________________
સતી શિરોમણિ શ્રી માનકુંવરબાઈ : ૬પ તેમને ધર્મપ્રચાર, પીસ્તાલીસ માણસો સાથે ભાણજી, નૂનજી, સરવાજ આદિની દીક્ષાનું વર્ણન વગેરે બાબતે કવિ વિનયચંદ્રજીની પટ્ટાવલીમાં વ્યવસ્થિત રીતે મળી આવે છે. આ પટ્ટાવલી મુજબ ઋષિ ભાણજીથી ત્રાષિ જીવાજી સુધી આઠ પાટ સુધીના સાધુઓ મર્યાદામાં રહ્યા. પણ ફરી શિથિલતાને પ્રવેશ થયે. ભિક્ષાવૃત્તિ છોડી, સાધુઓ આમંત્રિત અને આધા કમ આહાર લેવા લાગ્યા. સં. ૧૭૦૯માં શ્રી લવજી ઋષિએ દીક્ષા લીધી અને સં. ૧૭૧૪માં તેમણે ક્રિયે દ્ધાર કર્યો. દંઢામાં રહેવાને કારણે, તેઓ ટૂંઢિયા કહેવાવા લાગ્યા.
પૂ. ધર્મદાસજી મહારાજ ૧૫ વર્ષ સંસારમાં રહ્યા. ૫ વર્ષ વ્રતધારીના રૂપમાં તેમણે વ્યતીત કર્યા. ૧૫ દિવસની સામાન્ય પ્રવજ્યાનું પાલન કર્યું. અને પ૨ વર્ષ સુધી આચાર્ય પદે બિરાજ્યા. આમ ૭૨ વર્ષનું આયુષ્ય ભેગવી, સં. ૧૭૬૩માં ધારાનગરીમાં તેમને સ્વર્ગવાસ થયો.
શ્રી ધર્મદાસજી પોતાના એકવીસ સાથીઓ સાથે શ્રી લવજી મહારાજ પાસે આવ્યા અને ધર્મચર્ચા કરી. તેમની સાથેની ચર્ચામાં સાત બોલને ફરક પડે. એટલે શ્રી ધર્મદાસજી, શ્રી ધર્મસિંહજી મુનિ પાસે ગયા. પરંતુ તેમની પાસે એકવીસ બેલને અંતર પડશે. એટલે ત્યાં પણ દીક્ષિત ન થયા. શ્રી જીવરાજજી મહારાજ પાસે તેમને યેગ્ય સમાધાન મળ્યું. પરિણામે પોતાના ધન્નાજી આદિ એકવીસ સાથીઓ સાથે, અમદાવાદની બાદશાહી વાડીમાં, સં. ૧૭૨૧ કાર્તિક સુદ પને જ સ્વયં દીક્ષિત થયા.
ધર્મદાસજીની સ્વયં દીક્ષાની પ્રસિદ્ધિ એ કારણે થઈ કે તેમની દીક્ષાના પંદર દિવસ પછી શ્રી જીવરાજજી સ્વામીને સ્વર્ગવાસ થઈ ગયો. એટલે માણસે ધર્મદાસજી સ્વયં દીક્ષિત થયા એમ કહેવા લાગ્યા.
પૂ. ધર્મદાસજીના નવાણું શિષ્ય થયા. તેમાં સંપ્રદાય સ્થાપન કરનારા, એકવીસ પ્રમુખ શિષ્યનાં નામો વધારે પ્રસિદ્ધિમાં આવ્યાં.
પૂ. ધર્મદાસજી મહારાજ સાહેબના શિષ્ય મૂળચંદજી, અને તેમના શિષ્ય પચાણજીએ સૌરાષ્ટ્ર ગુજરાતને પિતાનું વિહારક્ષેત્ર બનાવ્યું. સૌરાષ્ટ્રમાં આજે સ્થાનકવાસી સમાજના જેટલા સંપ્રદાય અને શાખાઓ દષ્ટિગોચર થાય છે તેનાં મૂળ પૂ. ધર્મદાસજી મહારાજ સાહેબ છે. તદ્દનુસાર મૂળચંદજીના શિષ્ય પંચાણુજી અને તેમના શિષ્ય રતનશી ગોંડલ ગયા. અને તેની આસપાસનાં ક્ષેત્રમાં તેઓ વિચારવા લાગ્યા. શ્રી રતનશી મહારાજના એક પ્રભાવશાળી શિષ્ય શ્રી ડુંગરશી સ્વામી થયા. આ ડુંગરશી સ્વામી જ ગેડલ ગચ્છના આદ્ય પ્રવર્તક, આદ્ય સ્થાપક પુરુષ હતા. પૂ. શ્રી મૂળચંદજીના શિષ્ય ગુલાબચંદજી, તેમના શિષ્ય શ્રી બાલાજી, અને તેમના શિષ્ય શ્રી હીરાજી, લીંબડી આવ્યા અને તેમની પશ્ચાદ્દવર્તી પરંપરા લીંબડી સંપ્રદાયના નામથી પ્રસિદ્ધિ પામી. લીબડીથી શ્રી કાનજી સ્વામી બરવાળા ગયા. શ્રી વશરામજી સ્વામી ધ્રાંગધ્રા ગયા. શ્રી જસાજી