________________
વાસનાને વૈભવ : ૭ નથી. જ્યાં પાપ ન હોય, ત્યાં ભય કે અશાંતિ સંભવતાં જ નથી. આજ શાંતિ અને સમાધિને મૂળ મંત્ર છે.
વાસના એજ અશાંતિનું મૂળ છે. વાસના કદી આધ્યાત્મિક રહેતી નથી. મનને જીવતા રહેવા માટે વાસનાના આશ્રયની જરૂર પડે છે. એટલે મને નવી નવી તરકીબ અને ઉપાય કર્યા જ કરે છે. વાસનાના અભાવમાં મનનું જીવિત રહેવું મુશ્કેલ છે. એટલે માણસ જ્યારે ધનની વાસનાથી કંટાળી જાય છે ત્યારે ધર્મને પકડે છે. પરંતુ એ પણ મનની જ એક પ્રક્રિયા છે. ઘરથી કંટાળે એટલે મંદિર તરફનું આકર્ષણ જમે, પણ વાસના તે એક યા બીજા રૂપમાં જીવતી જ છે એટલે વાસના એજ સંસાર છે અને નિર્વાસના એ જ મેક્ષ છે. મોક્ષ મેળવવાની પણ વાસના હોય તે તે પણ સાંસારિક જ છે. સંસારનું મૂળ જ વાસના છે. વાસના અને સંસાર એક જ છે. માત્ર શબ્દ બે છે. તાત્પર્ય તે એક જ છે. એટલે વાસના કહે કે સંસાર, એમાં કશે જ તફાવત પડતો નથી. માણસ વાસનામાંથી મુક્ત થયા પછી સંસારમાં રહેતે, વ્યવહાર કરતે, અને જીવતે પણ મેક્ષમાં જ છે.
- જીવના બે ભેદ કહ્યા છે, એક સંસારી અને બીજે મુક્ત અર્થાત્ કેવલી. કેવલી એટલે જે કેવલ્ય અવસ્થાને પામી ગયા છે, જે વીતરાગી છે અને સદેહ મુક્ત છે. આમ છતાં જ્યારે કેવલીને આ બે ભેદોમાં સમાવવાને પ્રશ્ન ઉપસ્થિત થાય છે ત્યારે કેવલી પણ સંસારીના જ કેડામાં જશે. જીવતી દરેક વ્યક્તિની ગણતરી, જ્યાં સુધી આત્મા અને દેહ જુદા ન પડે ત્યાં સુધી, સંસારીમાં જ થવાની. વાસનાથી મુકિત એ જ મેક્ષ છે. વાસનાનું અસ્તિત્વ એ જ સંસાર છે.
વાસનાને સંબંધ વિષયે કે પદાર્થો સાથે નથી. વાસનાને સંબંધ આપણે શું માંગીએ છીએ તેની સાથે પણ નથી, માત્ર આપણે માંગીએ છીએ તેની સાથે જ છે. આપણે શું માંગીએ છીએ તે વાત જ અસંગત છે. ધન માંગે, યશ માંગે, ધર્મ માંગે કે મેક્ષ માંગે, એમાં બહુ ફેર પડતું નથી. જ્યાં સુધી માંગવાની વૃત્તિ અને લાલસા છે ત્યાં સુધી વાસના તેની આડમાં જીવતી અને જાગતી ઊભી જ છે. માંગવાની ભાવના જીવતી હોય ત્યાં સુધી સંસાર જ છે.
વાસનામાં ચેતના કદી નિષ્કપ અને સ્થિર રહેતી નથી. દીપકની વાટની માફક તે અસ્થિર હોય છે. છતાં અજ્ઞાનતાથી માણસ માની બેસવાની ભૂલ કરે છે કે, મેં સાંસારિક વાસનાઓ છેડી નાખી છે અને ધર્મ અને મંદિરને સ્વીકારતાં ઊંચી વાસનાઓ પકડી પાડી છે. પરંતુ હકીકતે કઈ વાસના ઊંચી નથી. પછી ભલે તે વાસના ધનની હોય કે ધર્મની, ઘરની હોય કે મંદિરની, સંસારની હોય કે મેક્ષની, જ્યાં સુધી વાસનાનું અસ્તિત્વ છે ત્યાં સુધી સંસારમાંથી મુક્ત થવાને કશે જ ઉપાય કોઈ પણ રીતે કામયાબ નીવડતો નથી.
જેમ કેઈ ઝેર ઊંચું હેતું નથી, તેમ કઈ પાપ પણ ઊંચું હોતું નથી. ઝેર ગમે તે સ્થિતિમાં ઝેર જ છે. ઝેર ઊંચું તે ન હોઈ શકે પરંતુ શુદ્ધ અને અશુદ્ધ તે અવશ્ય હાઈ શકે છે.