________________
ગતિ અને પ્રગતિ : ૨૫ નિમિત્ત બનતી લાગે છે. હું તે આપને એટલી જ પ્રાર્થના કરવા આવ્યો છું કે, જે ધનધાન્ય લઈને હું આપના ચરણમાં ઉપસ્થિત થયે હું તેને આપ સહર્ષ સ્વીકાર કરી, મારા પર અનુગ્રહ કરે.
“કણદે બેફિકરાઈથી જવાબ વાળ્યોઃ “આ બધું તું જેમ લાગે છે તેમને તેમ પાછું લઈ જા. આ ધન-ધાન્યની વ્યવસ્થા અને સુરક્ષા અત્રે કેણ કરશે ? આ બધાની દેખરેખ પાછળ ઊંઘ હરામ કેણ કરશે? આ બધાને સંઘરવાના વ્યાપેહમાં પ્રભુભક્તિ ખીંટીએ ટીંગાઈ જશે તેની ચિંતા કેણ રાખશે? અમને એટલે વખત જ કયાં છે? અમને તો અમારા કામમાંથી કુરસદ જ મળતી નથી, છેડે સમય ફાજલ પડી જાય છે તે ફરવા નીકળી જઈએ છીએ, ત્યારે તે વખતે, ખેતરમાંથી દાણ વિણ નાખીએ છીએ અને પાછા પિતાના કાર્યમાં ફરી સંલગ્ન થઈ જઈએ છીએ. કેઈ ઝંઝટ, કઈ ભાર માથા પર નથી. આ નવી આફત શા માટે ઊભી કરે છે? મહેરબાની કરી આ બધું પાછું લઈ જા. આની ઉપાધિ કેણ રાખશે? કૃપા કરી બીજી વખત, આ રીતે, આ બાજુ ન આવત. આ રીતે જ આવવું હોય તે તેની ખબર પહેલેથી જ આપી દેજે, કે જેથી અમે રાજ્યના છડી પહેલેથી જ જઈ શકીએ. દાણ અમને ગમે ત્યાં વીણવા મળી જશે. ખેતરે તો બધે ઠેકાણે પડેલા છે.”
આવી વ્યકિત બ્રાહ્મણ ગુણ, ધર્મ વાળી હોય છે. ખેતરમાંથી દાણા વીણીને આજીવિકા મેળવવામાં પણ તેને સંતૃપ્તિ અને સુવિધા જણાય છે. સમ્રાટના રાજ્ય વૈભવને પણ તે આસાનીથી લાત મારી શકે છે. તેને માટે જ્ઞાન જ: વૈભવ છે, જ્ઞાન જ સંપત્તિ છે, જ્ઞાન જ સર્વસ્વ છે. માણસ જે પિતાના આંતરિક ગુણેનું યથાર્થ નિરીક્ષણ કરી, તેને વિકસાવવા અને પિષવાના પ્રયત્નમાં કટિબદ્ધ થઈ જાય, તે એક વખત તે પ્રગતિના પરમ શિખરને સ્પશીને જ વિરામ પામે, તેમાં શંકાને અવકાશ નથી.
કેશીકુમાર શ્રમણની નિયતિ પણ આત્મદર્શન, સત્યના સંશોધન, અને પરમાત્મભાવની ઉપલબ્ધિ સાથે જોડાએલી છે. તે દિશામાં તેમના અવિરત પ્રયત્ન પણ છે. શ્રાવસ્તી નગરીમાં ભેગા થવાના મૂળમાં પણ સત્યના સંશોધનના બી પડેલાં છે. પ્રભુ ગૌતમ સાથેના વિવિધલક્ષી પ્રશ્નોત્તરના વિનિમયથી પણ આ વાતની સંપુષ્ટિ ઉત્તરોત્તર થતી જ રહેશે.
કેશીકુમાર શ્રમણ પિતે સાધનાના પ્રભુના પૂર્ણ માર્ગને વરેલા છે. સાધના માટે જે શકિત, સાહસ, પ્રતિભા, જ્ઞાન, ત્યાગ અને વૈરાગ્યનું ઐશ્વર્યા જોઈએ તે બધાં ઐશ્વર્યથી તે સભર છે. સાધનાના શ્રમ સાધ્ય માર્ગમાં તેમને કોઈ જ કષ્ટને, થાક કે કંટાળાને અનુભવ થતું નથી.
અમૃતત્વને મેળવવા માટે અશાશ્વત સાધને નકામા છે. નાશવંત સાધનો અમરતા લાવવામાં નિષ્ફળ નીવડે છે. અમૃતત્વના સાધન વડે જ અમરતા મળી શકે છે. દશ અમર સાધનો બતાવવામાં આવ્યા છે જે દશ યતિ-ધર્મના નામથી પ્રચલિત છે.