________________
૮૪: ભેદ્યા પાષાણ, ખેલ્યાં દ્વાર
" કેવળ જ્ઞાન થતાં ચાલી આવતી પરંપરા મુજબ એક અંતમુહૂર્ત સુધી ભગવાન ત્યાં રોકાયા. પરંતુ વિરતિના પરિણામ માટે કઈ યોગ્ય વ્યકિત ત્યાં હતી નહિ. માત્ર દેવની જ હાજરી હતી, એટલે તેમની દેશના નિષ્ફળ ગઈ. આ એક ભારે આશ્ચર્ય થયું.
ભગવાન મહાવીર જભિયાગ્રામથી ફરી મધ્યમ પાવાપુરીમાં પધાર્યા. દેવોએ તેમના જન વ્યવહાર મુજબ સમવસરણ બનાવ્યું. આ વખતે ભગવાનને સાંભળવા વિશાળ જન સમુદાય એકત્રિત થયે. મહાવીરની આધ્યાત્મિક અને સમગ્ર જીવનનું મૂલતઃ રૂપાંતરણ કરનારી દિવ્ય વાણીના શ્રવણુંથી જનમન નાચી ઊઠયાં. ઘણાના પ્રાણને તે વાત સ્પર્શી ગઈ. સહ મંત્રમુગ્ધ, સંતુષ્ટ અને આનંદિત થયાં.
ભગવાનની આ લકત્તર દિવ્યવાણીને સાંભળવા આતુર બનેલા દેવે જ્યારે આકાશ માર્ગેથી સમવસરણની દિશામાં ગતિ કરી રહ્યા હતા, ત્યારે તેમને આવતા જોઈ, પંડિતએ વિચાર્યું કે “આ દેવે અમારા વિધિપૂર્વકના આ વિશિષ્ટ યજ્ઞથી આકર્ષાઈ અત્રે આવી રહ્યા છે. પરંતુ જ્યારે તેમને યજ્ઞ મંડપથી આગળ નીકળી જતા અને પાસે જ રચાયેલા શ્રી મહાવીરના સમવસરણમાં ઉતરતા નિહાળ્યા ત્યારે તેઓ ભારે નિરાશ થયા. ઇન્દ્રભૂતિના અહમને ભારે આંચકો લાગ્યું. ભગવાન મહાવીરનું આગમન તેમના પ્રકાંડ પાંડિત્યને ચેટ લગાડી ગયું. મહાવીરની પ્રતિભા અને પ્રજ્ઞાશકિત કેવી અને કેટલી છે તે જોઈ લેવાને તેમને વિચાર ઉદભવ્યું. તેમને થયું કે “ગમે તેમ હશે તે પણ તે મારા પાંડિત્ય સામે ટકી શકશે નહિ પ્રતિભા શી વસ્તુ છે તેનું ભાન મારે તેમને કરાવવું જરૂરી છે. અટકથી કટક સુધી અને કન્યાકુમારીથી કાશ્મીર સુધી મારી વિસ્તૃત અસર છે. પરાજય એટલે શું તે હું જાણતા નથી. માટે લાવ, આજે મહાવીર સાથે પણ શાસ્ત્રાર્થ કરી, મારી વિજયશ્રી ઉપર બે ચાંદ વધારે ચઢાવી લઉં.”
અને આમ અહંની અકડ સાથે, શાસ્ત્રો અને કૃતિઓના પારગામી એવા શ્રી ઇન્દ્રભૂતિ, પિતાના પાંચસે શિષ્યને પરિવાર સાથે, મહાવીર પ્રભુ સાથે શાસ્ત્રાર્થ કરવા હાજર થયા. પરંતુ
ત્યાં આવીને ભગવાનનાં તપસ્તેજથી પ્રદીપ્ત આભામંડળને જોતાં જ ઇન્દ્રભૂતિ હતપ્રભ થઈ ગયા. ઇન્દ્રભૂતિ કાંઈપણ બેલે તે પહેલાં જ ભગવાન મહાવીરે “હે ગૌતમ !” એમ કહી સંબોધન કર્યું.
ત્યાં જ ગૌતમ ઈંભિત થઈ ગયા. છતાં અંદર બેઠેલા અહને હજી શાંતિ નહોતી. તેમણે માથું ઊચકર્યું અને વિચાર્યું: ‘હું કાંઈ જે તે વિદ્વાન નથી. મારી ખ્યાતિ વિશ્વવિકૃત છે. આબાલવૃદ્ધ સૌ મારા નામથી પરિચિત છે. મહાવીરે પણ મારી વિદ્વત્તા અને પ્રતિભાના વખાણ સાંભળ્યા હોવા જોઈએ. તેથી જ તેમને મારા નામની ખબર લાગે છે. જ્યાં સુધી મારા માનસિક સંશનું તેઓ નિવારણ ન કરે, ત્યાં સુધી તેમને સર્વજ્ઞ માનવાને હું તૈયાર નથી. ગૌતમના મનમાં જ્યારે આવા સંક૯૫–વિક ઊઠી રહ્યા હતા ત્યાં જ ભગવાન મહાવીર ફરી બેલ્યાઃ