________________
૯૦ : ભેવા પાષાણુ, ખાલ્યાં દ્વાર
ખરા, પરંતુ તે યુવાનીના માલિક થતા નથી. તેથી તેમને જ્યારે વૃદ્ધાવસ્થા આવે છે ત્યારે વૃદ્ધાવસ્થાનું પણ તે ભારે પ્રેમથી સ્વાગત કરે છે. મૃત્યુને પણ તે હસતે મુખે ભેટે છે.
આવા જ્ઞાની પુરુષા કર્તવ્યનું' પાલન યથાવત્ કરે છે. પરંતુ તેના શ્રેયના અધિકારી થતા નથી. કામ પૂરુ થાય એટલે તરત જ ત્યાંથી ખસી જાય છે. કેમકે તેઓ માને છે કે કબ્ય જ પૂર્ણ આનંદ છે. શ્રેય તા તે લેવા ઇચ્છે છે જેમને કન્યમાં આનંદ નથી હાતા.
જીવનમાં જે પણ મેળવવાનુ છે તે સદાથી સહુને મળેલ જ છે. પરંતુ ચેષ્ટાના કારણે આપણે એટલા વ્યસ્ત અને પરેશાન છીએ કે, આપણે તેને જોવા ઇચ્છીએ તેા પણ જોઈ શકતાં નથી. આપણાં સહુને અનુભવ છે કે, એક વસ્તુ આપણી પાસે જ મૂકેલી હેાય છતાં તે મેળવવા આપણે એટલા ઉતાવળા અને વ્યગ્ર થઈ જતાં હાઇએ છીએ કે, આપણું માનસિક સંતુલન જળવાતુ નથી. અને પરિણામે, આપણી સામે પડેલી વસ્તુ પણ આપણે શેાધી શકતાં નથી. ઘણી વાર એવું બને છે કે, જે માણસનુ આપણે નામ બેલવા માંગીએ છીએ તેની આખી આકૃતિ આપણી આંખેા સામે તરવરવા લાગે છે પણ તે માણસનુ નામ યાદ આવતું નથી. આપણે વ્યગ્ર બની જઈએ છીએ અને કહીએ છીએ, તેનું નામ હૈયે છે પણ હાડે આવતુ નથી. નામ જીભ પર જ રમી રહ્યુ છે છતાં ઉતાવળ એટલી બધી છે કે, જીભ ઉપર રહેલ” નામ યાદ આવતું નથી, શબ્દબદ્ધ કરી શકાતું નથી. આપણાં તેને યાદ કરવાનાં પ્રયત્ન અને ચેષ્ટા જ સ્મૃતિમાં ખાધક ખની જાય છે. એક માણસ આપણી સામે ઊભેલેા છે. તે સહજ પૂછે છે, ઓળખો છે મને ? આપણે તેને જાણતાં પણ હેાઇએ, ચહેરા પરિચિત પણ લાગે, ઘણી વખત આપણે તેને મળ્યાં હાઇએ એવી આપણને પ્રતીતિ પણ થાય, છતાં તેની સ્મૃતિ તાજી કરવાના પ્રયત્નમાં આપણે એટલા ઉતાવળા બની જઈએ છીએ કે તે ઉતાવળ, તેનાં નામની સ્મૃતિ ક્રરાવવામાં સહાયક થવાને બદલે, વધારે વિસ્મૃતિના ગતમાં આપણને એટલે વ્યસ્તતા, ચેષ્ટા, ઉતાવળ અને પ્રયત્ન સફળતામાં પરિણમવાને બદલે પરિણમે છે.
ધકેલી દે છે. અસફળતામાં
આવા પ્રસંગે આપણાં સૌને માટે ઘણી વખત ઊભા થયા હાય છે. ઘણીવાર આવી સ્થિતિ મૂંઝવણમાં મૂકનારી પણ બની જાય છે. પરંતુ જે વ્યક્તિને આપણે યાદ કરવા માંગીએ છીએ તે વ્યક્તિ તરકેનું જ્યારે આપણું ધ્યાન હટી જાય છે, તે વ્યક્તિને યાદ કરવાની વાત આપણાં સ્મરણમાંથી નીકળી જાય છે અને પછી આપણે કાઈ નાવેલ કે છાપું વાંચવામાં ગુ થાઇએ ત્યારે અપ્રત્યાશિત રૂપમાં તે વ્યક્તિ, તેનું નામ અને ઠેકાણુ, તેને આખા ઇતિહાસ અને પરિચયની આખી રૂપરેખા, ચિત્રપટનાં ચિત્રાની માફક અનાયાસે આપણી આંખાની સામે તરવરવા લાગે છે. આ એક અનુભૂત પરંતુ અદ્ભુત સત્ય છે.