________________
૮૨ : ભેઘા પાષાણ, ખેલ્યાં દ્વાર
ઉત્તરાધ્યયન સૂત્રના ૨૩મા અધ્યયનને સ્વાધ્યાય ચાલે છે તે પણ શ્રી કેશીકુમાર શ્રમણ અને ગૌતમ સ્વામી સાથે જ સંબન્ધિત છે.
ભગવાન મહાવીરના જીવન વિષેની પણ તમને વિશદ માહિતી નથી, ત્યારે શ્રી ગૌતમ સ્વામીના જીવન વિષેની માહિતીની તમારી પાસેથી અપેક્ષા રાખવી વધારે પડતી છે. છતાં મહાપુરુષોનાં જીવન હંમેશાં પ્રેરણાદાયી હોય છે. તેમના પરમ આદર્શો આપણામાં નવી ચેતના, ને પ્રાણ, અને નવીન શક્તિ અપ જાય છે. તેથી તેમનાં જીવન કવન વિષે જાણવું આપણે માટે આવશ્યક છે. સૂર્ય પ્રતિદિવસ પિતાના નિશ્ચિત કમ પ્રમાણે ઉદય પામે છે અને જગતના પટ ઉપર પ્રકાશ પાથરે છે. સૂર્યોદયની સાથે જ આખી ચેતના સુષ્ટિ કેઈ ન જ થનગનાટ, નવી જ
સ્કૃતિ, નવી જ અન્તઃ પ્રેરણા અને ચેતનાને મેળવે છે. પક્ષીઓ અરુણોદય થતાં જ આનંદમાં મસ્ત બને કિલકિલાટ કરવા લાગે છે. રોજે રોજ ઊગતે સૂર્ય પણ નિત્ય નવીન ભાસે છે. તેના ઉદયની સાથે નવા તેજ, નવા પ્રાણે તેમજ કોઈ અકસ્થ સ્કૂર્તિઓની નૂતન પ્રભા જન જીવનમાં ઉદીત થાય છે. તેથી જ સૂર્યને મહિમા પિતાનાં સ્વરૂપમાં ટકી રહેવા પામ્યો છે.
એકવાર એક કવિને કોઈએ સૌંદર્યની વ્યાખ્યા પૂછી-સૌંદર્ય કોને કહેવાય? સૌદર્યના અંતરાત્માને સ્પર્શેલા એવા તે કવિએ તેનું સ્વરૂપ બતાવતાં કહ્યું : “ક્ષણે ક્ષણે જાતાકુતિ તફેર પં રમતાથા: – જે હરક્ષણે પિતાના નાવીન્યને સુરક્ષિત રાખે છે, જ્યારે જુઓ ત્યારે તાજુ ને તાજું દેખાય છે, જેની નવીનતા અને કમનીયતામાં કશેજ ફેર પડતું નથી તેજ પારમાર્થિક રીતે સૌંદર્ય કહી શકાય.
ધર્મપણ જીવનની વાસ્તવિક દિશામાં રૂપાંતરણની એક પ્રક્રિયા છે. તેનાથી જીવન સરળ, નિર્મળ, સંકલેશ શુન્ય, તાજગી ભર્યું અને પરમાત્મપરાયણ બની જાય છે. ધર્મથી જીવન અનેરા પ્રકાશથી ભરાઈ જાય છે. કરોડો સૂર્યોના પ્રકાશ કરતાં પણ આંતજતિને પ્રકાશ કરેડગણું વધારે હોય છે. એક વખત આવા પ્રકાશની ઉપલબ્ધિ થઈ જાય એટલે અજ્ઞાનના અંધારામાં અથડાવાને કશે જ ભય રહેતું નથી.
સૂર્ય, ચંદ્ર, ગ્રહમંડળ અને તારાગણ પ્રતિક્ષણ ગતિ કરતાં હોય છે. તેમની ગતિ અને સ્થિતિમાં કદી પણ ફરક પડતો નથી. તે આકાશમાં યથાસ્થાન યથા રીતે સ્થિત છે અને સ્વભાવતઃ ગતિશીલ છે. હિમાલય જેવા પહાડ, ગંગા, બ્રહ્મપુત્રા જેવી વિરાટકાય નદીઓ અને વિશાળ પૃથ્વીમાં જે સંતુલન દષ્ટિગોચર થાય છે તેની મૂળભૂત આધાર ભૂમિ ગુરુત્વાકર્ષણ છે. આ ગુરુત્વાકર્ષણને જ પ્રતાપ છે કે જેને કારણે આ બધી વસ્તુઓ એક દોરાવા પણ સરકતી નથી. ગુરુત્વાકર્ષણ જ બધી વસ્તુઓને સંઘર્ષણમાં જતાં અટકાવે છે.
જીવનમાં ધર્મ પણ ગુરુત્વાકર્ષણની જ ગરજ સારે છે. વિવિધ કલ્પનાઓ, વાસનાઓ, આકર્ષણે, પ્રભને અને વૈષયિક વિકારના પ્રભાવથી અમુખી થતા મનના પ્રવાહને ધર્મ જ