________________
વાસનાને વૈભવ : ૯૫
જેના યશ કાતિ વગેરે ગુણોને મહાન વિસ્તાર થાય છે, તેને ભગવાન કહે છે. બૌદ્ધ ગ્રંથ ‘વિસુદ્ધ મો માં ભગવાન શબ્દને વ્યુત્પત્તિમૂલક અર્થ આપણે જોઈએ.
भग्गरागो भग्गदासा भग्गमोही अनासवा ।
भग्गास्सपावको धम्मो भगवा तेन वुच्चति ॥ જેના રાગ, દ્વેષ, મોહ, આશ્રવ અને આશા-તૃષ્ણાદિ પાપમૂલક દેશે નષ્ટ થઈ ગયાં હોય તેને ભગવાન કહે છે.
મહાવીર-યશ અને ગુણેમાં મહાન વીર હોવાથી ભગવાન મહાવીર કહેવાયા. જે શૂર અને વિક્રાંત હોય છે તે વીર કહેવાય છે, પરંતુ રાગ, દ્વેષાદિ આંતરિક શત્રુઓ જે સંસાર સાગરમાં પરિભ્રમણ કરાવનારા છે તે મહાન શત્રુઓ ઉપર વિજય મેળવવાથી તેઓ મહાવિક્રાંત એટલે મહાવીર કહેવાયા. આચારાંગ અને કલ્પસૂત્રમાં તે દેએ અર્પેલું આ તેમનું ગુણનિ પન્ન નામ છે. તદનુસાર–
આ ભયંકર ભય, ઉપદ્ર, અલકતા વગેરે કઠિન તથા ઘરથી પણ ઘર પરિષદને દઢતાપૂર્વક સહન કરવાને કારણે દેવોએ તેમનું નામ મહાવીર રાખ્યું.
શ્રમણ ભગવાન મહાવીર–આ ત્રણ શબ્દોના શાસ્ત્રીય ટીકાઓના આધારે પ્રચલિત અને વિશિષ્ટ અર્થો મેં તમને બતાવ્યા. ભગવાન મહાવીરના જીવન સાથે આ શબ્દ માત્ર વિશેષણ રૂપે જ નહિ, પરંતુ તાદામ્ય સંબંધથી જોડાએલા હતા. તે પ્રતિક્ષણ જાગૃત આત્મા હતા. સંન્યાસી અથવા શ્રમણ તેને જ કહેવાય કે જે સતત જાગૃતિમાં જોડાએલે છે. તે પિતાના સુષપ્ત અંગેને–ખંડને એવી રીતે તે જગાડીને એક બનાવી લે છે કે, પછી ખંડ થવાનાં કારણે જ પ્રાયઃ લુપ્ત થઈ જાય છે. આ અખંડ ચેતનાનું નામ જ વિવેક છે. અને વિવેક એ જ ધર્મ છે.
યાદ રાખજે, જીવન ઘણું નાનું છે. કેઈ દિવસ નકામે ન જાય, તેની સતત કાળજી રાખજે. ઉપનિષદનું વાક્ય છે કે “ઝાઝું વિવર પુથત” દિવસ વધ્ય (નિષ્ફળ–નકામ) ન બનાવવો જોઈએ. દરેક દિવસે આપણા હાથથી કંઇક સારું કાર્ય થવું જ જોઈએ. આ નાનાં નાનાં સારાં કાર્યોને સરવાળે મૃત્યુના ક્ષણ સમયે સત્કાર્યોનું એક મોટું ભાથું થઈ જશે. માટે પ્રતિપળ જીવનને એગ્ય હિસાબ બરાબર રાખજે. જીવનના સરવૈયામાં દેવાળું ન દેખાય તેની કાળજી લેજે.
ન્નાથ નામના એક પ્રસિદ્ધ સંત થયા છે. તેમની પાસે એક અશાંત, ઉદ્વિગ્ન, વિષહણ, ખિન્ન અને અધીરે માણસ આવ્યા. માણસની આંતરિક મનોવૃત્તિની અસર તેના મોઢા ઉપર થયા વગર રહેતી નથી. સારા રાજનીતિજ્ઞોની એવી અજબની કળા હોય છે કે તે પિતાના આંતરિક ભાવના પ્રત્યાઘાત મેઢા ઉપર ઉપસવા દેતા નથી. છતાં રાજનીતિની માફક જે