________________
બિંદુમાં સિંધુ : ૮૯
એમ માનતું નથી કે હું ભજન કરું છું. તે તે જાણે છે કે આ બધું ભૂખ કરે છે. ભૂખને દેહની સાથે સંબંધ છે. હું તે દષ્ટા છું, સાક્ષી છું, જેનાર છું. જ્યારે ભૂખ લાગે છે ત્યારે જમી લઉં છું. નથી લાગતી ત્યારે ઉપવાસ થઈ જાય છે. આ માણસ ન તે ભૂખથી હટે છે, ન તે ભૂખને આગ્રહપૂર્વક ભરે છે. ભૂખની સાથે તે કશી જ છેડતી કરતા નથી. ભૂખની પ્રક્રિયા સાથે સાક્ષીભાવને જ વ્યવહાર કરે છે.
અજ્ઞાની માણસ સ્વભાવ સાથે યુદ્ધ કરવા લાગે છે. શરીરને સ્વભાવ જીર્ણ થવાનો છે તે સત્ય તે ભૂલી જાય છે અને તેને સાચવવાની અને ટાપટીપની કાળજીમાં તે પડી જાય છે. શરીર રુગ્ણ થઈ જાય તે તરત જ તે ઉપચારની ચિંતા કરવા માંડે છે. પોતાના શરીરને રેખે કંઈ ન થઈ જાય તે માટે, સાવચેતીના પગલાંરૂપે તે ઉપચાર શરૂ કરી દે. છતાં શરીરનું રક્ષણ તેના હાથમાં હોતું નથી. અનેક પ્રયત્ન અને ઉપચાર કરવા છતાં શરીર તે પિતાના સ્વભાવ પ્રમાણે જીર્ણશીર્ણ થાય જ છે અને એક દિવસ મૃત્યુના મુખમાં પણ ધકેલાઈ જાય છે.
જગત પિતાના નિયમથી જ ચાલે છે. પરંતુ કયારેક આપણી કામના કેઈ પ્રક્રિયા સાથે મેળ ખાઈ જાય તે આપણે માનવા લાગીએ છીએ કે આ પ્રક્રિયા મારાથી ચાલી રહી છે. આપણે માનીએ છીએ કે સાગરની લહરે આપણે આજ્ઞા માની ઊછળી રહી છે, અને તે માટે આપણે તેનાં કાવ્ય પણ ગાઈએ છીએ કે, ઊઠે, લહરે! ઊઠે! અને જ્યારે તે લહરે નથી ઊઠતી ત્યારે આપણે દુઃખી થઈ જઈએ છીએ. આપણે ભૂલી જઈએ છીએ કે, આપણી આજ્ઞા પ્રમાણે સાગર નથી ચાલતે, આપણા આદેશને તે શિરોધાર્ય નથી કરતે, આપણી કામના સાગરની ઊછળતી લહર સાથે મેળ ખાઈ જાય એ તે એક સંગની વાત છે, અન્યથા તે પિતાની રીતે જ ગતિ, સ્થિતિ કર્યા કરે છે.
સમજુ અને ડાહ્યા માણસે પણ સામાન્ય માણસની જેમ જીવનની બધી પ્રક્રિયાઓમાંથી યથાવિવિધ પસાર થાય છે. તે પણ બાલ્યાવસ્થામાં બાળક હોય છે, યુવાનીમાં યુવાન બને છે અને વૃદ્ધાવસ્થામાં વૃદ્ધ થાય છે. પરંતુ તે તે બાલ્યાવસ્થા, યુવાની, કે વૃદ્ધત્વને કર્તા માણસ નથી, તે તે સ્થિતિની તે સહજ પ્રકૃતિ છે. એટલે સમજુ ને ડાહ્યા માણસો તેના કર્તા બનતા નથી, તે તે સ્થિતિના માલિક થતા નથી. માલિકી એ જ દુઃખનું મૂળ છે. માલિકી એ જ નરક છે. જ્યાં જ્યાં નરક દેખાય ત્યાં પ્રચ્છન્ન રૂપે પણ માલિકપણું આવીને ઊભી જ રહે છે. અધિકારની આ ઘેલછાની આડમાં નરકને જન્મ થાય છે. અને માલિકપણાના અભાવમાં આ શુભ અને અનાચ્છાદિત આકાશમાં સ્વર્ગ અવતરે છે. - એક વખત જીવનમાં અધિકાર વૃત્તિને પ્રારંભ થશે કે દુઃખની વણઝાર આવવી શરૂ થઈ એમ સમજી લેજે. યુવાનીને સાચવવા ભૂલથી પણ તેના માલિક થશે નહિ. અન્યથા વૃદ્ધાવસ્થા આવતાં રડશે, પસ્તાશે અને દુઃખી થશો. જ્ઞાની પુરુષે યુવાનીમાંથી પસાર થાય છે