________________
પાપને ભાર અને મૃત્યુને ભય : ૭૫ છેલ્લા શ્વાસ ખેંચતા નિકેલસે લથડતી જીભે જવાબ આપે : “તું સાચી હતી, મરી ! તારી સાચી સલાહની અવગણનાનું આ કડવું ફળ હું ભેગવી રહ્યો છું. I shall go to hell. હું અવશ્ય નરકે જઈશ, મેરી ! હું અવશ્ય નરકે જઈશ. લાખો નિર્દોષની નિકારણ હત્યાના પાપનું મૂળ હું છું. મારી શેધને આ કરુણ અંજામ છે.”
નિકોલસનું માથું લથડી પડ્યું. તેની આંખ હંમેશને માટે મીંચાઈ ગઈ. મેરી માટે આ દશ્ય અસહ્ય હતું. મેરીએ પિતાનું માથું એની છાતી ઉપર મૂકયું. નિકોલસનું પ્રાણ પંખેરું ઊડી ગયું.
હિંસા અને પાપના પ્રત્યાઘાતે કેવા થાય તે હકીકત નિકેલસના દાખલાથી સરળતા પૂર્વક સમજાઈ જાય છે. સારાંશ એ છે કે, એક કમનસીબ દિવસે હિરોશિમા અણુબોંબને. ભગ બન્યું. આખું શહેર ખંડિયેર જેવું થઈ ગયું. ઠેરઠેર ધગધગતી આગ અને રાખના ઢગલા જોવા મળ્યા. પૃથ્વી ઉપર ન કપાયેલે મહા વિનાશ ઊતરી આવ્યું. ૪૦ વર્ષની નિકોલસની એકધારી મહેનતનું એક ક્ષણમાં આવું વિનાશક પરિણામ આવ્યું. નિલસનાં જીવનમાં અણધાર્યો પલટે આવ્યા. તે પાપના ભારથી દબાઈ ગયે. તેનું માનસ વિકૃત થઈ ગયું. તેનું અંતિમ પરિણામ દુઃખદ અને કરુણ આવ્યું
ભૂલથી પણ પાપ ન થાય તેવી કાળજી જે જીવનમાં સતત જળવાઈ રહેશે તો ધર્મ તરફ વૃત્તિ વળશે અને તેનાં સુખદ અને મીઠાં ફળો અનુભવવા મળશે, જે આપણાં જીવનમાં પણ મીઠાશ ઊભી કરશે.
મૃત્યુ જય ભગવાન મહાવીર
સર્ષ અને નોળિયો અથવા મૃગ કે સિંહની જેમ રાક્ષસે અને દેવ વચ્ચે પણ સ્વાભાવિક શત્રુતા રહેતી. એકબીજાનાં વર્ચસ્વ, પ્રતિભા, સામ્રાજ્ય વિસ્તાર, કે શક્તિની પ્રબળતાને એકબીજા સહન કરી શકતા નહિ. તેથી કળથી કે બળથી, પરસ્પર એકબીજાને દબાવવા, અને પિતાની સર્વોપરિતા સ્થાપવા, પરસ્પર પ્રયત્નો કર્યા કરતા. યુદ્ધને અનિવાર્ય ભય લટક્તી તલવારની માફક હંમેશાં તેમના માથા ઉપર ઝઝૂમતો રહે. દાવપેચમાં કઈ કેઈથી ઊતરે એવા ન હતા. પરંતુ પુરાણના ઉલ્લેખ મુજબ રાક્ષસોના ગુરુ પાસે એક અમેઘ અને વિશિષ્ટ વિદ્યા હતી, જેનાં બળે રાક્ષસે પ્રાયઃ દેવતાથી બે ડગલાં આગળ રહેતા.
દાનવોના ગુરુ શુક્રાચાર્ય હતા. તેમની પાસે સંજીવની નામની વિદ્યા હતી. આ વિદ્યાના પ્રતાપે દાનનું સરળતાપૂર્વક રક્ષણ થઈ જતું, અને દેવતાઓ માર્યા જતા. દેવતાઓની આ