________________
વાસનાને વૈભવ : ૯૪ આ દોહરા અને શ્લેકમાં શ્રી ગૌતમ સ્વામીના ગુણે રથિત કરવામાં આવ્યા છે તે ઉપરથી જૈન શાસનમાં તેમને મહિમા અને ગરિમા કઈ જાતને છે તે જાણી શકાય છે. ભગવાન મહાવીર અને ગૌતમ વચ્ચે ગુરુશિષ્યને જ માત્ર સંબંધ ન હતું, અંતરાત્માથી પણ બંને જોડાએલા હતા. ભગવાનની બધી દેશના ગૌતમમૂલક છે. “સમ જમ મા પમાળે આદિ ઉપદેશે ગીતમને માધ્યમ બનાવી તેમણે ઉપદેશેલા છે.
ગણધર હોવાને કારણે દ્વાદશાંગીને સૂત્રરૂપે ગ્રથિત કરવાની કળા તે તેમને સહજ ઉપલબ્ધ હતી. એટલે તેઓ દ્વાદશાંગીના જ્ઞાતા હતા એ વાત તેમના માટે સ્વાભાવિક હતી. જેમ બધા ગણધરેને પોતપોતાના ગણ હતા તેમ શ્રી ગૌતમ સ્વામી શ્રુત જ્ઞાનના પૂર્ણ અધિકારી હતા. અવધિ અને મનઃ પર્યવજ્ઞાનના પણ તેઓ ધણુ હતા. પિતાની શિષ્ય સંપદા સાથે શ્રાવસ્તી નગરીમાં તેમણે પદાર્પણ કર્યું છે. શ્રી કેશીકુમાર શ્રમણે આ નગરીને તે પહેલાંથી જ પાવન કરી છે. શ્રી ગૌતમ સ્વામી પણ ત્યાં પધાર્યા છે. શ્રી પાર્શ્વપ્રભુ અને વરપ્રભુની બે પવિત્ર પરંપરાને ત્યાં સંગમ થયો છે. આ સંગમના તીર્થમાં સ્નાન કરી પાવન થંવા અને આનંદ માણવા ભવ્ય છે પણ ભેગા થયા છે. હવે શું થશે તેના ભાવ ભેદ અવસરે કહેવાશે.
વાસનાનો વૈભવ
ભગવાન મહાવીર અને ભગવાન ગૌતમ સ્વામીની સંક્ષિપ્ત જીવનરેખા તમને ગત બે પ્રવચનમાં કહેલ છે. આજે તેના જ અનુસંધાનમાં થોડી જાણવા જેવી વાત કહેવી છે. જે જ્ઞાનવર્ધન સાથે જીવન ઘડતર માટે પણ સહાયરૂપ થશે.
ભગવાન મહાવીર શબ્દની પૂર્વે હિંમેશાં શ્રમણ ભગવાન મહાવીર એ રીતે વિશેષણ મૂકાય છે. આચારાંગ અને કલ્પસૂત્રમાં પણ ભગવાન મહાવીરનાં જે ત્રણ નામનો ઉલ્લેખ મળે છે તેમાં બીજું નામ “મા” છે. “સમ' એ અર્ધમાગધીને શબ્દ છે તેના સમન, સુમનસ્ અને શ્રમણ એવાં ત્રણ સંસ્કૃતનાં રૂપ બને છે.
ક મૂળ સૂરજ સર્વ ને પિતાની જેમ જ આત્મીય ભાવે જેનારા સમદર્શી આત્માઓ “સમન” કહેવાય છે. - રાગ-દ્વેષાદિ કષાયના કાલુષ્યથી શૂન્ય, તટસ્થ દૃષ્ટિને સ્વીકારેલા, ઉપેક્ષાવૃત્તિને કેન્દ્રમાં રાખનારા “સમસ” અથવા “સુમન” કહેવાય છે. “સમનસૂ” અને “સુમનસ’ શબ્દો પ્રાયઃ એકાક છે. જેનું ચિત્ત સદા સ્વ-પરના હિત સાધનમાં સંલગ્ન હોય, ભૂલથી પણ પાપને પ્રશ્રય ન