________________
૧૦૮ : ભેઘા પાષાણ, ખેલ્યાં દ્વાર ખબર નથી કે અસુંદર ખવાઈ જતાં સુંદર પણ એવાઈ જાય છે. બુરાઈ એવાઈ જતાં ભલાઈ પણ ભાગી જાય છે. સુંદરઅસુંદર, ભલાઈ-બુરાઈ, અહિંસા-હિંસા, બધાં પરસ્પર આધારિત છે.
યાદ રાખજો, જીવન બધી દિશાઓમાં વિપરીતથી બંધાએલું છે. આપણી દષ્ટિ પારદર્શી ન હોવાને કારણે સિક્કાની એક જ બાજુને આપણે જોઈ શકીએ છીએ. સિક્કાના પૃષ્ઠ ભાગ તરફ આપણી દૃષ્ટિ જતી નથી. એટલે આપણે માટે સિક્કાની બીજી બાજુ સદા અસ્પષ્ટ, અસ્કૃષ્ટ અને વિસ્મૃત રહે છે. જ્યારે ફૂલ તરફ દષ્ટિ જાય છે, ત્યારે કાંટા અદશ્ય થઈ જાય છે અને જ્યારે કાંટા તરફ દષ્ટિ નાખીએ છીએ, ત્યારે ફૂલ જેવાની પ્રક્રિયા બંધ થઈ જાય છે. આપણે એ પરમ સત્યને ભૂલી જઈએ છીએ કે ફૂલ અને કાંટા એક જ વૃક્ષથી પરિપુષ્ટ થએલાં, તે જ વૃક્ષના, અવિભાજ્ય અંગ છે. એક જ શાખા બંનેને પ્રાણ અર્પે છે, એક જ મૂળ બંનેને જીવનદાન સમર્પે છે, એક જ સૂર્ય બંને પર કિરણે વરસાવે છે, એક જ વ્યકિત બંનેનું જલથી સિંચન કરે છે, એક જ અસ્તિત્વમાંથી બંનેનું આગમન છે. પરંતુ આપણી દષ્ટિ સદા સમગ્રતાને જેવા ટેવાએલી નથી. આપણી આંશિક દષ્ટિ ખંડ ખંડ જેવા ટેવાએલી છે. એટલે આંશિક દૃષ્ટિ એ જ અજ્ઞાનની પરાકાષ્ઠા છે.
ભગવાન શ્રીકૃષ્ણ જીવનને હંમેશાં સમગ્ર અને સહજરૂપે સ્વીકારે છે. તે જીવનના કહેવાતા સુંદર અને સુંદર બને પક્ષને સમાનભાવે સહજરૂપે સ્વીકારે છે. તેમનાં જીવનમાર્ગમાં રાધા જેવી અપ્સરા આવી જાય તે પણ તેને પ્રેમથી સ્વીકારે છે અને કુબજા જેવી કુબડી આવી જાય તો પણ તેઓ તેટલી જ સહજતાથી તેને સ્વીકારી લે છે. ગોકુલમાં ગેપીએના પ્રેમમાં તેઓ મસ્ત બની જાય છે તે મથુરામાં જઈ જાણે તે કેઈને ઓળખતા ન હોય તેમ તેમને ભૂલી જાય છે. શ્રીકૃષ્ણના જીવનમાં શુભ અને અશુભ બન્નેને સહજ સ્વીકાર છે. પરંતુ પરંપરાગત ચિંતનથી ગ્રસિત આપણી બુદ્ધિ જીવનને ખંડ ખંડ કરી જેવા ટેવાએલી છે. સારા-નરસા, શુભ અને અશુભમાં ભેદ કરી સમજવાને આપણું બુદ્ધિ અભ્યસ્ત છે તેથી કૃષ્ણના વિરોધાભાસથી ભરેલા જીવનની ઉચિતતા સમજવી તેને માટે ભારે મુશ્કેલ છે. આ જ કારણે આધુનિક સંસ્કૃતિમાં જન્મેલા અને પિષણ મેળવેલા વિદ્વાનોએ, ગોકુલ અને મહાભારતના શ્રીકૃષ્ણને જુદા બતાવી, બે કૃષ્ણની બેહુદી કલ્પના કરી નાખી છે.
જૈન જગતમાં શ્રીકૃષ્ણ વાસુદેવ છે. ભગવાન નેમિનાથના તેઓ પિતરાઈ ભાઈ છે. તેઓ ત્રણ ખંડના ધણી છે. ભગવાન નેમિનાથના ભક્ત છે. તેઓ સમ્યગ્દષ્ટિ આત્મા છે. પૂર્વ ભવે કરેલા નિયાણના બળે કરી વાસુદેવરૂપે તેઓ જમ્યા છે. રાજ્ય, વૈભવ અને અંતઃપુરનું એશ્વર્ય તેમની પાસે અપાર છે. આવતી ચોવીસીમાં તેઓ તીર્થકર થવાના છે. ત્રેસઠ ગ્લાધ્ય પુરુષમાં એમની ગણતરી છે. એટલે શ્રીકૃષ્ણ જૈનેની દષ્ટિમાં પણ પ્રાતઃસ્મરણીય અને ભગવદ્ સ્વરૂપ છે. અંતગડદશાંગ સૂત્ર સાથે સંબંધિત એમની એક કથા હું તમને સંક્ષેપમાં કહું છું.