________________
જીવન કલા : ૫૯
ઉપર બેસવાની મજા જ ત્યારે આવે જ્યારે સિંહાસનથી નીચે ઉતરવા કેઈ ઉત્સુક હોય. સિંહાસનની કિંમત એ જ છે કે જ્યારે કેઈ તેના પર ચઢવા પ્રયત્ન કરે છે, ત્યારે અન્ય લોકે તેને તે સિંહાસન પરથી ઉઠાડી મૂકવા અને તેના સ્થાન ઉપર પિતે બેસી જવા આતુર બની જાય છે. એકને ઊઠાડી બીજાએ તે સ્થાન પર ચઢી બેસવાની આકાંક્ષા કે આતુરતાનું બીજું નામ જ સિંહાસન છે. માણસ સિંહાસન ઉપર બેસે છે જ એ માટે કે તે સ્થાન જ એવું છે, જ્યાં અનેક લોકો બેસવાને માટે સતત પ્રતીક્ષાપૂર્વક ઉત્સુક હોય છે.
સિંહાસન ઉપર બેસનારને બેસવાને જે રસ અને આનંદ છે, તે જ રસ અને આનંદ અન્યને સિંહાસન ઉપર બેઠેલાને ઉતારવાનો છે. એટલે લાઓસે કહે છે કે, મેં બેસવાની એવી જગ્યા પસંદ કરી છે, કે જેનાથી નીચી બીજી કઈ જગ્યા નથી, એટલે મારું સિંહાસન સદા આબાદ અને સર્વતઃ સુરક્ષિત છે.
આ તો આપણે જીવન કલાની સૂક્ષમતામાં ઊતરી ગયાં. એનાથી જરા શુષ્કતા પણ આવી જવા સંભવ છે. બધાને બહુ ઊંડાણમાં જવાનું રુચતું નથી હોતું. તેથી ચાલે, આ સૂક્ષ્મતાને સંકેલી લઈએ.
યાદ રાખજે, જીવન જીવવા માટે જોઈતાં પ્રત્યેક સાધનો સમુચિત રૂપમાં અને સમગ્ર પરિમાણમાં મળ્યાં હોય, પરંતુ જીવન જીવવાની કલાની સુયોગ્ય આવડતનો અભાવ હોય, તે વિપુલ સાધનસામગ્રી પણ જીવનમાં જીવન રેડવા સમર્થ થતી નથી. એ સાધનસામગ્રી પણ એક બાજુ પડી રહે છે, અને જીવન નીરસ અને ફીકું થઈ જાય છે. પરંતુ જીવન જીવવાની સાચી કલા જેણે પ્રાપ્ત કરી છે, તે અલ્પતમ સાધનોમાંથી પણ હિમાલય ઊભું કરી શકે છે, પૃથ્વી ઉપર સ્વર્ગ ઉતારી શકે છે, અને સ્વર્ગમાંથી ગંગાને લાવી શકે છે,
જીવનને કલામય બનાવવાનો મૂળ પાયે પવિત્રતા, સરળતા અને સદાચાર છે. પરસ્પર પ્રેમભરી દ્રષ્ટિ હોય; ઈર્ષા, અહંકાર, સગદ્વેષ કે સ્વાર્થની જરા પણ વૃત્તિ ન હોય; સુખદુઃખમાં એકબીજાને પૂરક થવાની ભાવના હોય; સંતેષ, શ્રદ્ધા અને સ્નેહ હૈયામાં સભર હોય તો તેવા મનુષ્યનાં જીવન સ્વર્ગના સુખને જન્માવે છે.
જીવન કલાના માથાથ્યને સમજવા માટે ઐતિહાસિક શક સંવતના પ્રવર્તક રાજા શાલિવાહનને ભારે આકર્ષક, અસરકારક અને મધુર પ્રસંગ યાદ આવે છે.
એક વખત રાજા શાલિવાહન, સભા ભરી, દરબારમાં બેઠા હતા. તે વખતે, તેમના મનમાં સહજ એક પ્રશ્ન ઉદ્ભવ્યું. તેઓ બેલી ઊઠયાઃ “કહો, જીવતું કેણ છે?” | દરબારીઓ વિચારમાં પડી ગયા. તેઓ એકબીજાનાં મોઢાં સામે જોવા લાગ્યા. પરસ્પર કાનસિયાં કરવા લાગ્યાઃ “અરે,. પણ આજે મહારાજાને શું થઈ ગયું? બુદ્ધિમાન રાજાના મુખેથી