________________
તિર્ધર ગૌતમ : ૮૧ समणे भगवौं महावीरे संवच्छरं साहियं मास जावचीवरधारी होत्था तेण पर अचेले पाणि पडिग्गहो।
શ્રમણ ભગવાન મહાવીર એક વર્ષ અને એક માસ સુધી વસ્ત્રધારી રહ્યા હતા. ત્યારપછી નિર્વસ્ત્ર અને પાણિપાત્ર થયા હતા.
શ્રમણ ભગવાન મહાવીરે, દીક્ષાને સ્વીકાર કર્યા પછી, બાર વર્ષથી કંઈક વધારે સમય સુધી અડેલ સાધના કરી હતી. સાધનાના આ કાળમાં શરીર તરફ તેઓ બિલકુલ ઉદાસીન રહ્યા હતા. ભગવાને બાર વારસ અને તેર પખવાડિયાની સાધનાની આ લાંબી સમય મર્યાદામાં માત્ર ત્રણસો એગણ પચાસ દિવસ આહાર ગ્રહણ કર્યો હતે. બાકીના દિવસો નિર્જળ અને નિરાહાર રહ્યા.
સાધનાના આ કાળ દરમિયાન મહાવીરે દરિદ્ર બ્રાહ્મણને ઉદ્ધાર કર્યો–ગોવાળે બળદોને બાંધવાનાં દેરડાથી તેમને માર માર્યો-ઈન્દ્ર સહાય આપવાની વિનંતિ કરી પણ ભગવાને તેને અસ્વીકાર કર્યો– શૂલપાણિ યક્ષને ઉપદ્રવ થયે- ચંડકૌશિકને પ્રતિબોધ આપ્યો- ભગવાનની કૃપાથી નાવ કાંઠે પહોંચી–ગશાલકને ભેટે થો–લાટ પ્રદેશના પરીષહે સહ્યા-કટ પૂતનાનો ઉપદ્રવ તલને પ્રશ્ન-વૈશ્યાની તાપસ-સંગમના ઉપસર્ગો-જીર્ણશેઠની ભાવના અને પૂર્ણનું દાન–શેર અભિગ્રહ-કાનમાં ખીલા–આદિ વિષયેનું જે વર્ણન કરવા બેસીએ તે ચાતુર્માસને સમય નેને પડે. તેથી આ બાબતે અવસર ઉપર છોડી દઉં છું.
| મધ્યમ પાવાથી પ્રસ્થાન કરી, જંભિયગ્રામની નજીક, જુવાલિકા નદીને કાંઠે, શાલ વૃક્ષ નીચે, દહિકા આસનથી આપના લેતા, સાધનાના બાર વર્ષ પૂરાં થતાં અને તેમાં વર્ષના પ્રારંભમાં, વૈશાખ સુદ ૧૦ના અંતિમ પહેરે ભગવાન મહાવીરને કેવળજ્ઞાન થયું. દેવેએ સમવસરણની રચના કરી. પરંતુ મનુષ્યની ઉપસ્થિતિ નહોતી, તેથી કેઈએ ચારિત્ર ગ્રહણ ન કર્યું. આ એક અછેટું થયું. ભગવાને તેર વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી, ચેથા આરાના ત્રણ વર્ષ અને સાડા આઠ મહીના બાકી રહેતાં, મધ્યમ પાવાનગરીમાં હસ્તિપાલ રાજાની રજુક સભામાં એકલા છઠ તપની સાથે સ્વાતિ નક્ષત્રને વેગ થતાં જ પ્રત્યુષ કાળના સમયે (ચાર ઘડી રાત બાકી રહે ત્યારે) જન્મ, જરા અને મરણનાં બંધને વિચિછન્ન કરી, સિદ્ધ, બુદ્ધ, મુક્ત થયા.
જોતિર્ધર ગૌતમ ભગવાન મહાવીરના જીવનની રૂપરેખા અતિ સંક્ષેપમાં આપણે ગઈકાલે જોઈ ગયાં. તેમના પ્રથમ શિષ્ય શ્રી ઇન્દ્રભૂતિ ગૌતમ, તેમનાં જીવનના સન્નિકટવતી સાક્ષી રહ્યા છે. ભગવાન મહાવીર પ્રત્યે તેમનાં હૃદયમાં અપ્રતિમ નિષ્ઠા, લોકેત્તર સ્નેહ અને અસાધારણ લાગણી હતાં.