________________
૮૮ : ભેદ્યા પાષાણ, ખોલ્યાં દ્વાર
અસ્વીકારમાં છે. દુઃખમાં પિતામાં કશી જ પીડા કે યાતના નથી, પીડા કે યાતના, તે તેને માટેના આપણા અસ્વીકારમાં છે. આમ થવું જોઈતું નહોતું અને છતાં આમ થયું, આ જે અસ્વીકાર ભાવ છે તે જ દુઃખની મૂળભૂત આધારશિલા છે. જે થયું તે તેમજ થવાનું હતું, તેમજ થવું જોઈએ અને તેમજ થઈ શકે છે, એ સત્ય છે આપણું અંતરાત્માને સ્પર્શી જાય તે દુઃખની કઈ પીડા રહે નહિ. દુઃખને સ્વીકાર દુઃખને ભગાડી દે છે. જેમ દુઃખને માટે તેમ સુખને માટે પણ સમજવું. એકવાર એ ભાવ સ્થિર થઈ જાય પછી સુખ ઝુંટવાઈ જાય તે પણ તેનું કશું જ દુઃખ આપણાં અંતરાત્માને સ્પર્શતું નથી. મને જે સુખ મળ્યું તે ઝુંટવાઈ જવું જોઇતું નહતું, તેને કાયમ રાખી શક હેત, પણ ન રાખી શક–આ ભાવમાં જ પીડા છે. જે આપણે પરમાર્થને તારવી લઈએ કે દુઃખ આવ્યું અને ગયું, એટલે જે આવે છે તે જાય છે, તે દુઃખમાં પણ દુઃખી થવાનું કારણ રહેતું નથી. સુખને વિષે પણ જો આપણું મનમાં એ ખ્યાલ ન ઉદ્ભવે કે હું સુખને બચાવી શકતા હતા, તે પીડા થવાને કશે પ્રશ્ન જ રહેતું નથી.
મનુષ્યસ્વભાવની આ નબળાઈ છે કે, સ્વભાવથી ઘટિત થતી વસ્તુઓમાં પણ માણસ પિતાના કર્તવ્યનું આરોપણ કરી બેસે છે. મેં આ કર્યું, મારાથી જ આ થઈ શકે, મારા વિના આ થઈ શકયું નહત-' વગેરે ભાવ મનુષ્યસ્વભાવની નબળાઈના દર્શક છે. જગતમાં એવું કશું જ નથી જેને ઘટિત કરવામાં કોઈની અનિવાર્ય જરૂરિયાત હોય જ. ગધેડાની મદદ વગર પણ ઘડો બની શકે છે. આપણુ વગર કામ અટકી જશે, કશું જ થશે નહિ, એમ માનવા મનાવવા આપણામાં રહેલે અહં મળે છે. હકીકતે તે પ્રકૃતિ પિતાની રીતે પિતાનું કાર્ય ક્યાં જ કરે છે. ઊંઘ આવે છે, ભૂખ લાગે છે, જન્મ થાય છે, મરણ થાય છે, બધું પિતાની મેળે જ ઘટિત થાય છે.
જન્મવું છે આપણે, છતાં પ્રકૃતિ આપણને તે વિષે કંઈ પૂછવા પણ આવતી નથી. પિતાની રીતે તે કામ પતાવી દે છે. મૃત્યુ આપણું થાય છે, છતાં આપણાં મૃત્યુના આપણે ધણી જ ન હોઈએ તેમ કઈપણ જાતના ઇશારા, સંકેત કે હા-નાની પૃચ્છા કર્યા વગર તે પિતાની રીતે કામ પતાવી દે છે. કયાં, કેમ, ક્યારે આપણે ઊપડી જઈએ છીએ તેની આપણને ખબર પણ પડતી નથી. આમ છતાં દરેક વસ્તુના કર્તુત્વને આપણે સ્વીકારી લઈએ છીએ એ જ આપણામાં રહેલી મેટી અજ્ઞાનતા છે.
અજ્ઞાની વિચારે છે, હું જમી રહ્યો છું. તપસ્વી વિચારે છે, હું ઉપવાસ કરી રહ્યો છું. બન્નેની ક્રિયાઓમાં ભલે તફાવત છે પરંતુ બંને પિતાને કર્તા માની બેસે છે. કર્તુત્વને અહંકાર તે બંનેને સમાન ભાવે પડી રહ્યો છે. પારમાર્થિક જ્ઞાની તે તેને કહેવાય કે જે જમતી વખતે પણ “હુથી પીડિત નથી અને ઉપવાસ કરતી વખતે તે “હું”ને અવકાશ જ આપતું નથી. જ્ઞાની