________________
પાપને ભાર અને મૃત્યુને ભય : ૭૧ દરિયામાં ધકેલી દેનારૂં બન્યું. સેમલ બ્રાહ્મણનું મૃત્યુ કેવી રીતે થયું તે જૈન શાસ્ત્રના અભ્યાસી બરાબર જાણે છે.
ચર્મરોગથી પીડિત વ્યક્તિથી મનુષ્ય હંમેશાં ભય પામે છે, કઢથી સંત્રસ્ત વ્યક્તિના સ્પર્શથી તે દૂર ભાગે છે, રક્તપિત્તના રેગથી જર્જરિત થએલાંની સેવા કરવામાં તે જોખમ જુએ છે. એક આંતરિક ભય તેને હંમેશાં સતાવ્યા કરે છે કે, આ રોગીઓને ભૂલથી પણ જે મારાથી સ્પર્શ થઈ જશે, તે તેમની માફક હું પણ આ ચેપી રેગોને ભેગ બની જઈશ. અંદરમાં સંતાએલા આ ભયના કારણે તે ભાગતા ફરે છે. પણ તે ભૂલી જાય છે કે શરીર તે રેગનું ઘર જ છે. અશાતા વેદનીય કર્મને ઉદય આવવાનું હોય તે સાધારણ નિમિત્તને આશ્રય મળતાં જ રેગ ઉદિત થઈ જાય છે. રેગેને ક્યાંય લેવા જવા પડતા નથી. તેનાં મૂળભૂત બી તે શરીરમાં જ અવ્યકતરૂપે છુપાએલાં છે. બહાર પ્રગટ થવા માટે ચેડા નિમિત્તની માત્ર અપેક્ષા રહે છે. એટલે રેગ કે રેગીથી ભય પામવાનું કઈ જ કારણ નથી. માણસ રેગથી બીને રેગીથી દૂર ભાગવા પ્રયત્ન કરે છે, પણ ભૂલી જાય છે કે, આ શરીરમાં જેટલાં રૂંવાડાં છે, તેટલે રૂંવાડે રૂંવાડે, પણ બે રેગ છે. રેગથી ભાગીને માણસ કયાં જઈ શકશે?
આમ માણસ રોગ કે રેગીથી તે અકય ભય પામે છે, પરંતુ જેનામાં કામ, ક્રોધ, મદ, લેભ, ઈર્ષા, વેરઝેર, કજિયે કંકાસ, વાસના અને વૈષયિક વૃત્તિઓ ફાલ્યાંકૂલ્યાં હોય છે તેવાથી તે જરાપણ ભય પામતો નથી. આવા માણસના સ્પર્શ, સહવાસ કે સાંનિધ્યથી આ માનસિક રોગે નિશ્ચિતપણે મારા ઉપર આધિપત્ય જમાવી બેસશે એ કઈ જ વિચાર, ચિંતા, કે ભય તેનાં મનને સતાવતાં નથી. જે રોગોથી કશે જ ભય પામવાને નથી, તેનાથી તે ભયગ્રસ્ત બને છે, અને જેનાથી ખરેખર ભય પામવાને છે, તેના વિષે તે નિશ્ચિંત રહે છે. આ પણ એક કમનસીબ આશ્ચર્ય નથી? કહેવાતા રોગોની વધારેમાં વધારે અસર શરીર સુધી હોય છે. શરીરથી આગળ પ્રવેશવાની તેમની કઈ તાકાત હોતી નથી. પરંતુ આપણે હમણાં જોયા તે માનસિક રોગે તે સંક્રામક બળ ધરાવે છે. તેનાથી માણસનું માનસ રોગગ્રસ્ત, ક્ષુદ્ર, નિર્બળ અને દરિદ્ર બને છે. તેની અસર આત્મા સુધી પહોંચે છે, અને તેની પરંપરા અનેક જન્મ-મરણની અનર્થકારી પરંપરાનું નિર્માણ કરે છે. માનસિક રોગે તરફની ઉદાસીનતા એ એક કરુણ કમનસીબી છે.
આ માનસિક રેગે, અથવા કોઈ અવિચાર્યા કાર્યો, વિજ્ઞાનની પરાકાષ્ઠાએ પહોંચેલા માણસના જીવનને પણ ધૂળધાણી અને બરબાદ કરી નાખે છે તે વિષેને હમણાં જ બનેલો એક દાખલો છે.
એ તે જાણીતી હકીકત છે કે, જાપાને પિતાના ઇતિહાસમાં કદી પરાજયની નામોશી જોઈ નહતી. દરેક જાપાનીને પિતાના દેશ પ્રત્યે પ્રગાઢ ભકિત હોય છે. દેશને માટે જાતને