________________
જીવન કલા : ૫૭
દાખલા તરીકે, આપણે જન્મ જોઈએ છીએ પણ તેની સાથે જ નિર્માણ પામેલા મૃત્યુને જોઈ શકતાં નથી. જન્મની આનંદ અને ઉત્સવભરી ક્ષણોમાં મૃત્યુની કિલષ્ટ કલપના કરનારી વ્યક્તિ, માનસ હોસ્પિટલની પાત્ર જ ગણાશે. પરંતુ જન્મના પૃષ્ઠ ભાગમાં જ મૃત્યુ સંતાએલું છે. પારદશીદષ્ટિના અભાવે જન્મની સાથે જ નિર્માણ થયેલા મૃત્યુને ભલે આપણે ન જોઈ શકતાં હોઈએ, કે પ્રતિક્ષણ પગપેસારે કરતા, આગળ ને આગળ ધપતાં મૃત્યુ સામે ભલે આપણે આંખ આડા કાન કરતા હોઈએ, પરંતુ તેથી મૃત્યુની શક્યતા ઘટી જવા પામતી નથી. જન્મમાં જે મૃત્યુના દર્શન કરી શકે છે તે જ જ્ઞાની છે, આત્મજ્ઞ છે, સંત છે, દ્રષિ છે અને પારદર્શી છે.
જેમ જન્મમાં મૃત્યુને જોવાની આપણામાં ક્ષમતા નથી, તેમ મૃત્યુના પૃષ્ઠ ભાગમાં રહેલા જન્મને પણ જોઈ શકવાની આપણામાં શકિત નથી. કેઈન મરણ શય્યા પાસે ઊભતાં પણ આપણને તેના મૃત્યુમાં રહેલા જન્મને કંઈ જ ખ્યાલ આવતું નથી. પરંતુ પ્રાયઃ દરેક મૃત્યુના પછી જન્મ, અને દરેક જન્મ પછી અવશ્યભાવિ મૃત્યુ હોય છે. ભગવાન બુદ્ધ જેવા પ્રબુદ્ધ આત્મા તે બીજાના મૃત્યુમાં પિતાના મૃત્યુના બીજાના વાર્ધકયમાં પિતાના વાર્ધકયના દર્શન કરે છે. તેઓ એક શબને જુએ છે, એક વૃદ્ધની નમી ગએલી રૂપવિહીન કાયાને જુએ છે અને ઊંડા વિચારમાં પડી જાય છે. પિતામાં તેની શક્યતાઓ તપાસે છે અને જેને મેળવવા માટે ભારે તપશ્ચર્યા અને સાધના કરવી પડે છે, જેને અનંત પુણ્યના ફળરૂપે બિરદાવવામાં આવે છે તે રાજ્ય અને રાજ્યશ્રી, નવયૌવના પત્ની અને હમણાં જ જન્મેલો પુત્ર રાહુલ, આ બધાં તરફનો તેમને વ્યામોહ શમી જાય છે. આ વૈભવ અને વિલાસમાં તેઓ વિટામણાના દર્શન કરે છે. ભૌતિક સંપત્તિથી મળતા સુખોની બીજી બાજુએ છુપાએલા દુઃખોનો તેમને સાક્ષાત્કાર થવા માંડે છે, સુંદર દેખાતા રૂપમાં તેમને કુરૂપતા પ્રત્યક્ષીભૂત થવા લાગે છે, યુવાવસ્થાના ઉષ્માભર્યા સૌંદર્યમાં તેમને વૃદ્ધત્વને પદવનિ સંભળાય છે.
આપણે ભૂલી જતા હોઈએ છીએ કે, સફળતાની આજુબાજુ અસફળતા ઝડપભેર આટા ફેરા કરતી હોય છે. રાજસિંહાસન પર પ્રતિષ્ઠિત થવાની સુખદ વેળાએ ધૂળધાણી થઈ જવાની કે પૃથ્વી પરથી નામશેષ થઈ જવાની કઈ જ સ્મૃતિ આપણને કેરી ખાતી નથી હોતી, અન્યથા રાજ્યાભિષેકનો આનંદ પણ વિષાદમાં પરિણમી જાય.
જીવન વિપરીતને હમેશાં પિતામાં છુપાવી રાખે છે. એટલે જ જ્ઞાની તેને કહેવાય કે જે જીવન સિક્કાની સારી એને નરસી, બંને બાજુને, એક સાથે જોવા અને અનુભવવા સમર્થ છે. એ પણ જેવાની એક કલા છે. આ કલાને જ જીવનની કલા કહેવામાં આવી છે. આ કલાનું જ શાસ્ત્રીય નામ ધર્મકલા છે અને ધર્મલા બધી કલાઓમાં સર્વોપરિ છે. “Hળ્યા ત્યાં જ સ્ટા નિષTY ધર્મકલા બધી કલાઓમાં મૂર્ધન્ય છે. બીજી ગમે તેટલી કલાઓ જીવનમાં હોય,