________________
સતી શિરોમણિ શ્રી માનકુંવરબાઈ : ૬૯ પૂજ્યશ્રી તે રાત તે જ ગામમાં બીજા મકાનમાં રહ્યા. અને બીજે દિવસે તેમણે શાંતિપૂર્વક મહાસતીજીને અથથી ઇતિ સુધી બધી વાત કરી.
આ બાજુ ગરાસિયાનું વિકાર ઝેર પણ ઊતરી ગયું. સતી ઉપર કુદષ્ટિ કર્યાનું પાપ તેનાં હૃદયને સવા લાગ્યું. પેલા શ્રાવકને ત્યાં આવી તે પશ્ચાત્તાપ કરવા લાગ્યા, અને ભવિષ્યમાં કદી પણ આવું પાપ ન થઈ જાય તે માટે સૂર્યની સાક્ષીએ એકપત્નીવ્રતની તેણે પ્રતિજ્ઞા લીધી.
પૂજ્યશ્રીએ પણ મહાસતીજીને વિહારમાં હંમેશાં હાથ, પગે અને મોઢે કોલસાની ભૂકી પડીને જ વિહાર કરવાની આજ્ઞા આપી. મહાસતીજીએ તે આજ્ઞાનું યાજજીવન પાલન કર્યું.
મહાસતીજી ૮૦ વર્ષની સંયમની સુદીર્ઘ પર્યાય પાળી ૯૪ વર્ષની ઉંમરે, સાત પ્રહરને સંથારે કરી, સમાધિપૂર્વક બહોળા શિષ્યા પરિવારને મૂકી, સ્વર્ગે સિધાવ્યાં. આજે આ પુણ્ય શ્લેક મહાસતીજીની પુણ્યતિથિ આપણાં સૌનાં તપ, ત્યાગ અને સંયમના ગુણોની વૃદ્ધિમાં સાધકતમ નિમિત્તની ગરજ સારે એ જ મંગલકામના.
પાપને ભાર અને મૃત્યુને ભય
મનુષ્ય મૃત્યુથી ભય પામે છે. તેનાં હૃદયમાં મૃત્યુની ભારે પીડા છે. મૃત્યુથી તે ગભરાતે રહે છે. મૃત્યુને ભૂલથી પણ પડછાયે ન પડી જાય તે માટે તે સતત કાળજી રાખતું હોય છે. પરંતુ મૃત્યુ તે જન્મ સાથે નિશ્ચિત રીતે જોડાએલી, એક જ સિક્કાની બીજી બાજુ છે. જન્મને તે અંતિમ વિકાસ છે, જેને મૃત્યુના નામથી આપણે ઓળખીએ છીએ. ખરેખર તે જન્મ અને મૃત્યુ બંને ભિન્ન વસ્તુઓ નથી, એક જ વસ્તુનાં ભિન્ન પાસાં છે.
જેમ કેઈ માણસ સિક્કાની એક બાજુને પિતાની પાસે સુરક્ષિત રાખવા માંગે, અને બીજી બાજુને ફેંકી દેવા ઈછે, તે તેની આ પ્રકારની અજ્ઞાનતા ઉપર આપણે હસીશું અને કહીશું, કે મૂર્ખ માણસ છે? આ સ્પષ્ટ દેખાતા સત્યને પણ તે જોઈ શકતું નથી. સિક્કાની એક બાજુ સિક્કાથી જુદી પાડી શકાય નહિ. છતાં આ અજ્ઞાની સિક્કાના એક પક્ષને સંઘરવા માગે છે, અને બીજાને ફગાવી દેવા પ્રયાસ કરે છે. આ તે તેની અણસમજણની પરાકાષ્ઠા છે. અન્યથા પરસ્પર સદા સંયુક્ત રહેવા સરજાએલી સિક્કાની બે બાજુમાંથી, એક બાજુનાં સંરક્ષણની અને બીજી બાજુના વિસર્જનની, ભાવના જ તેણે ન ભાવી હોત.
જન્મ અને મરણની સમજણ વિષે પણ આપણે હમણાં જ જોઈ ગયાં તે અવિવેક જ દાખવીએ છીએ અને છતાં ડાહ્યા, સમજુ, વિવેકી અને સુજ્ઞોમાં મૂર્ધન્ય થવા માંગીએ છીએ. જન્મને આનંદોત્સવ ઊજવીએ, બેંડવાજા વગડાવીએ, ચાપાટ ગઠવીએ, પરસ્પર વધાઈ અને અભિનંદને