સ્પર્શે એવા સુંદર અને તાત્વિક અર્થ–સમન્વય સાંભળી ગૌતમના હૃદયની અંતર્ગથિ ખુલી ગઈ. તેને અહં ગળી ગયે. મિથ્યાત્વનું ઝેર ઊતરી ગયું. શ્રદ્ધાથી હૈયું પુલકિત થઈ ગયું. પરમ સત્યની પરમ ઉપલબ્ધિથી તેઓ કૃતકૃત્ય અને પ્રમુદિત થઈ ગયા. પિતાના પાંચસો શિષ્ય સાથે તે ભગવાનનાં ચરણમાં નમી પડ્યા અને ભગવાનના શિષ્ય બની ગયા.
સપુરુષના સાંનિધ્યથી આખી સૃષ્ટિ બદલાઈ જાય છે અને જીવન રૂપાંતરિત થઈ જાય છે. અધ્યાત્મજ્ઞાનનું આ આત્યંતિક ફળ છે. ગૌતમ સ્વામી ભગવાન મહાવીરના પ્રથમ ગણધર થયા. અનંત લબ્ધિઓના તે ભંડાર કહેવાય છે. એમની લબ્ધિઓના કથાનકે તે આપણે ત્યાં જાણીતા છે. તમે બધા પણ લબ્ધિઓથી અંજાઈ જનારા છે ને? એટલે તમારા ચોપડામાં સર્વ પ્રથમ લખો છો “ગૌતમ સ્વામીની લબ્ધિ હેજે.” સમય ઘણે થઈ ગયે એટલે એમનાં શુદ્ધ જ્ઞાન અને ચારિત્ર ગુણના બાહ્ય ફળ તરીકે જે લબ્ધિઓ તેમને ઉપલબ્ધ થઈ હતી તેનું વર્ણન હું કરતું નથી. પરંતુ તેમણે ભગવાનનાં ચરણમાં આવી આંતતિ પ્રગટાવી લીધી એ જ તેમની મોટી લબ્ધિ અને ચમત્કાર હતે. હવે આપણે શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના સ્વાધ્યાય તરફ વળીએ. તે મુજબ
तस्स लोगपईवस्स आसि सीसे महायसे ।
भगवं गोयमे नाम विज्जाचरणपारगे ॥ લેક પ્રદીપ ભગવાન વર્ધમાનને તે વિદ્યા અને ચારિત્રમાં પારગામી શ્રી ગૌતમ નામના શિષ્ય હતા.
શ્રી ગૌતમ સ્વામીના આ વિશેષણમાં ભારે વિશેષતા છે. આ વિશેષણ એવી વિશિષ્ટતાઓથી ભરેલું છે કે તેમાં તેમના આંતરિક અનુભૂતિના સત્યોને પણ પડઘા પડે છે અને બાહ્ય રૂપમાં દષ્ટિગોચર થતા પ્રભાવની ઝાંખી પણ થઈ જાય છે. જ્ઞાન અને ચારિત્રની પરાકાષ્ઠા એ જ આંતરિક બાહ્ય સમૃદ્ધિની ચરમ રેખા છે.
ત્યાગના માર્ગમાં આંતરિક પવિત્રતા ઈષ્ટ છે. આંતરિક નિર્મળતા વગરને ત્યાગ માત્ર દંભનું જ એક સ્પષ્ટ રૂપ છે. કષાયોપશમન કે મંદ કષાયના અભાવમાં લેકેષણાથી કરવામાં