________________
૯૬ : ભેદ્યા પાષાણુ, ખાલ્યાં દ્વાર
માનસશાસ્ત્રની પરમ સૂક્ષ્મતામાં અવગાહન કરનાર કોઈ માનસશાસ્ત્રી હાય તા તે કુશળ રાજનીતિજ્ઞ।ના અદૃષ્ટ રહેલા ભાવા તેનાથી અજ્ઞાત રહી શકતા નથી. બાહ્ય આકૃતિ અને ચેષ્ટા તેની આંતરિક મનોવૃત્તિની ચાડી કર્યાં વગર રહે જ નહિ.
એકનાથ સંત પાસે આવેલી અશાંત વ્યક્તિ જેમ આંતરિક રીતે અશાંત હતી, તેમ તેના મુખમંડલ ઉપર પણ તેની સ્પષ્ટ છાયા દેખાઈ આવતી હતી. તેણે આવતાં વેંત એકનાથને કહ્યુ: ‘ભગવન્ ! જેટલું આપનું જીવન સરળ, શાંત, મધુર અને સ્થિર છે તેટલું જ મારુ
જીવન અશાંત અને કિલષ્ટ છે, તેનું કારણ શું ?’
એકનાથે એકાએક જવાબ વાળ્યા: ભાઈ, આ બધી વાતોની પંચાત છેડી દે. તારુ મૃત્યુ એક અઠવાડિયામાં જ થવાનું છે તેના ખરાખર વિચાર કરી લેજે.'
એકનાથજીની આવી અણધારી અકલ્પ્ય વાતથી તે ગભરાઇ ગયેા. હવે તેને પેાતાનાં બધાં પાપકા યાદ આવવા લાગ્યાં. તે ધંધા-વેપાર ભૂલી ગયા. પોતે કરેલાં પાપાના પશ્ચાત્તાપ કરવા લાગ્યા. ઇશ્વર સ્મરણુ અને નામ-સ્મરણ એક ક્ષણ માટે પણ તે હવે વિસરતા નથી. આઠે ક્વિસમાં તે જાણે તે એક નવા જ માણસ થઈ ગયા. જાણે તેના નવા જ જન્મ થયા. પેાતાના કુટુંબીઓ અને આસપાસનાં પડાશીએ સાથે પોતે કરેલ કટુતાપૂર્ણ વ્યવહારોની તે હાર્દિક ક્ષમા માંગવા લાગ્યા. આત્માને ખટકે એવુ કોઈ શલ્ય ન રહી જવા પામે તે માટે સંપૂર્ણ જાગૃત થઈ ગયા. મૃત્યુના ભયે તેને એક એવો જખ્ખર આંચકો આપ્યા કે જેને કારણે તેના અશાંતિ, વ્યગ્રતા, અને ઉદ્વેગ ઊડી ગયાં. તે નરમાંથી નારાયણની દિશામાં પ્રગતિ કરવા લાગ્યા. તે સામાન્ય જન મટી ગયા અને સજ્જન બની ગયા. અરે સામાન્યમાંથી સજ્જન અને સજ્જનમાંથી સ`તની દિશામાં તેણે કદમ ઊઠાવ્યાં.
:
અડવાડિયા પછી જ્યારે એકનાથજી તેને ઘેર પધાર્યાં ત્યારે તે તેમના ચરણામાં પડી વિનવવા લાગ્યા ‘ભગવન્! હવે મારા મૃત્યુને કેટલી વાર છે?” એકનાથે શાંતિ અને સ્થિરતાપૂર્વક જવાબ આપ્યા : 'તારા મૃત્યુની વાત તે ઈશ્વર જાણે, પણ આ અઠવાડિયું કેવું ગયુ, તેની માંડીને વાત કર.’ તે માણસે શાન્ત અને ગંભીર અવાજે જવાબ આપ્યા ભગવન! મૃત્યુનુ તાંડવનૃત્ય મારી આંખ સામે ક્ષણે ક્ષણ રમી રહ્યું હતુ. તેના ભયથી આ અઠવાડિયામાં કશું જ ખરાબ કામ મારાથી થયુ' નથી. અરે, ખરાબ કામની તે વાત જ દૂર રહી, કોઇ ખોટી કલ્પના કે ખેાટા વિચારો પણ મને આવ્યા નથી.’
એકનાથજીએ કહ્યું: આ આઠ દિવસ દરમિયાન મૃત્યુ તારી આંખ સામે નાચી રહ્યું હતું. એટલે ભૂલમાં પણ તારાથી પાપ થયું નહિં. તે એજ રીતે મહાપુરુષો અને આધ્યાત્મિક પુરુષાની પારદર્શી સૃષ્ટિમાં મૃત્યુ પ્રતિક્ષણ તેમની સામે ઊભેલુ જાય છે. તેમની પ્રજ્ઞાભરી સૃષ્ટિમાં મૃત્યુ સાક્ષાત્ દૃષ્ટિગોચર થતુ હોય છે. તેથી કશા જ પાપના વિચાર તે કરી શકતા