________________
૬૮ : ભેદ્યા પાષાણુ,
ત્યાં દ્વાર
દીક્ષિત થનારા આ પાંચ આસન્ન મોક્ષગામી આત્માઓમાં બા. બ્ર. શ્રી માનકુંવરબાઈ સ્વામી પણ જૈન શાસનાકાશના તે વખતના એક ઉદાયમાન તેજસ્વી સિતારા હતાં. બા. બ્ર. પૂ. ડુંગરશી સ્વામી જેમ ગેંડલ સંપ્રદાયના આદ્ય પ્રવર્તક હતા, તેમ બા.બ્ર. શ્રી માનકુંવરબાઈ આ ગચ્છના સાધ્વી સમાજનાં આદ્ય પ્રવર્તિની હતાં.
કુદરતે એમને અપાર રૂપ આપ્યું હતું. તેઓ શારીરિક દષ્ટિએ જેટલાં સુંદર અને સુકુમાર હતાં, તેટલાં જ બુદ્ધિ, પ્રતિભા, ત્યાગ, વૈરાગ્ય અને યમનિયમના પાલનમાં કઠેર અને દેહદમનમાં સંપૂર્ણ સાવધાન હતાં. “વાર જોrfજ મૃત્યુનિ કુમાર”—આ ઉક્તિનાં તેઓ મૂર્તિમંત સ્વરૂપ હતાં. કરુણા, પ્રેમ, સદ્ભાવ, આદિ ગુણેથી તેઓ યુક્ત હતાં. પ્રતિજ્ઞા પાલનમાં તેઓ એટલાં દઢ હતાં કે, લીધેલી પ્રતિજ્ઞાઓમાં આંશિક પણ બાંધછોડ કરતાં નહિ.
પ. પૂ. માનકુંવરબાઈ મહાસતીજીના જીવનને એક ઉલેખનીય પ્રસંગ છે, જે આપણને પણ સાવધાન અને જાગૃત કરી જાય છે.
એક વખત પૂ. શ્રી માનકુંવરબાઈ સ્વામીએ વિહારમાં એક નાનકડા ગામમાં રાત્રિવાસ કરવા નિર્ણય કર્યો. તે ગામમાં જૈન શ્રાવકનું એક જ ઘર હતું. બાકી તે ગરાસિયા, ખેડૂત અને વસવાયાઓની વસતી હતી. શ્રાવકનાં ડેલીબંધ મકાનમાં તેઓ ઊતર્યા. ગામડાંઓના રિવાજ પ્રમાણે બપોરે ગામના લોકો વ્યાખ્યાન સાંભળવા આવ્યા. એક સાધારણ ગરાસદાર પણ આવ્યો હતું. તે આવ્યા તે હતે ધર્મોપદેશ શ્રવણ કરવા, પરંતુ પૂ. મહાસતીજીનાં સૌંદર્યભર્યા રૂપ લાવણ્યના આકર્ષણમાં ધર્મ સાંભળવાનું એક બાજુ રહી ગયું, અને તે અજ્ઞાની વિકારને વશવર્તી બની, વિવેક ચૂકી ગયે. વિષયાંધ માણસ સારા-નરસાના ભેદજ્ઞાનને ભૂલી જાય છે. તે ગરાસદારનું પણ એમ જ થયું. તેણે શ્રાવકને પાસે બોલાવ્યો અને ધમકાવીને પૂ. મહાસતીજીને રાત રોકાવા દબાણ કરવા કહ્યું. રાતના બાર વાગ્યે પોતે અહીં આવશે એમ પણ કહી ગયે. બીજાને વાત કરી છે તે જાનથી મારી નાખીશ એમ તે ધમકી પણ આપતો ગયે. શ્રાવકનાં મનને ભારે ચિંતા થઈ. તે વિચારમાં પડી ગયો. સાપ મરે નહિ અને લાકડી તૂટે નહિ, એ માર્ગ કાઢવાના વિચારમાં તે પડી ગયે. ગરાસદારની બુદ્ધિ બગડી હતી, એટલે સમજાવટની છે તે વિષયાંધ પર કેઈ અસર થાય તેમ નહોતું. તેથી શ્રાવક કિર્તવ્યમૂઢ થઈ ગયે. એટલામાં અચાનક તેને યાદ આવ્યું કે, પૂ. ડુંગરશી સ્વામી આસપાસના જ ક્ષેત્રમાં વિચરી રહ્યા છે. આ વાત સ્મૃતિગોચર થતાં જ જાણે તેને માર્ગ મળી ગયે. પ્રભુ પાધરા છે
એમ માની, ઘડા ઉપર પલાણ નાખી સવાર થઈને, તે પૂજ્યશ્રી પાસે પહોંચી ગયા. પૂજ્યશ્રીએ બધી હકીકત સાંભળી, અને તરત જ જ્યાં મહાસતીજી બિરાજતાં હતાં ત્યાં પધાર્યા. સૂર્યાસ્તને હજી કલાક દોઢેકની વાર હતી. તેમણે મહાસતીજીઓને તરત વિહાર કરવાને આદેશ આપ્યો. નજીકના ગામમાં સૌએ રાતવાસો કર્યો. કંઈ અજુગતું બની ન જાય તે માટે