________________
૯૨ : ભેદ્યા પાષાણ, ખેાલ્યાં દ્વાર
લાઓત્સે કાઇ સાધનમાં શ્રદ્ધા રાખતા નથી. લાઓત્સેનુ સ્પષ્ટ મતવ્ય છે જે સાધીને મળે તે સ્વભાવ નથી. જેને સાધવુ પડે તે તે ટેવ એક આદત થઇ ગણાય. સ્વભાવ તા તે જ છે જે સાધ્યા વગર જ મળે. ખરેખર તે જે છે જ તે સ્વભાવ છે. જેને નિમિત કરવું પડે તે સ્વભાવ નથી, આદત છે. એટલે જ માણુસ સિગારેટ પીવાની પણ ટેવ પાડે છે અને પ્રાથના કરવાની પણ ટેવ જ પાડે છે. ટેવની દૃષ્ટિએ તે અને સમાન જ છે. જેમ જળ ઉપર પાંદડાં છવાઈ જાય છે તેમ આ આદતા સ્વભાવ ઉપર આચ્છાદિત થઇ જાય છે. તેથી સ્વભાવ દમાઈ જાય છે, ઢંકાઇ જાય છે. લાઓત્સેના ઇશારા છે કે તમેા કશી જ આદત ન મનાવા. તમે તે માત્ર તેને જાણી લેા જે જન્મના પહેલાં પણ હતું' અને મૃત્યુના પછી પણ રહેશે. તમે તે તેને જ શોધી લે! જે ઊંડાણમાં સદા છે જ. કેમકે સ્વભાવ શરીર અને મન બંનેની પાર છે.
સ્વભાવ-ધમ સાથે તાદાત્મ્ય સાધતા ભગવાન મહાવીરના સુશિષ્ય ઇન્દ્રભૂતિ ગૌતમ અને પાર્શ્વŕપત્ય શ્રી કેશીકુમાર શ્રમણના શ્રાવસ્તી નગરીમાં શુભાગમનની આ વાત શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના ૨૩મા અધ્યયનમાં આવેલી છે. આ અધ્યયનની આ સાતમી ગાથા છે.
बारसंगविअ યુદ્ધે, सीससंघसमाउले | गामाणुगाम रीयंते से वि सावत्थिमागमे ॥
શ્રી ગૌતમ સ્વામી દ્વાદશાંગીના જ્ઞાતા અને પ્રબુદ્ધ હતા. પોતાના શિષ્ય સમુદાય સાથે ગામેગામ વિહાર કરતા શ્રાવસ્તી પહેોંચ્યા.
ભગવાને ‘ઉર્ધ્વન્ત્ર્ વા, વિનમેક્ થા ધ્રુવૈજ્ થા'ની ત્રિપદીના માધ્યમથી દ્વાદશાંગીના ગૂઢ જ્ઞાનની ચાવી ઇન્દ્રભૂતિ વગેરે ગણધરાને સોંપી. ગણધરોએ તે ત્રિપદીના આધારે દ્વાદશાંગીની રચના કરી. સાત ગણધરોની વાચના જુદી જુદી હતી. અકપિત અને અચળ ભ્રાતાની એક દ્વાદશાંગી હતી અને મેતા અને પ્રભાસ ગણધરની એક સરખી હતી. એટલે અગિયાર ગણધર હાવા છતાં ગણ નવ જ કહેવાયા એવા ત્રિષષ્ટિશલાકા પુરુષ ચરિત્રમાં ઉલ્લેખ છે.
આ પૂર્વે જ્યોતિધર શ્રી ગૌતમસ્વામી વિષે ઘણું કહેવાઈ ગયું છે. શ્રી ગૌતમ સ્વામીના આપણે ત્યાં અપૂ મહિમા છે. હિન્દુઓમાં ગણેશજીને મંગલકરણ અને વિાહરણ દેવ તરીકે ગણવામાં આવ્યા છે તેમ શ્રી ગૌતમગણીને નામાં લબ્ધિના અધિપતિ તરીકે માનવામાં
આવ્યા છે.
अंगुष्ठे अमृत वसे लब्धितणा भंडार । श्री गुरु गौतम सुमरिये वांछित फलदातार || सर्वारिष्ट प्रणाशाय सर्वाभीष्टार्थ दायिने । सर्व ब्धिनिधानाय, श्री गौतम स्वामिने नमः ॥