________________
તિર્ધર ગૌતમઃ ૮૫ ગૌતમ! ચિરકાળથી આત્માના અસ્તિત્વના સંબંધમાં તમારા ચિત્તમાં ઉહાપોહ ચાલી રહ્યો છે, ખરું?
મનમાં હરહમેશ જે મુંઝવણભર્યો પ્રશ્ન ઊઠી રહ્યો હતો તેને જ ભગવાન મહાવીરે આમ ઉલ્લેખ કર્યો ત્યારે ઇન્દ્રભૂતિ ગૌતમ આશ્ચર્યમાં પડી ગયા. તેઓ બોલ્યા: “હા, મને તે વિષયમાં ઘણા વખતથી શંકા છે. શંકાથી ઘેરાયેલા મારા માનસને કયાંયથી સમાધાન મળતું નથી.
२९ मे श्रति छ विज्ञानधन अवैतेभ्यो भूतेभ्यः समुत्थाय तान्येवानुविनश्यति, न प्रेत्यसंज्ञाऽस्ति જે મારી શંકાને વધારે દઢતમ અને પરિપુષ્ટ બનાવે છે. ભૂતસમુદાય (પંચમહાભૂત-પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, અને આકાશ)ના ભેગા થવાથી વિજ્ઞાનઘન એવા ચૈતન્યને આવિર્ભાવ થાય છે. અને કાલાંતરે તેમાં તે ફરીને અંતનિવિષ્ટ થઈ જાય છે. તેથી પરલેકને અભાવ છે.
કૃતિની ઉકિત મુજબ જ્યારે ભૂતસમુદાયથી વિજ્ઞાનમય ચૈતન્યની ઉત્પત્તિ થાય છે ત્યારે ભૂતસમુદાયથી વ્યતિરિક્ત પુરુષ એટલે આત્માના અસ્તિત્વની સિદ્ધિ કઈ રીતે થાય ? વળી વેદમાં આત્માના સ્વતંત્ર અસ્તિત્વને પ્રમાણિત કરતાં બીજાં વાક્ય જેવાકે“ કામારમા જ્ઞાનમ: ઈત્યાદિ પણ યત્ર તત્ર પથરાએલા પડયા છે. જે આત્માના અસ્તિત્વને સિદ્ધ કરે છે. આવા પરસ્પર બાધક અને વિરોધી કૃતિ વાકએ જ આત્માના અસ્તિત્વ વિષેની મારી શંકા જાગૃત કરી છે. આ બંને વાકોમાં તેને પ્રમાણિત માનવા અને કોને ન માનવા? શ્રુતિની સાથે બંનેને સંબંધ સમાન હેઈ, મારી મૂંઝવણ વધારે વધી જવા પામી છે.'
ભગવાન મહાવીરે કહ્યું : “શ્રતિ વાકયેના જે અર્થો તમે સમજે છે, વિચારે છે, કપ છે અને અવધારે છે તેવા જ ખરેખર તેના અર્થો નથી. તમે વિજ્ઞાનઘનને ભૂત સમુદાયથી ઉત્પન્ન બચતન્ય પિંડ અર્થમાં વ્યવહત કરે છે. પરંતુ વિજ્ઞાનઘનને સાચા અર્થ અનેક પ્રકારની વિવિધરંગી જ્ઞાનપર્યાથી છે. આત્મામાં ક્ષણે ક્ષણે નવા નવા જ્ઞાનપર્યાયને આવિર્ભાવ થાય છે. અને તેના પહેલાંના જ્ઞાન પર્યાયને વિનાશ થાય છે. ધારે કે જ્યારે કઈ વ્યક્તિ કેઈ એક અશ્વાદિ પદાર્થનું ચિંતન કરતો હોય, તે વખતે અશ્વ વિષયક જ્ઞાને પગ આવિર્ભાવ પામે છે, જે અશ્વ વિષયક જ્ઞાન પર્યાયના નામથી ઓળખાય છે. જ્યારે ચિંતનની ધારા અશ્વ વિષયક જ્ઞાનના ઉપગને ત્યાગ કરી, ગજનું ચિંતન કરે છે ત્યારે તે ગજ વિષયક જ્ઞાન પર્યાયના નામથી ઓળખાય છે. તે ક્ષણે અશ્વ વિષયક જ્ઞાન પર્યાય તિરહિત થઈ ગયેલ હોય છે અને ગજ વિષયક જ્ઞાનપર્યાય આવિર્ભાવ પામે છે. વિવિધ પદાર્થ વિષયક વિવિધ જ્ઞાનના પર્યાયથી જ વિજ્ઞાન ઘન કહેવાય છે. જેની ઉત્પત્તિ ભૂતો એટલે પંચમહાભૂત નહિ, પરંતુ ભૂત એટલે શેય-જાગતિક જડ ચેતનાદિ બધા પદાર્થોના નિમિત્તને પામીને થાય છે.
બધા પ્રમેય પદાર્થો આત્મામાં સ્પષ્ટ પ્રતિભાસિત થાય છે. એટલે ઘટ પોતાના સ્વરૂપમાં ઘટરૂપે અને પટ પિતાનાં સ્વરૂપમાં પટરૂપે પ્રતિબિંબિત થાય છે. આવા પૃથફ પૃથફ સ્પષ્ટ