________________
આઝાદીની આહલેક : ૧૦૩ આ શુભ દિવસ પ્રતિવર્ષ રાષ્ટ્રીય તહેવાર તરીકે ઊજવવામાં આવે છે. સવારમાં ઠેકઠેકાણે વજવંદન થાય છે, પ્રભાત ફેરીઓ નીકળે છે. રાષ્ટ્રીય કક્ષાના ઉચ્ચતમ નેતાઓ રાષ્ટ્રીય એકતાના લેકેને સંદેશાઓ પાઠવે છે. સરકારી અને ખાનગી મકાને તે દિવસે રાત્રે અમરાપુરી જેવા ઝળાંહળાં થઈ જાય છે. મોટા શહેરે રંગબેરંગી રોશનીની અવનવી છટાથી અવનવાં દૃશ્ય ઊભાં કરે છે. હૈયે હૈયુ દળાય એટલે માનવ-મહેરામણ આ દશ્યને નિહાળવા ઊમટી પડે છે. શહેરના આકર્ષક સ્થળે, વન અને ઉપવને વિવિધરંગી રોશનીથી ઝળહળી ઊઠે છે.
૧૫મી ઓગસ્ટના શુભ દિવસે આ રીતે આનંદ મનાવ્યું આપણું આપણું દેશ પ્રત્યેની ફરજ પૂરી થતી નથી. ૨૫ જેટલાં વર્ષો આપણી સ્વાધીનતાને થયાં છે, છતાં આર્થિક દૃષ્ટિએ જે પ્રગતિ દેશે સાધવી જોઈએ તે. આપણે સાધી શક્યાં નથી. એટલે આમ જનતાના ઘરમાં સ્વાતંત્ર્યને જે ઉલ્લાસ, જે સંગતિ, જે આનંદ અને જે નૃત્ય પહોંચવા જોઈએ તે પહોંચી શક્યાં નથી. આ એક દુઃખદ, કરુણ અને કમનસીબ હકીકત છે.
અંગ્રેજોના રાજ્યમાં ભારતીય જનતાનું ભારે રોષણ થતું હતું. આર્થિક દૃષ્ટિએ દેશ બેહાલ બન્યું હતું એ હકીકત ઘણા અંશે સાચી છે, છતાં આ આખે ભાર અંગ્રેજી અમલ ઉપર જ મૂકી દેવા માત્રથી, આ કરુણ રકાસમાંથી આપણે બચી શકતાં નથી. આ માટે તે કઠેર શ્રમ, પ્રામાણિક જીવન અને રાષ્ટ્ર નિષ્ઠા આદિ સદ્ગણે આપણે જીવન સાથે વણી લેવા પડશે. દેશના પુનરુત્થાનમાં સહકાર આપે તે દરેક નાગરિકની પવિત્ર ફરજ છે. ઘણી વખતે આપણું શક્તિઓ અવળે માર્ગે વેડફાઈ જાય છે. પરસ્પરના સંઘર્ષોમાં રાષ્ટ્રીય હિત ભૂલાઈ જાય છે. લેકે પ્રાદેશિક, ભાષાકીય, પ્રાંતીય અને પક્ષીય ભાવનાઓથી પ્રેરાઈ રાષ્ટ્રીય હિતની અવગણના કરી નાખતા હોય છે. આ સ્વાર્થમૂલક ભાવનાઓ દેશના વિકાસમાં અવરોધક બને છે અને રાષ્ટ્રહિત માટે ભારે ખતરનાક નીવડે છે.
આપણે આપણું સંકુચિત સ્વાર્થ ખાતર દેશના હિતને બલિ આપવાનું પાપ કરતા અટકીશું અને રાષ્ટ્રીય ઘડતરમાં સામુદાયિક રીતે નિષ્ઠાપૂર્વક વ્યકિત-વ્યક્તિ સાથ આપીશું ત્યારે જ આપણી સ્વાધીનતા સોળે કળાએ ખીલી ઊઠશે.
આપણા રાષ્ટ્રીય ધ્વજમાં ત્રણ રંગે છે. સામાજિક અને રાષ્ટ્રીય દષ્ટિએ તે શૌર્ય, વીરતા અને પ્રેમને સંદેશ આપે છે. આધ્યાત્મિક ક્ષેત્રે, જ્ઞાન દર્શન અને ચારિત્રના સંદેશની કલ્પના કરી શકાશે. આ રીતે જે જીવન સ્વતંત્ર બનાવવામાં આવશે તો જ આ દિવસની સાર્થકતા સિદ્ધ થશે.
ઉત્તરાધ્યયન સૂત્ર આધ્યાત્મિક સ્વાતંત્ર્યની સાચી દિશાને ઈશારે કરી રહ્યું છે. તેનું જ પ્રવચન ચાલી રહ્યું છે. કેશીકુમાર શ્રમણ શ્રાવસ્તી પધાર્યા છે. આ બાજુ શ્રી ગૌતમ સ્વામીનું પદાર્પણ થઈ રહ્યું છે. ગૌતમ સ્વામીને સામાન્ય જીવન વિષેનું એક સ્વતંત્ર પ્રવચન થઈ ગયું