________________
૧૦૦ : ભેદ્યા પાષાણ, ખેલ્યાં દ્વાર પુરકર્તા છે. તીર્થકર, અવતારે અને મહર્ષિઓની પવિત્ર ભૂમિ છે. આ ભૂમિને અષિ ભૂમિના નામથી ઓળખવામાં આવે તે પણ કશી જ અતિશયોક્તિ નથી. અધ્યાત્મપ્રધાન સંસ્કૃતિને જન્મ આપનાર, આત્મા અમર છે, અદ્ય છે, અભેદ્ય છે, સચ્ચિદાનંદઘન છે, એમ બોલનાર માણસેના મનમાંથી તે મૃત્યુને ભય વિસરાઈ જ જોઈએ. જે અમરણધર્મો છે તે કદી પણ મરવાને નથી આ પરમ સત્યને પામ્યા પછી, મૃત્યુને ભય કેમ હોઈ શકે ? છતાં મેતથી બીમારી પ્રજામાં આપણે નંબર પ્રથમ છે. જે આત્માની અમરતા ખરેખર આપણા પ્રાણને સ્પર્શી ગઈ હતી તે મુઠ્ઠીભર માણસે કરેડની આબાદી ધરાવતા હિન્દને કદી આધીન ન બનાવી શક્યા હોત. પરંતુ વિધિની આ કરુણ કરતા છે કે, જ્યાં આત્મ-મૂલક સંસ્કૃતિને જન્મ થયે છે, જ્યાં આત્મા વિષેના રેચક પ્રવચને અને અધ્યાત્મની ઊંડાણભરી વાતે તે ઠેર ઠેર સાંભળવા મળે છે ત્યાંજ આમાની શાશ્વતતા માત્ર જીભમાં જ રમે છે અને અંતરને સ્પર્શતી નથી. મૃત્યુનો ભય આત્માની અમરતાની કથા કરનારને વધારે સતાવે છે. તે મૃત્યુ વિષેના પિતાના ભયને આત્માની અમરતાની ચાતુરી ભરી વાતેની આડમાં છુપાવવા પ્રયત્ન કરે છે. શ્રી રવીન્દ્રનાથ ટાગોરના જીવનમાં બનેલી એક ઘટના છે.
એકવાર કવિવર શ્રી રવિન્દ્રનાથ ટાગેર ચીનની યાત્રાએ ગયા હતા. તેઓ દેખાવે મહર્ષિ જેવા હતા. તેમના મુખ ઉપર અસાધારણ આભામંડળ હતું. દિવ્યતાના તપસ્તેજથી દીપનું તેમનું શરીર હતું. કાવ્ય પ્રતિભા તેમને કુદરતી રીતે સાંપડી હતી. સ્વભાવથી તેઓ કવિ હતા. ગીતાંજલિની રચનાથી તેમની પ્રતિભા ઉપર બે ચાંદ લાગ્યા હતા. બેલ પુરસ્કારના તે વિજેતા હતા. પ્રકૃતિના પરમપ્રેમી હતા. પ્રાકૃતિક સૌંદર્ય તરફ તેમનું અજબનું આકર્ષણ હતું. કવિઓને પ્રકૃતિ સાથે પ્રેમ જાણીતું છે. કવિઓ સ્વભાવથી ઇશ્વરની સંનિકટતા ધરાવતા હોય છે. કવિઓમાં તેની અવ્યક્ત ઝાંખી પણ આપણને જોવા મળે છે. રવીન્દ્રનાથની ગીતાંજલિ તે તેમની હદય વિણામાંથી નીકળેલે પ્રભુના ગીતને જ ઝંકાર છે. એટલે માત્ર આપણા દેશમાં જ નહિ, પરદેશમાં પણ તેમના પ્રતિ ભારે આકર્ષણ હતું. તેમના પ્રત્યે આકર્ષાઈ એકવાર ચીન દેશમાં, લોકેને સમુદાય તેમની આસપાસ તેમને ઘેરી વળ્યા. તે સમુદાયમાંથી એકે પૂછ્યું, “જ્યાં ભક્તિના આવાં અભુત કાવ્ય રચાતાં હેય, ઉપનિષદો, આગમ અને ત્રિપિટક જેવા આત્મમૂલક શાસ્ત્રોને જ્યાં જન્મ થયે હોય તે દેશ અને તે દેશની પ્રજા કેવા સદૂગુણોથી ભરેલી હશે? ચોરી, વ્યભિચારાદિ દુર્ગણેને તે ત્યાં સ્થાન જ નહિ હોય. લેકમાં પરસ્પર ભાઈચારે, દેશપ્રેમ, ઈશ્વરભક્તિ આદિ સદ્ગુણે જીવંત રૂપમાં દેખાતા હશે.”
આ સાંભળી કવિશ્રીની આંખો આંસુઓથી ઉભરાઈ ગઈ. તેઓ કહેવા લાગ્યાઃ અમારે ત્યાંના મહર્ષિઓના આત્મ-મૂલક શાસ્ત્રો અને ગ્રંથની તમે જે વાત કરે છે તે સાચી છે. તે બધા અનુભૂતિના અભુત ખજાનો છે. એવું અમૂલ્ય સાહિત્ય આ જગતમાં મેળવવું મુશ્કેલ