________________
દર: ભેઘા પાષાણ, ખેલ્યાં દ્વાર જીવવાની કલા વગરનો છે. આવા મનુષ્ય સાથે પિતાની જાતને સરખાવવા જ્યારે જગતમાં કોઈ જ તૈયાર થતું નથી ત્યારે ખરેખર તે જીવતે પણ મરેલા જેવો જ છે.
' જીવન કલાના સંબંધમાં આ બધું જાણ્યા પછી, જેમણે આ કલાને સંપૂર્ણ રીતે આત્મસાત્ કરેલ છે તેવા કેશીકુમાર શ્રમણ ભગવાનને આપણે યાદ કરીએ.
એકવાર શ્રી કેશી શ્રમણ ભગવાન શ્રાવસ્તી નગરીમાં પધાર્યા છે. આ શ્રાવસ્તી નગરી કયાં આવી છે, વર્તમાનમાં તે ક્યા નામથી ઓળખાય છે, તેની શી સ્થિતિ છે, તે આખો વિષય પુરાતત્વ વિશારદે, ઇતિહાસ અને સંશોધકે છે. હું તે વિષયને નિષ્ણાત નથી, છતાં જે કંઈ જાણ્યું છે તે કહી બતાવું છું. વધારે અને વાસ્તવિક હકીકત તે ઈતિહાસથી જાણી શકાય.
- આ શ્રાવસ્તી નગરી નેપાલમાં આવેલી છે. આજે જે રાવતી નદીને નામે પ્રસિદ્ધ છે, અને બૌદ્ધ ગ્રંથમાં જે અચિરાવતીના નામે પ્રસિદ્ધ છે, તેને કાંઠે આ નગરી આવેલી હતી. કપિલવસ્તુ જે ભગવાન બુદ્ધની જન્મભૂમિ છે તે શ્રાવસ્તીનું જ એક ઉપગામ હતું. આજે તે આ નગરી આ જ સ્વરૂપમાં વિદ્યમાન નથી. કાળ બધાંને બદલાવી નાખે છે. નદીઓના પ્રવાહ ફેરવી નાખે છે, જળ છે ત્યાં સ્થળ કરી નાખે છે, અને સ્થળ છે ત્યાં જળ કરી નાખે છે.
- ઈતિ, ભીતિ અને દુષ્કાળના ઉપદ્રવથી શૂન્ય આ નગરી હતી. તે સમૃદ્ધ હતી, ચેર આદના ભયથી રહિત હતી. સુકાળ સદા ત્યાં પ્રવર્તતે હતે. લોકો સુખી હતા. આંગણું આવેલ દુઃખી, યાચક કે ગરીબ, કઈ ખાલી હાથે જતું નહિ. સુંદર આવાસેથી શોભતી આ નગરીના લોકો વૈભવશીલ હતા. કરવેરાને સર્વથા અભાવ હતો. એવી સુંદર આ નગરી:હતી.
तिंदुयं नामउज्जाण तम्मि नगरमंडले ।
फासुमे सिज्जसंथारे तत्थवासमुवागमे ॥ તે નગરી પાસે, નહ મધ્યમાં કે નહિ બહુ દૂર કે નહિ બહેનજીક, એ રીતે તિન્દુક નામને એક બગીચે હતું. ત્યાં જીવજંતુરહિત નિર્દોષ રહેઠાણ અને પાથરવા પીઠ, ફલક આસન વિગેરે મળી રહે તેમ હતું.
સાધુને ક્યાં ઉતરવું કલ્પ, તેમને માટે કયું સ્થાન નિર્દોષ ગણાય, કેવા ઉપકરણે તેમને અપના ગણાય, વગેરેનું વિવેચન અવસરે કરાશે.